(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદની ૧૬૧મી તિથિપૂજા, શનિવાર, ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ પૂજા, હવન અને ભજનનું આયોજન થયું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ’ પર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ૧૦૦૦થી વધુ ભક્તોએ પ્રસાદ લીધો હતો. તે જ દિવસે સાંજે મંદિરમાં શિવ-નામ-સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૨ જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે યુવા-સંમેલનનું આયોજન થયું હતું, જેમાં ૬૦૦ યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો અને ૨૭૦૦ લોકોએ ઓનલાઇન કાર્યક્રમ માણ્યો હતો. તેનું યુ-ટ્યુબ ચેનલ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
રાજકોટનાં ડે. મેયર ડો. દર્શિતા શાહ, લોકપ્રિય વક્તા શ્રી સંજય રાવલ, રામકૃષ્ણ વેદાંત કેન્દ્ર, લુસાકા(ઝામ્બિયા)ના સચિવ સ્વામી ગુણેશાનંદજી, રામકૃષ્ણ મઠ, ભુવનેશ્વરના સ્વામી આર્યાનંદજી તથા અન્ય મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યાં હતાં. પ્રશ્નોત્તરી-સત્ર ખૂબ જ રસપ્રદ રહ્યું તેમજ પ્રેરણાદાયી વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા, અને યુવાનો દ્વારા સમૂહગીતનું ગાયન થયું હતું. તમામ સહભાગીઓને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો સેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ-તિથિપૂજાની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે યુવ સંમેલન
શિયાળુ રાહત કાર્ય
શ્રીમા શારદાદેવી જન્મોત્સવ પર ‘નારાયણ સેવા’ નિમિત્તે રવિવાર, ૧૮મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ જરૂરિયાતમંદ, વિશેષ દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમના રહેવાસીઓને ૧૨૫૦ ધાબળાનું વિતરણ થયું હતું, બધાને ભાવપૂર્વક ભોજન કરાવાયું હતું.
શિયાળુ રાહતના ભાગરૂપે ૨૯.૧૨.૨૦૨૨ના રોજ ગોંડલની મોંઘીબા ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને ૪૧૫ ધાબળા અને ઉપલેટાના વિદ્યાર્થીઓ અને રહેવાસીઓને ૪૧૧ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વળી આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના રહેવાસીઓને ૫૦૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રામકૃષ્ણ મઠ, અમદાવાદ
૧૨મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ, અમદાવાદમાં અને સાણંદ તાલુકા (જિ. અમદાવાદ)ના ગ્રામ્ય વિસ્તારોમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી થઈ હતી.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી
અમદાવાદ શહેરના ચાર અલગ અલગ વિસ્તારોમાં બુકસ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૧૦ પ્રાથમિક શાળાઓમાં સ્વામી વિવેકાનંદની છબિની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા, પ્રવચનો અને રેલીનું આયોજન થયું હતું અને તેમાં હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વામી વિવેકાનંદની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
૭ જાન્યુઆરીના રોજ ‘યુવા શિબિર’નું આયોજન થયું હતું, જેમાં શિક્ષકો, ભક્તો, શહેરના મહાનુભાવો સહિત ૪૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી વિમલાત્માનંદજીએ આશીર્વચન પાઠવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં રજત જયંતી સ્મરણિકાનું વિમોચન
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ ૧૧૦ વિદ્યાર્થીઓને ૧૨ જાન્યુઆરીના રોજ પારિતોષિક-વિતરણ કરાયું હતું.
આ કેન્દ્રને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ‘રજત જયંતી મહોત્સવ’ના ઉપલક્ષ્યમાં ૮ જાન્યુઆરીના રોજ યોજાયેલ કાર્યક્રમમાં એક સ્મરણિકાનું વિમોચન રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી વિમલાત્માનંદજીના વરદ હસ્તે કરાયું હતું.
Your Content Goes Here





