क्वाम्बा शिवा क्व मृणनं मम हीनबुद्धेर्दोभ्यां विधर्तुमिव यामि जगद्विधात्रीम्।
चिन्तयं श्रिया सुचरणं त्वभयप्रतिष्ठं सेवापरैरभिनुतं शरणं प्रपद्ये॥
या मा चिराय विनयत्यतिदु:खमार्गैरासिद्धित: स्वकलितैर्ललितैर्विलासै:।
या मे मतिं सुविदधे सततं धरण्यां साम्बा शिवा मम गति: सफलेऽफले वा॥
હે મા, ક્યાં આપ અને ક્યાં આ હીનબુદ્ધિ દ્વારા રચેલી મારી સ્તુતી! સમસ્ત જગતને આધાર આપનાર મા ભગવતીને જાણે કે હું બે હાથથી પકડી રાખવા ઇચ્છું છું. સર્વ પ્રકારે નિર્ભય એવાં તમારાં શ્રીચરણોનું ચિંતન શ્રીદેવી પોતે જ કરે છે. તમારા સેવકો દ્વારા વંદન કરાયેલાં આપનાં શ્રીચરણોનો હું આશ્રય લઉં છું.
જે મને દીર્ઘકાળથી સંકટમય માર્ગ ઉપર પણ સહજરીતે હસતાંખેલતાં કાર્યસિદ્ધિ તરફ દોરી રહી છે, જેમણે પૃથ્વી પરના મારા આયુષ્યકાળ દરમિયાન મારી બુદ્ધિને સતત પ્રેરણા આપી છે, એ સર્વમયી માતા જ મારો મુખ્ય આધાર છે, પછી ભલે મારું કાર્ય સફળ રહે કે નિષ્ફળ.
(‘અંબાસ્તોત્ર’, શ્લોક : ૬-૭)
Your Content Goes Here




