देवीप्रसन्नवदने करुणावतारे दिव्योज्जवलद्युतिमयि त्रिजगज्जनित्रि।
कल्‍याणकारिणि वराभयदानशीलं मातर्विराज सततं मम हृत्सरोजे॥

ब्रह्मस्‍वरूपिणि शिवे शुभदे शरण्ये चैतन्यदायिनि भवाम्बुधिपारनेत्रि।
शान्तिप्रदे सुविमले सकलार्तिनाशे मातर्विराज सततं मम हृत्सरोजे॥

પ્રસન્ન મુખમંડળવાળા, જે દયાના અવતારસ્વરૂપ છે, દિવ્ય ઉજ્જ્વલ પ્રકાશયુક્ત, ત્રણેય લોકનું નિર્માણ કરનારા, બધાનું કલ્યાણ કરનારા, વરદાન અને અભયદાન દેવાનો જેમનો સ્વભાવ છે, એવા હે દેવી માતા! મારા હૃદયકમળમાં નિત્ય વિરાજમાન રહો.

સ્વયં બ્રહ્મસ્વરૂપિણી, કલ્યાણમયી, માંગલ્યદાયી, શરણાગતોનું આશ્રયસ્થાન, ચૈતન્યદાયિની, સંસારસાગરમાંથી પાર કરનારા, શાંતિ આપનારા, અતિ નિર્મળ સ્વભાવવાળા, સર્વદુ:ખોનો નાશ કરનારા, એવા હે દેવી માતા! મારા હૃદયકમળમાં નિત્ય વિરાજમાન રહો.

(‘સારદાદેવ્યષ્ટકમ્‌’, શ્લોક : ૧-૨)

Total Views: 191
By Published On: December 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.