૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રવિવારે રાજકોટની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અત્યંત ગરીબ પરિવારનાં બાળકોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણમાં આવીને શ્રીઠાકુરપૂજા, વેદમંત્રોચ્ચાર, ભજનસંગીત, રમતગમત, શિક્ષણવાચનની એક અનોખી શિક્ષણ તાલીમ મેળવીને શિક્ષણ પ્રત્યેનો અભિગમ કેળવ્યો હતો. આવી શિક્ષણ અને મૂલ્યલક્ષી કેળવણીની આ સંસ્થામાં અવારનવાર યોજાતી તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસરુચિ કેળવાશે અને ભવિષ્યમાં એક સારા પ્રબુદ્ધ નાગરિક બનશે.
Your Content Goes Here




