अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते
गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते।
भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१||

હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને વિનોદ કરાવનાર, નંદપુત્રી, ગિરિરાજ વિન્ધ્યના મસ્તક (ટોચ) પર નિવાસ કરનારી, વિષ્ણુ ભગવાનને વિલાસિત કરનારી, ઈન્દ્ર જેને નમસ્કાર કરે છે તેવી હે ભગવતિ! નીલકંઠશિવજીનાં પત્ની, વિશાળ પરિવાર ધરાવનાર, અનેક કાર્ય કરનાર, રમ્ય કેશક્લાપ ધરાવતી હે શૈલપુત્રી મહિષાસુરમર્દિનિ! તારો જયજયકાર હો!

सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते
त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते।
दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||२||

દેવો પર વરદાન વર્ષાવતીઅને દુર્મુખ (રાક્ષસ)નો નાશ કરનારી (અથવા અસાધ્યને પણ સાધ્ય કરનારી, ખરાબ બોલનારને પણ માફ કરનારી), સદા હર્ષમગ્ન ત્રિભુવનપાલિનિ, શંકરને તુષ્ટ કરનારી, પાપમર્દિની, નિત્ય ઘોષણા કરનારી, દાનવોનો વિધ્વંસ કરનારી, દૈત્યો તરફ રોષ કરનારી, ઉન્માદને દૂર કરનારી હે સાગરે તનયા, …………… ………………તારો જયજયકાર હો!

अयि जगदम्बमदम्ब कदम्बवनप्रियवासिनि हासरते
शिखरिशिरोमणि तुङ्गहिमालय श्रृङ्गनिजालय मध्यगते।
मधुमधुरे मधुकैटभगंजिनि कैटभभंजिनि रासरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||३||

હે જગદંબા! મારી માતા, કદમ્બવનમાં નિવાસ જેને પ્રિય છે તેવી, હે હાસ્યમગ્ન, શ્રેષ્ઠ શિખરવાળા ઉત્તુંગ હિમાલયના મસ્તક પર શિખરોની મધ્યમાં પોતાનો નિવાસ કરી રહેનારી, અત્યંત મધુર-મનોહરા, મધુકૈટભનો પરાજય કરનારી, કૈટભનો વિનાશ કરનારી સતત ઘૂમતી રહેતી …………….. તારો જયજયકાર હો!

अयि शतखण्डविखंडितरुण्डवितुंडितशुंडगजाधिपते
रिपुगजगंडविदारणचंडपराक्रमशुण्डमृगाधिपते
निजभुजदण्डनिपातितखंडविपातितमुंडभटाधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||४||

(નર-રાક્ષસ) દેહના સેંકડો વિભાગે ટુક્ડા કરી નાખનાર, (ગજ રૂપ ધારણ કરેલ) શત્રુહસ્તીની સૂંઢનું છેદન કરનાર, શત્રુહસ્તીની મસ્તરૂપ સૂંઢને વિદારિત કરવામાં ભયંકર હે સિંહસ્વામિનિ, પોતાની ભુજારૂપી મજબૂત દંડથી અનેક ખંડમાં વિભાજિત કરી મુંડને ભૂમિશાયી બનાવનાર હે યોદ્ધાઓની અધિપતિ …………………….. તારો જયજયકાર હો!

अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते
चतुरविचार धुरीण महाशिवदूतकृत प्रमथाधिपते।
दुरितदुरीह दुराशयदुर्मति दानवदूतकृतान्तमते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥५॥

યુદ્ધ ક્ષેત્રમાં ઉન્મત્ત (ભયંકર) બનનારી, શત્રુવધ માટે ઉઘત, દેવોની અભેદ્ય શક્તિને ધારણ કરનાર, ચતુર વિચાર શિરોમણિ મહાશિવને દૂત બનાવનાર પ્રમથ (ગણો)ની સ્વામિનિ, પાપ, દુષ્ટ ઇચ્છા, મલિન વિચાર તેમ જ મલિન મતિને દૈત્યદૂતોનો પણ અંત લાવનાર. દૂર કરનાર ……………………. તારો જયજયકાર હો!

