मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि
स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये ।
त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खतस्त्वन्नाम
स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥

હે માતા ભાગીરથી! તમે પાર્વતીનાં સપત્ની, પૃથ્વીનાં શૃંગાર-હાર-સ્વરૂપા તથા સ્વર્ગારોહણની વિજયપતાકા છો; તમને ભાગીરથીને એ જ પ્રાર્થના છે કે તમારા તીરે વાસ, તમારાં જળનું પાન, તમારા તરંગોનું નિરીક્ષણ અને તમારા નામનું સ્મરણ કરતાં કરતાં તમારા પર જ દૃષ્ટિ માંડી રાખીને મારું દેહાવસાન થાઓ..

गाङ्गं वारि मनोहारि मुरारिचरणच्युतम्।
त्रिपुरारिशिरश्चारी पापहारि पुनातु माम्॥

ગંગાનું મનોહર જળ, જે ભગવાન વિષ્ણુનાં ચરણોમાંથી પ્રગટ થયું છે અને ભગવાન શિવના શિર પરથી વહે છે—એવું પાપ-નાશકારી ગંગાજળ મને પવિત્ર કરે.

(ઋષિ વાલ્મીકિ કૃત ‘શ્રીગંગાષ્ટકમ્‌’માંથી)

Total Views: 54
By Published On: May 1, 2026Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.