(૧) હિમાલયની તળેટીના બિલ્વવૃક્ષ નીચે ભગવાન શિવ અને પાર્વતી બેઠાં છે. બિલ્વવૃક્ષનાં પર્ણો એમના મસ્તક પર પડી રહ્યાં છે.
– અરે! કોઈ ભક્ત બિલ્વપર્ણથી આપણને પૂજે છે.
– અરે! મહારાજ, આ તો વાંદરો!
– વાંદરો!
(૨) જેવી શિવજીની નજર વાંદરા પર પડી કે તે ગાંધર્વ બની ગયા. તેમણે શિવપાર્વતીનાં ચરણોમાં પ્રણામ કર્યા.
– મહારાજ, આપની અમી નજરથી હું પાપમુક્ત બન્યો.
– તમે મારી બિલ્વપત્રથી પૂજા કરી અને હું પ્રસન્ન થયો છું. બીજા જન્મમાં તમે મહાન રાજા બનશો.
(૩) મહારાજ હું રાજા રૂપે ભલે જન્મું પણ અહંકાર સવાર ન થાય એ જોજો. એટલે મારો ચહેરો વાંદરાનો જ રહેવા દેજો. એટલે તમારી કૃપાથી જ આ જન્મ હું પામ્યો છું એ વાત મને સતત યાદ રહે. નિરભિમાની બનીને હું મારા માનવબંધુની સેવા કરીશ.
– વારુ, એમ થજો. તમારી ભૌતિક પ્રગતિ અને આધ્યાત્મિક પ્રગતિ હજો.
(૪) પછીના જન્મમાં આ ગાંધર્વ રાજા દિલીપ રાણી મંગલાવતીના પુત્ર રૂપે અવતર્યા. તેઓ મુચકુંદના નામે સુખ્યાત બન્યા. મુચુ એટલે વાનર.
(૫) ઋષિ વશિષ્ટે ભગવાન કાર્તિકેયને ભજવા મુચકુંદને એક મંત્ર આપ્યો.
– કાર્તિકેયની કૃપાથી તમને ઝળહળતી કીર્તિ મળશે.
– ગુરુના આશીર્વાદ એ પ્રભુકૃપા!
(૬) મુચકુંદની મહાનતાની જાણ ઈંદ્રને થઈ. ઈંદ્રે દેવોને માટે ભયરૂપ રાક્ષસ વાલનની સામે લડવા રાજાની મદદ માગી.
– મુચકુંદ તમારી મદદથી હું એ રાક્ષસને હણી શક્યો. હું તમને વરદાન આપવા માગું છું.
– જો તમે મને વરદાન આપવા માગતા હો તો તમારી સાથે રહેલ અને મહાવિષ્ણુએ ભજેલ સોમસ્કંદની પ્રતિમા મને આપો.
(૭) ઈંદ્રને એ મૂર્તિ આપવાનું ન ગમ્યું. એટલે એમણે બીજી છ મૂર્તિઓ એના જેવી જ બનાવી અને એ સાતેયને એકીસાથે મૂકી.
– મિત્ર, આમાંથી ગમે તે એક લઈ લે.
(૮) ભક્તિભાવના પ્રતાપે મહાવિષ્ણુએ ભજેલ મૂર્તિ મુચકુંદે પસંદ કરી. ઈંદ્રે એ મૂર્તિ આપવી પડી. દેવોના ગુરુ બૃહસ્પતિએ નારદજીને કહ્યું…
– મુચકુંદ, હવે મને તમારી ભક્તિની ખબર પડી. આ સાતે સાત મૂર્તિ લઈ જા.
– જો તમે ભેટ આપતાં અચકાઓ તો તમારે એકને બદલે સાતેય આપવી પડે, આ સત્ય છે.
(૯) મુચકુંદે તિરુવરુરમાં ભગવાન શિવ, ઉમા અને સોમસ્કંદને નામે જાણીતી કાર્તિકેયની મૂળ મૂર્તિઓ સ્થાપી. બીજી છ મૂર્તિઓ એમણે તિરુનાલ્લરુ, તિરુનાગૈકારણમ્, તિરુક્કુવલઈ, તિરુક્કારાઈલ, તિરુવાયમુર અને તિરુમારૈકડુ (વેદારણ્યમ્)માં સ્થાપી.
– આ બધા સ્થળે અવિરત અને નિયમિત પૂજા થવી જોઈએ.
– આ માટે આવશ્યક નિધિ રચી શકીએ.
(૧૦) જ્યાં સુધી કાર્તિકેયે સૂરપદ્મ નામના રાક્ષસને હણ્યો ત્યાં સુધી મુચકુંદે ઈંદ્રને આ પૃથ્વીનું શાસન કરવામાં મદદ કરી. તેઓ મુચકુંદને વરદાન આપવા માગતા હતા.
– યુદ્ધમાં અવિરત લડીને હું થાકી ગયો છું. હવે મારે આરામ કરવો જોઈએ. આ વરદાનની મારે જરૂર છે.
– વારુ, તમારી ઊંઘમાં જે વિઘ્ન નાખશે તે બળીને ભસ્મ થશે.
(૧૧) પર્વતની ગુફામાં મુચકુંદ ઊંઘી ગયા.
(૧૨) કાલયવન નામનો રાક્ષસ શ્રીકૃષ્ણ સાથે લડવા આવ્યો. જાણે કે તેનાથી ડરતા હોય તેમ શ્રીકૃષ્ણ નાસ્યા અને મુચકુંદની ગુફામાં છુપાઈ ગયા.
– અરે, દુષ્ટ કૃષ્ણ! તું ક્યાં છુપાયો છે? તું મારાથી છટકી નહિ શકે, હા..હા.. હવે તારી યુક્તિ મારી સામે કામ નહિ આવે.
(૧૩) આ કોલાહલથી રાજા મુચકુંદની ઊંઘ ઊડી.
– આ દેકારો શેનો? મને કોણે જગાડ્યો?
– દેકારો કરનાર રાક્ષસ તરત જ બળીને ભસ્મ થઈ ગયો.
(૧૪) કાર્તિકેય અને દેવયાનાનાં લગ્નમાં તિરુપારણકુંદ્રમ્માં મુચકુંદે નિષ્ઠાથી કામ કર્યું.
– મુચકુંદ તમે મારા વિશેષ મહેમાન છો.
– હે ઈંદ્ર, આ મારું સદ્ભાગ્ય છે અને તમારી અમીદૃષ્ટિ પણ.
(૧૫) મુચકુંદે પોતાના પુત્રને રાજ્ય સોંપ્યું અને ગંધમાદન પર્વત પર આકરું તપ કર્યું. તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષ મેળવ્યો.
Your Content Goes Here




