वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्।
सीतापतिदूताद्यं वातात्मजमद्य भावये हृद्यम्॥

જેમની સમસ્ત કામનાઓ દૂર થઈ ગઈ છે, જે આનંદ-અશ્રુઓથી રોમાંચિત થઈ રહ્યા છે, જે અતિ નિર્મળ તથા સીતાપતિ શ્રીરામના મુખ્ય દૂત છે, તેવા પ્રિય વાયુપુત્રનું હું ચિંતન કરું છું.

लाड्गुलमृष्टवियदम्बूधिमध्यमार्ग
मूत्प्लूत्य यान्तममरेन्द्रमुदो निदानं।
आस्फालितस्वकभुजस्फूटिताद्रिकाण्डम्
द्राड़मैथिलीनयननन्दनमद्य वन्दे॥

જેઓ પોતાની પૂંછથી આકાશ અને સમુદ્ર વચ્ચેનો માર્ગ સાફ કરતાં કરતાં આગળ વધતા હતા, જેના કારણે ઇન્દ્રને પણ આનંદ થતો હતો; અને જેમની આગળ ફેલાયેલી ભુજાઓથી પર્વતો ફાટી પડતા હતા, જેઓ જનકનંદિની જાનકીજીનાં નેત્રોને ક્ષણમાત્રમાં આનંદ આપનાર હતા, એવા શ્રીહનુમાનજીને હું વંદન કરું છું.

(શ્રીશંકરાચાર્ય કૃત ‘હનુમત્પંચરત્નમ્‌’માંથી)

Total Views: 12
By Published On: April 1, 2026Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.