ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે, અર્જુન પણ શ્રીકૃષ્ણનું વિવિધ નામે સંબોધન કરે છે. આ બધાં નામ પ્રસંગાનુસાર યથાર્થ સંદર્ભ અને સ્થાનને અનુરૂપ મહત્ત્વ ધરાવે છે. ઘણી વખત નામોની પુનરાવૃત્તિ પણ કરાઈ છે. ગીતામાં જોવા મળતાં એવાં નામની યાદી નીચે મુજબની છે. પ્રત્યેક નામનો અર્થ પણ અપાયો છે.

શ્રીકૃષ્ણનાં નામ

अच्युत – પોતાના મહિમામાં સર્વદા સુપ્રતિષ્ઠિત

अक्षर – અવિનાશી

अव्यय – જેનામાં ક્ષય-ક્ષતિ નથી

अनन्त – ચિરંતન, શાશ્વત

अनन्तरूप – અનેકરૂપવાળા

आदिदेव – આદિકારણ, સર્વ દેવોના સ્રોતરૂપ દિવ્યતા

अरिसूदन – શત્રુઓનો નાશ કરનાર

ईश्वर – સચરાચર પર અમર્યાદ ઐશ્વર્ય કે સત્તાધારી

कमलपत्राक्ष – કમળપર્ણ જેવાં નેત્રવાળા

काल – સમય જે સર્વસ્વનું સીમાંકન કરીને મર્યાદા મૂકે છે

किरीटिन्‌ – મુકુટધારી

केशव – જેઓ સ્વયં ત્રણેય છે, ક: (બ્રહ્મા), અ: (વિષ્ણુ) અને ઈશ (શિવ)

केशिनिषूदन – કેશી નામના અસુરનો સંહાર કરનાર

कृष्ण – ‘કૃષ્‌’ સત્‌ દર્શાવે છે, ‘ણ’ પરમાનંદ દર્શાવે છે, તેઓ સચ્ચિદાનંદ છે

गदिन – જેઓ બુદ્ધિરૂપી કૌમોદકી ગદા ધારણ કરે છે

गोविंद – પૃથ્વીના સ્વામી, ગાયોના સ્વામી, શબ્દોના સ્વામી

चक्रिन – જેઓ મનરૂપી સુદર્શન ચક્ર ધારણ કરે છે અથવા જેઓ સંસાર–ચક્ર ચલાવે છે

चतुर्भुज – વાસુદેવ સ્વરૂપે કાયમ પ્રસ્તુત કરાતા ચાર ભુજાધારી

जनार्दन – જેઓ દુષ્ટો પર દુ:ખ-કષ્ટ મૂકે છે અથવા સૌ ભક્તો સાંસારિક સફળતા અને મુક્તિ માટે જેમની પ્રાર્થના કરે છે

जगत्पते – સમગ્ર સંસારના સ્વામી કે અધિપતિ

जगन्निवास – જેમનામાં સમગ્ર બ્રહ્માંડનો અધિવાસ છે.

त्वम्‌ – આપ (તમે)

देवदेव – દેવોનાય દેવ

देव – તેજસ્વી અથવા પ્રકાશમય

देववर – દેવોમાં સર્વોત્તમ

देवेश – જેઓ દેવોના પણ ઈશ્વર છે

धर्मगोप्ता – જેમનું સ્વરૂપ ધર્મ દ્વારા ઉદ્‌ઘાટિત થાય છે

परमेश्वर – જેઓ સર્વ જીવો પર આધિપત્ય ધરાવે છે એવો પરમ

परब्रह्मा – પરમ બ્રહ્મ

परंधाम – સર્વ જીવોનું આત્યંતિક ધામ (વાસ-સ્થાન)

पवित्र – પાવનકારી

परम-पुरुष – સર્વોત્તમ પુરુષ કે આત્મા

पुराण-पुरुष – આદિ કારણરૂપ પુરુષ

पुरुषोत्तम – સર્વ પુરુષો(અત્માઓ)માં મહાનતમ. સર્વ વ્યષ્ટિ આત્માઓથી મહાનતર

प्रभो – પ્રભુ. જેઓ સર્વનું અતિક્રમણ કરે છે

भवान्‌ – આપ (તમે)

भूतमहेश्वर – સર્વ જીવોના રૂપે મહાન એવા પરમ ઈશ્વર

भूतानाम्‌ ईश्वर – સર્વ જીવોના પરમ ઈશ્વર

माधव – ‘મા’ અર્થાત્‌ મહાલક્ષ્મીના સ્વામી, અથવા જેઓ ‘મા’ એટલે કે જ્ઞાનના ઈશ્વર છે.

