सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि ।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥
सिध्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्ति प्रदायिनि ।
मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥
आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि ।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तु ते ॥
स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे ।
महापापहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥
બધું જ જાણનારી, બધાંને વર પ્રદાન કરનારી, બધા દુષ્ટોને ભય પમાડનારી અને બધાં દુ:ખોને દૂર કરનારી, હે દેવી મહાલક્ષ્મી, તમને પ્રણામ. સિદ્ધિ, બુદ્ધિ, ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી હે મન્ત્રપૂત ભગવતી મહાલક્ષ્મી! તમને પ્રણામ. હે દેવી! હે આદિ-અન્તરહિત આદિ શક્તિ! હે મહેશ્વરી! હે યોગથી પ્રગટ થયેલી ભગવતી મહાલક્ષ્મી! તમને પ્રણામ. હે દેવી! તમે સ્થૂળ, સૂક્ષ્મ, મહારૌદ્રરૂપિણી મહાશિક્ત છો, મહોદરા છો, મોટાં મોટાં પાપોનો નાશ કરનારી છો, તમને પ્રણામ.
Your Content Goes Here




