अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ १॥

જે પરમતત્ત્વ ચરાચરમાં વ્યાપીને રહેલું છે, તેનું દર્શન કરાવનાર શ્રીગુરુને અમારાં વંદન હો!

अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ २॥

અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા બનેલાની આંખ, જ્ઞાનના આંજણની સળીથી જેમણે ઉઘાડી આપી છે એવા શ્રીગુરુને નમન હો!

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ ३॥

ગુરુ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તેમજ ગુરુ પ્રત્યક્ષ પરબ્રહ્મ છે એવા શ્રીગુરુને વંદન હો!

स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित्सचराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ ४॥

સ્થાવર-જંગમમાં વ્યાપી રહેલ પરમતત્ત્વનું સ્થાન જેમણે બતાવ્યું છે એવા શ્રીગુરુને નમન હો!

(‘શ્રીગુરુસ્તોત્રમ્‌’માંથી)

Total Views: 42
By Published On: July 1, 2026Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.