अयि शरणागत वैरिवधूवर वीरवराभयदायकरे
त्रिभुवन मस्तक शूलविरोधि शिरोधिकृतामल शूलकरे।
दुमिदुमितामर दुंदुभिनाद महो मुखरीकृत तिग्मकरे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||६||

શરણે આવેલા શત્રુપત્નીના શૂરવીર સ્વામીને વર અને અભય આપનારી, ત્રણેય ભુવનમસ્તક્ના દુ:ખને દૂર કરનાર મસ્તક પર મૂકેલા નિર્મળ ત્રિશૂળને હસ્તમાં ધારણ નારી (અથવા ત્રણે ભુવન મસ્તક્માં ત્રિશૂલના વિરોધી-દેવી શત્રુના મસ્તક પર જેણે પવિત્ર ત્રિશૂલને હસ્તમાં ધારણ ક્યું છે તેવી), દુમિ દુમિ નાદ કરતાં અમર દુંદુભિનાદથી ગાજતા યુદ્ધક્ષેત્રમાં તીક્ષ્ણ હથિયાર ધારણ કરેલ હસ્તવાળી……………………. તારો જયજયકાર હો!

अयि निजहुंकृतिमात्र निराकृत धूम्रविलोचन धूम्रशते
समरविशोषित शोणितबीज समुद्भवशोणित बीजलते।
शिवशिव शुम्भ निशुम्भमहाहव तर्पित भूत पिशाचरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥७॥

પોતાના હુંકરમાત્રથી ધૂમ્રલોચનને ભસ્મીભૂત કરનારી, સેંકડો ધૂમ્રરેખાવાળી, રણસ્થલીમાં રક્તબીજની નીકળેલી રક્તધારાઓનું પાન કરનારી, રક્તબીજને મારનારી, મહાયુદ્ધમાં (શિવ રૂપ ધારણ કરેલ) શુંભ-નિશુંભથી તૃપ્ત કરેલ ભૂતપિશાચોથી ઘેરાયેલી, ……………………. તારો જયજયકાર હો!

धनुरनुसंग रणक्षणसंग परिस्फुरदंग नटत्कटके
कनक पिशंगपृषत्कनिषंगरसद्भटशृंग हतावटुके।
कृतचतुरंग बलक्षितिरङ्ग घटद्वहुरंग रटद्वटु के
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||८||

ક્ષણવારમાં રણસંગ્રામમાં ધનુષ્ય સાથે અથડાવવાથી અંગોને ધ્રુજાવતી, કટકને નચાવતી, સુવર્ણ સમાન ધનુષ્યને બાણ ચડાવી ગર્જના કરનારી, ઉત્તમ રાક્ષસોની પીઠ પર પ્રહાર નારી, પૃથ્વી (યુદ્ધભૂમિ) રૂપ રંગમંચને ચતુરંગ બળથી આવૃત્ત કરી અનેક રૂપો ધારણ કરતી, રાક્ષસો સામે ગર્જના કરતી ……………………. તારો જયજયકાર હો!

जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते
झण झणझिंझिमि झिकृतनूपुर शिंजितमोहित भूतपते।
नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥९॥

હે વિજયી, તારો જયજયકાર હો! જય શબ્દથી અન્ય જેની સ્તુતિ માટે તત્પર છે તેવી વિશ્વવંદિત, ઝણ – ઝણ ઝંકારથી ઝંકૃત નૂપુરના મંજુલ અવાજથી ભૂપતિને મોહિત કરનાર, નટનાયક શિવજી સમાન નૃત્ય અને સંગીત પરાયણ……………………. તારો જયજયકાર હો!

अयि सुमनः सुमनः सुमनः सुमनः सुमनोहर कान्तियुते
श्रितरजनी रजनी रजनी रजनी रजनीकर वक्त्रवृते
सुनयनविभ्रमर भ्रमर भ्रमर भ्रमर भ्रमराधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१०||

હે સુમના, પુષ્પ સમાન સુંદર મનોહર કાંતિયુક્ત, રાત્રિનો આશ્રય લેનારી, ચંદ્ર સમાન દેદીપ્યમાન ગોળ મુખાકૃતિવાળી, ભ્રમર સમાન સુંદર અને વિલોભક એવાં નયનનાં હલનચલનથી ભ્રાંતિ – મોહ કરનારી ભ્રમરાધિપતિ……………………. તારો જયજયકાર હો!

