જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જળ થાજો,

દીન દુઃખીયાનાં આંસુ લો’તાં
અંતર કદી ન ધરાજો
મારું જીવન અંજલિ થાજો!

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો
ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો,
મારું જીવન અંજલિ થાજો!

વણથાક્યા ચરણો મારાં નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો!

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો,
મારું જીવન અંજલિ થાજો!

Total Views: 376

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.