રામકૃષ્ણ મિશન, લીંબડી
૨૮મી ઓગસ્ટે આ સંસ્થા દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં ૩૩ પુરુષો, ૨૮ સ્ત્રીઓ મળીને ૬૧ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. એમાંથી ૩૫ દર્દીઓ શહેરી વિસ્તારના અને ૨૬ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના હતા. ૮ દર્દીઓનાં સૌરાષ્ટ્ર આઈ-સેન્ટર વીરનગરમાં વિનામૂલ્યે મોતિયાનાં ઓપરેશન થયાં હતાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
૧૦ સપ્ટેમ્બરે, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાની અમેરિકાની યાત્રાનાં સંસ્મરણોનો ‘અમેરિકામાં સ્વામીજીનાં પગલે પગલે’ વિષય પર એક વાર્તાલાપ આપ્યો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટના વિવેકહોલમાં યોજાયેલ આ વાર્તાલાપનો લાભ બહોળી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. અત્યંત રસપ્રદ શૈલીમાં એમણે પોતાના પ્રવાસનાં ચિરસ્મરણીય સ્મરણો રજૂ કર્યાં હતાં.
૧૧ સપ્ટેમ્બરે, વિવેક હોલમાં ‘સ્વામી વિવેકાનંદ અને શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ’ની સ્મૃતિમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ઉપસ્થિત ભક્તજનો સમક્ષ સ્વામીજીની શિકાગો યાત્રા, હેતુ, અવરોધો, દૈવીકૃપા, સફળતા વિ.ની અત્યંત ભાવમય અને વિશદ ચર્ચા કરી હતી. આ જ દિવસે સ્વામી સર્વસ્થાનંદ તથા સ્વામી સ્વામી નીલકંઠાનંદજીએ ધોળકિયા સ્કૂલ અને મોદી સ્કૂલનાં ભાઈ-બહેનોને સંબોધ્યા હતા.
૧૨ સપ્ટેમ્બરે, વિવેક હોલમાં સંધ્યા આરતી પછી રામકૃષ્ણ મિશન, સેવાશ્રમ, વારાણસીના સ્વામી નીલકંઠાનંદજીનું ‘શ્રીરામકૃષ્ણદેવે દર્શાવેલ સાધના પદ્ધતિઓ’ વિશે એક વ્યાખ્યાનનું આયોજન થયું હતું. વિશેષકરીને શ્રીરામકૃષ્ણ કથામૃતને લક્ષ્યમાં રાખીને એક અનોખી અને રસપ્રદ શૈલીમાં અપાયેલ આ વ્યાખ્યાનને ભક્તજનોએ માણ્યું હતું. આ વ્યાખ્યાનની સી.ડી. આશ્રમના પુસ્તકવેંચાણ વિભાગમાં પ્રાપ્ય છે.
૧૨ સપ્ટેમ્બરે, રાજકોટના પંચનાથ મંદિરના ઔષધાલયમાં વિવેકાનંદ આઈ કેર સેન્ટર દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૧૪ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી ૨૦ દર્દીઓનાં ઓપરેશન આશ્રમના વિવેકાનંદ આઈ કેર સેન્ટરમાં થયાં હતાં.
Your Content Goes Here




