विशुद्धविज्ञानमगाधसौरव्यं
विश्वस्य बीजं करुणापयोधि:
अनाद्यनन्तं प्रकृते: परस्तात्
तत्तत्त्वमेकं भुवि रामकृष्ण:

જે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ, અગાધ આનંદ સ્વરૂપ છે; વિશ્વના આદિકારણ, કરુણાસાગર, અનાદિ-અનંત તથા પ્રકૃતિથી પણ અતીત છે, તે એકમાત્ર તત્ત્વ આ પૃથ્વી પર શ્રીરામકૃષ્ણરૂપમાં અભિવ્યક્ત છે.

न नेति भीत्या श्रुतयो वदन्ति
वदन्ति साक्षान्न च यं कदाचित्
चिदेकरुप: शिव ईश्वराणां
महेश्वरोऽसौ भुवि रामकृष्ण:

જેને શ્રુતિઓ ભયથી ‘નેતિ નેતિ’ કહે છે, તથા ક્યારેય (સ્પષ્ટ) વર્ણન નથી કરતી; જે અદ્વિતીય, ચૈતન્ય સ્વરૂપ, મંગલમય તથા ઈશ્વરોના પણ મહેશ્વર છે, તે આ પૃથ્વી પર શ્રીરામકૃષ્ણ છે.

(શ્રી પ્રમદાદાસ મિત્ર રચિત ‘શ્રીરામકૃષ્ણાષ્ટકમ્‌’માંથી)

Total Views: 8
By Published On: February 1, 2026Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.