जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः।
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि॥
જેમાંથી આ વિશ્વની સૃષ્ટિ, સ્થિતિ, લય થાય છે; જેની સત્તાથી જગતની સઘળી વસ્તુ સત્તાવાન જણાય છે; જે સર્વજ્ઞ, જે દેવતાઓ માટે અકળ (દુર્બોધ); જેમણે અંતર્યામીરૂપે આદિકવિ બ્રહ્માના હૃદયમાં વેદને સંચારિત કર્યા છે; મૃગજળની ભ્રમણાની જેમ જેમાં રહેલી માયિક સૃષ્ટિ સાચી લાગે તે માયાને દૂર કરનાર; સત્ય સ્વરૂપ પરમેશ્વરનું ધ્યાન ધરીએ.
बंशीविभूषित करान्नवनीरदाभात् पीताम्बरोदरुण विश्वफलाधरौष्ठात्।
पूर्णेन्दु सुंदर मुखारविन्द नेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने।
જેમના શરીરનો વર્ણ તાજા જળભરેલ વાદળ જેવો શ્યામ છે, જેમના હાથ બંસી વડે શોભાયમાન છે, જેમણે પીતાંબર ધારણ કર્યાં છે, જેમના હોઠ લાલાશ પડતા છે, જેમનું મુખ પૂર્ણચંદ્ર જેવું સુંદર છે, જેમની આંખો કમળ જેવી મનોહર છે, એવા શ્રીકૃષ્ણથી ચડિયાતું બીજું કોઈ પરમતત્ત્વ હોઈ શકે તેવું મને લાગતું નથી.
(‘ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ’માંથી)
Your Content Goes Here




