શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી

રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ. સવારે મંગલ આરતી બાદ વૈદિક પાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી.

આશ્રમ પ્રાંગણમાં મંદિર ફરતે ઠાકુર, મા અને સ્વામીજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં સાધુઓ તેમજ ભક્તજનો દ્વારા ભજન-કીર્તન સાથે નૃત્ય કરવામાં આવ્યું. ત્યારબાદ હોમ કરવામાં આવ્યો અને ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ વિશેષ દિવસે ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને સંદેશ વિષય પર શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે પ્રવચન આપ્યું.

આ પવિત્ર અવસરે ૨૦૦૦થી વધુ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. સાંજે શ્રીરામકૃષ્ણ નામ-સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું અને સંધ્યા આરતી પછી શ્રીરામકૃષ્ણદેવનાં ભજનો ગાવામાં આવ્યાં.

શ્રીચૈતન્ય મહાપ્રભુ જન્મતિથિની ઉજવણી

શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મતિથિ નિમિત્તે ભજન – કીર્તન અને રંગ-ગુલાલ સાથે આશ્રમ-પ્રાંગણમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ભક્તોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો. સંધ્યા આરતી પછી શ્રીચૈતન્ય મહાપ્રભુના જીવન અને સંદેશ પર પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કચ્છમાં શૈક્ષણિક કીટનું વિતરણ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કચ્છ જિલ્લાના નીલપર અને રતનપર જેવા અંતરિયાળ ગામો તેમજ બીદડાના જરૂરિયાતમંદ ૫૦૦ જેટલાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ કીટમાં પાઉચ, ડ્રોઇંગ પેન્સિલ કીટ વગેરે સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્યાં ઉપસ્થિત તમામ બાળકોને નાસ્તાનાં પેકેટ્સ પણ આપવામાં આવ્યાં હતાં.

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.