सहितमहाहव मल्लमतल्लिक मल्लितरल्लक मल्लरते
विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते।
सितकृतफुल्लि समुल्लसिताकृणतल्लजपल्लव सल्ललिते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||११||

સુંદર કેશપાશને ધારણ કરતી, ભગવતી શૈલપુત્રી (મહિષાસુર મર્દનની) યુદ્ધક્રીડામાં કુસ્તીના નિરાળા દાવપેચ જાણતા પહેલવાનોની ટોળી સાથે લઈ (વિરોધીઓ સાથે) મલ્લયુદ્ધ થવાના અવસરે, પોતાના મલ્લોને પ્રોત્સાહિત કરી રહ્યાં હતાં. પોતાની વેલબુટાવાળી વેશભૂષાને ગરોળી, તમરાં વગેરેના આકારોથી શણગારનાર ભીલોથી ઘેરાયેલાં હતાં તે વખતે તમારા દિવ્ય સૌન્દર્યની છટા, લાલ બાલપર્ણોની પેઠે સુંદર લાગતી હતી જેને છેડે ઉઠાવ આવવાથી સફેદી છાઈ ગઈ હતી, હે ભગવતી આપના એ મહિષાસુર મર્દિનીસ્વરૂપને વારંવાર જયજયાર હો!

अविरलगण्डगलन्मदमेदुर मत्तमतंगज राजपते
त्रिभुवनभूषण भूतकलानिधि रूपपयोनिधि राजसुते।
अयि सुदतीजन लालसमानस मोहनमन्मथ राजसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१२||

ગંડપ્રદેશમાંથી સતત ઝરતા મદથી પુષ્ટ મદોન્મત્ત ગજરાજના અધિપતિ, ત્રણે ભુવનના અલંકાર રૂપ, ભૂતમાત્રની કલાના ભંડારરૂપ, રૂપસાગર સ્વરૂપ હે સજ્જનોના અતિ ઉત્સુક મનને મોહિત કરનાર કામરૂપી રાજતનયા ……………………. તારો જયજયકાર હો!

कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते
सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले।
अलिकुलसंकुल कुंवलय मण्डल मौलिमिलद्वकुलालिकुले
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१३||

કમલદલ સમાન નિર્મલ કોમલ કાંતિયુક્ત વિમલ ક્લાથી ચમકતા ભાલ પ્રદેશવાળી, મધુર કંઠવાળા હંસકુળના પણ સમસ્તવિલાસ ક્લાક્રમને ઢાંકી દેનાર સુંદર ક્રીડાયુક્ત ચાલવાળી, મસ્તક પર એકઠા થયેલ ભ્રમર સમૂહથી ઘેરાયેલા કમળચક્રને કારણે બકુલ અને ભ્રમરના આવાસ રૂપ ……………………. તારો જયજયકાર હો!

करमुरलीरववीजितकूजित लज्जितकोकिल मंजुमते
मिलितपुलिंद मनोहरगुंजित रंजितशैल निकुंजगते।
निजगुणभूत महाशबरीगण सद्गुणसं भृत केलिलते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१४||

હસ્તમાં ધારણ કરેલ મુરલીના મધુર ધ્વનિ સમાન કોયલને પણ લજ્જિતકરનાર મંજુભાષિણિ, કિનારા પરના મધુર ગુંજારવથી આનંદિત, પર્વતોની નિકુંજોમાં ગમન કરનારી, મૂઢ શબરીગણને પોતાના ગુણોથી સદ્ગુણ સંપન્ન કરનાર ક્રીડાલતા……………………. તારો જયજયકાર હો!

कटितटपीत दुकूलविचित्र मयूखतिरस्कृत चन्द्ररुचे
प्रणतसुरासुर मौलिमणिस्फुरदं शुलसन्नख चन्द्ररुचे।
जितकनकाचल मौलिपदोर्जित निर्भरकुंजर कुम्भकुचे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१५||

કટિ પ્રદેશ પર અદ્ભુત પીળું રેશમી વસ્ત્ર ધારણ કરવાથી ચંદ્રકિરણોને પણ ઝાંખા પાડી દે છે તેવી (ઉજ્જ્વળ) કાંતિયુક્ત, વંદન કરતા દેવ-દાનવોના મસ્તક પરના મણિના પ્રસરતા ચંદ્રકિરણથી ચમક્તા નખની કાંતિવાળી, મસ્તક્થી ચરણ સુધીના મેરુ પર્વતને પણ પરાજિત કરતા (સોનેરી) સુંદર સઘન કેશ તેમ જ કુંભ સમાન કુચપ્રદેશ ધરાવનાર ……………………. તારો જયજયકાર હો!

