શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૧૪-૧૫-૧૬ નવેમ્બરના રોજ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, રાંચી-મોરાબાદીના સચિવ સ્વામી શશાંકાનંદજી મહારાજના ‘શ્રીરામકૃષ્ણ કથાસરોવર’, એ વિશે ગીત-સંગીત સાથેનાં ત્રણ પ્રવચનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

૧૭-૧૮-૧૯ નવેમ્બરના રોજ મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ સાર અને શ્રીરામકૃષ્ણદેવ-શ્રીમા સારદાદેવી અને સ્વામીજીના જીવનસંદેશ વિશે તુલનાત્મક વ્યાખ્યાનો’ સ્વામી શશાંકાનંદજીએ આપ્યાં હતાં.

૨૦ નવેમ્બરના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી મહારાજનું મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી ‘શ્રીમા સારદાદેવી: જીવન અને સંદેશ’ એ વિષય પર વ્યાખ્યાનનું આયોજન થયું હતું.

૧૬ થી ૨૧ નવેમ્બર સુધી શ્રીમંદિરમાં જપયજ્ઞનું આયોજન થયું હતું. આ જપયજ્ઞમાં ત્રીસેક ભક્તોએ ભાગ લીધો હતો.

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.