भजे विशेषसुन्दरं समस्तपापखण्डनम्।
स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम्॥१॥
અતિ સુંદર, સમસ્ત પાપોના નાશક, સ્વભક્તહૃદયમાં આનંદ પ્રદાયક, એકમેવ અદ્વિતીય, શ્રીરામચંદ્રજીને હું સર્વદા ભજું છું.
जटाकलापशोभितं समस्तपापनाशकम्।
स्वभक्तभीतिभङ्जनं भजे ह राममद्वयम्॥२॥
જટાકલાપ દ્વારા શોભાન્વિત, સમસ્ત પાપોના નાશક, પોતાના ભક્તોના ભયના વિનાશક, એકમેવ અદ્વિતીય, શ્રીરામચંદ્રજીને હું સર્વદા ભજું છું.
निजस्वरूपबोधकं कृपाकरं भवापहम्।
समं शिवं निरञ्जनं भजे ह राममद्वयम्॥३॥
પોતાના સ્વરૂપના સંબંધમાં જ્ઞાનપ્રદાનકારી, કૃપાનું સમૃદ્ધ સ્થાન, સંસારબંધનના વિનાશક, સર્વત્ર એકરૂપ, મંગલમય, કલંકશૂન્ય એકમેવ અદ્વિતીય, શ્રીરામચંદ્રજીને હું સર્વદા ભજું છું.
Your Content Goes Here




