जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे।
यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥

જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા સંહાર કરવા સમર્થ છે તેવાં હે જગદ્ધાત્રી! તમને પ્રણામ, હે વિષ્ણુને વહાલાં દેવી! તમને પ્રણામ.

नमस्तुलसि कल्याणि नमो विष्णुप्रिये शुभे।
नमो मोक्षप्रदे देवि नमः सम्पत्प्रदायिके॥२॥

હે કલ્યાણકારિણી તુલસી દેવી! તમને પ્રણામ, હે વિષ્ણુને પ્રિય તુલસી દેવી! તમને પ્રણામ; હે મોક્ષદાયિની દેવી! તમને પ્રણામ, હે સંપત્તિપ્રદાયિની દેવી! તમને પ્રણામ.

तुलसी पातु मां नित्यं सर्वापद्भ्योऽपि सर्वदा।
कीर्तितापि स्मृता वापि पवित्रयति मानवम्॥३॥

હે તુલસીદેવી! સર્વ આપત્તિઓમાં તમે મારું સર્વદા રક્ષણ કરો; તમારા મહિમાનું ગાન કરવાથી તથા તમારું સ્મરણ કરવાથી માનવમાત્ર પવિત્ર થાય છે.

तुलसी पातु मां नित्यं सर्वापद्भ्योऽपि सर्वदा।
कीर्तितापि स्मृता वापि पवित्रयति मानवम्॥३॥

હે તેજપુંજવાળાં દેવી તુલસી! તમને હું મસ્તક નમાવી પ્રણામ કરું છું, જેમનાં દર્શનમાત્રથી મર્ત્યજીવો સર્વ પાપમાંથી મુક્તિ પામે છે.

(‘તુલસી સૂક્ત’માંથી)

Total Views: 4
By Published On: November 1, 2025Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.