विजितसहस्रकरैक सहस्रकरैक सहस्रकरैकनुते
कृतसुरतारक संगरतारक संगरतारक सूनुसुते।
सुरथसमाधि समानसमाधि समाधिसमाधि सुजातरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१६||

સહસ્ત્ર જન (રાક્ષસો) પર એક્લે હાથે જીત મેળવનાર, સહસ્રયુક્ત, સહસ્રજન દ્વારા સ્તુતિ પામેલી એક્માત્ર, દેવતાઓને તારનાર, જ્ઞાન તારક, સંહાર (પ્રલય)માંથી ઉગારનાર, સૂર્યકન્યા, સમાધિમાં જેમ સુરથ રાજાને તેમ જ સમાધિમાં પ્રગટ થવામાં રત……………………. તારો જયજયકાર હો!

पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं स शिवे
अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत्।
तवपदमेव परंपदमेवनुशीलयतो मम किं न शिवे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१७||

કરુણારૂપ આશ્રયસ્થાનવાળી હે શિવા, પ્રતિદિન જે તારાં ચરણક્મલોમાં આશ્રય લે છે, તે હે કમલે, કમલાસના, (આપ) કમલાને પ્રાપ્ત કરનાર કેવી રીતે ન થાય? (અર્થાત્ આપને પ્રાપ્ત કરે જ) હે શિવા, તારા જ ચરણ મારા પરમપદના અનુશીલન (પ્રાપ્તિપ્રયત્ન) રૂપ નથી શું? (અર્થાત્ તારા જ ચરણ મારે માટે પરમપદના પ્રાપ્તિ પ્રયત્ન રૂપ છે)

कनकलसत्कल सिन्धुजलैरनुसिंचिनुते गुणरङ्गभुवं
भजति स किं न शचीकुचकुंभ तटीपरिरंभ सुखानुभवम्।
तवचरणं शरणं करवाणि नतामरवाणि निवासि शिवम्
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥१८॥

તું સુવર્ણસમાન ચમકતા અને મધુર અવાજવાળા (ભવ) સિંધુજળથી ગુણો (ત્રિગુણ) રૂપી રંગભૂમિનું સિંચન કરનાર છે, તો શું ઈંદ્રાણિ સમાન સુંદર એવા આપના આલિંગનનો આનંદાનુભવ તે ન ઇચ્છે? હે શિવના આશ્રયરૂપ ભગતિ, હું તારા ચરણોનું શરણ લઉં છું, અમરવાણીથી આપને નમસ્કાર છું.

तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते
किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विभुखीक्रियते।
मम तु मतं शिवनामधने भवति कृपया किमुत क्रियते
जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनि शैलसुते||१९||

ખરેખર, તારું ચંદ્રકુલ સમાન નિર્મળ મુખ સમસ્ત મલિનતા દૂર કરે છે, તો અનેક દ્વારા દેહમાં આહ્વાન પામેલી, ચંદ્ર સમાન મુખ ધરાવતી સુંદર વદન યુક્ત! આને આ સ્તુતિ નારે શું (તારાથી) વિમુખ કરે ખરા? હે શિવનામ રૂપી ધનવાળાં ભગવિત, હું તો માનું છું કે આપની કૃપા હોય તો પછી શેષ શું કરવાનું હોય? (અર્થાત્ બીજું કંઈ કરવાનું રહેતું નથી)

अयि मयि दीनदयालुतया कृपयैव त्वया भवितव्यमुमे
अयि जगतो जननी कृपयासि यथासि तथाऽनुमितासिरते।
यदुचितमत्र भवत्युररीकुरुतादु रुतापमपाकुरुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||२०||

હે ઉમા, દીનદયાળુ હોઈને તું મારા પર કૃપા કર (તારે કૃપા કરવી જોઈએ), હે અસિધારિણિ જગત્ જનનિ, તારા અનુગ્રહથી તું જેવી છે તેવી મેં માની (વર્ણવી) છે, હૃદયતાપને દૂર કરનાર હે ભગવતી, અહીં જે ઉચિત હોય તેનો સ્વીકાર કરજે!

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.