मधुसूदन – મધુ નામના અસુરનો સંહાર કરનાર

महाबाहो – પરાક્રમી હાથવાળા

महात्मन्‌ – મહાન આત્મા એવા

यादव – યદુકુળના

योगिन्‌ – યોગમાં પ્રવીણ

योगेश्वर – યોગ દ્વારા અનુભૂતિ કરાતા ઈશ્વર અને બધા યોગોના સ્વામી

लोकमहेश्वर – બધા લોક (ધામ)ના અધિપતિ

वार्ष्णेय – વૃષ્ણિ વંશમાં અવતાર ધારણ કરેલ

वासुदेव – પરમાત્મા કે જેમાં સર્વ જીવોનો વાસ છે અને જેઓ સર્વ જીવોમાં વાસ કરે છે

विभो – જેઓ હિરણ્યગર્ભમાંથી અનેક રૂપે પ્રગટ્યા

विश्वरूप – વિશ્વ-બ્રહ્માંડરૂપે જેઓ અભિવ્યક્ત થયા છે

विश्वेश्वर – વિશ્વ-બ્રહ્માંડના ઈશ્વર

विश्वनिधान – વિશ્વ-બ્રહ્માંડનો આધાર (સહારો)

विष्णो – ભગવાન વિષ્ણુ, સર્વવ્યાપક પરમાત્મા

विश्वमूर्ते – વિશ્વ-બ્રહ્માંડરૂપે અભિવ્યક્ત થયેલા

वेदान्तकृत्‌ – જેમણે વેદાંતમતનું પ્રાગટ્ય કર્યું

वेदै: वेद्य – વેદો મારફત જેમને જાણી શકાય

वेदविद्‌ – જેઓ સર્વ વેદોના જ્ઞાતા છે

वृष्णीनां – જેઓ વૃષ્ણિ વંશના છે

शाश्वत्‌ – ચિરંતન, સનાતન

सर्वम्‌ – સર્વ

सर्व लोकमहेश्वर – બધા લોક(ધામ)ના અધિપતિ

सनातन पुरुष – શાશ્વત ઈશ્વર

सहस्रबाहो – અગણિત હસ્ત ધરાવનાર

सर्व – સર્વ

हरि – જેઓ સર્વ ભક્તોને પોતાના તરફ આકર્ષે છે

हृषीकेश – ઇન્દ્રિયોના સ્વામી અને શાસક

અર્જુનનાં નામ

अर्जुन – જે કાર્ય કે કર્તવ્ય કર્મમાં વિશુદ્ધ છે તે

अनघ – નિષ્પાપ

कपिध्वज – જેના રથની ધજામાં હનુમાન અંકિત છે

किरीटी – મુગુટધારી

कौन्तेय – કુંતીના પુત્ર

कुरुसत्तम – કુરુઓમાં ઉત્તમ

कुरुश्रेष्ठ – કુરુઓમાં શ્રેષ્ઠ

कुरुप्रवीर – કુરુઓમાં સર્વોત્તમ

कुरुनंदन – કુરુવંશના

गुडाकेश – જેણે નિદ્રા પર આધિપત્ય મેળવ્યું છે અને જે સર્વદા સજાગ અને શક્તિપૂર્ણ છે.

तात – બાળક, સંતાન, વત્સ

धनंजय – કારણ કે અર્જુને ચારેય દિશાનાં રાજ્યો પર વિજય મેળવીને ધન મેળવ્યું હતું

धनुर्धर – ધનુષ્ય ખેલનાર

देहभृतांवर – દેહધારીઓમાં શ્રેષ્ઠ

पाण्डव – પાંડુના પુત્ર

पार्थ – પૃથા(કુંતી)ના પુત્ર

परंतप – શત્રુઓને તપાવનાર

पुरुष व्याघ्र – મનુષ્યોમાં શ્રેષ્ઠ (વાઘ)

पुरुषर्षभ – મનુષ્યોમાં શ્રેષ્ઠ (વૃષભ)

भारत – ભરતના વંશજ

भरतर्षभ – ભરતવંશીઓમાં શ્રેષ્ઠ (વૃષભ)

महाबाहो – શક્તિશાળી હસ્ત ધરાવનાર

सव्यसाचिन्‌ – જે ડાબા હાથે પણ તીરંદાજી કરી શકે છે

भरतसत्तम – જ્ઞાન અને વિવેક સંપન્ન લોકોમાં શ્રેષ્ઠ

Total Views: 7

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.