રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય
૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ

ચીજવસ્તુબેલુર મઠવડોદરા મિશન
ચોખા૧૦૧૫૦ કિલો૧૮૦૯ કિલો
મગદાળ૩૦૪૫ કિલો૧૧૨.૫ કિલો
તુવેરદાળ૩૯૬ કિલો
મીઠંુ૧૦૧૫ કિલો
તેલ૧૦૧૫ કિલો૨૮૩.૫ કિલો
ખાંડ૧૦૧૫ કિલો
ચા૧૦૧.૫ કિલો
ઘઉંનો લોટ૧૦૧૫૦ કિલો૧૪૧૭.૫ કિલો
બાજરીનો લોટ૧૪૧૭.૫ કિલો
જુવારનો લોટ૨૮૩.૫ કિલો
મરચું પાઉડર૨૦૩ કિલો
હળદર પાઉડર૧૦૧.૫ કિલો

 

ચીજવસ્તુબેલુર મઠવડોદરા મિશન
ધાણાજીરૂ૧૦૧.૫ કિલો
ચણા૨૦૩૦ કિલો
દૂધનો પાઉડર૨૦૭.૫ કિલો
મીણબત્તી૧૨૧૮૦ નંગ
બાકસ બોક્સ૧૦૧૫ નંગ
મીક્સ ફરસાણ૫૦૭.૫ કિલો
નમકીન૯૦૦ કિલો
પારલે બિસ્કીટ૩૦૪૫ નંગ૫૬૭ નંગ
તાલપત્રી૧૦૧૫ નંગ
થાળીવાટકા૫૬૭ નંગ
સ્ટીલના ગ્લાસ૫૫૯ નંગ
ગરમ મસાલા૪૫

 

બીલખાના પવિત્ર આનંદ આશ્રમમાં યોજાયેલ સાધના શિબિર

            ૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ બીલખાના મહાન ચિંતક નથુરામ શર્માના આનંદ આશ્રમમાં બે દિવસની સાધના શિબિરનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું. રામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદ; પોરબંદર મિશનના સચિવ સ્વામી આત્મદિપાનંદ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી ઇષ્ટમયાનંદ, સ્વામી દયાર્ણવાનંદ, શંકરેશાનંદ; વડોદરા મિશનના સ્વામી મંત્રેશાનંદ, યોગસિદ્ધાનંદ; આ ઉપરાંત ઉજ્જૈનથી આવેલા અતિથિ સંન્યાસી સ્વામી આદિત્યાનંદની નિશ્રામાં ગુજરાતભરના ૨૦૦ જેટલા ભક્તોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરમાં જપ, ધ્યાન, ભજન, સદ્ગ્રંથવાચન, વૈદિક મંત્રોચ્ચાર, મંગળા આરતી, સંધ્યા આરતી, રામનામ સંકીર્તન, દક્ષિણામૂર્તિ સ્તોત્ર પઠન, શ્રીમાનામ સંકીર્તન તથા આસપાસનાં પાવનધામોનાં દર્શનનો લાભ બધા ભાવિકોએ લીધો હતો.

          ૨ સપ્ટેમ્બરે રાત્રે રામનાથ શિવમંદિરના પરિસરમાં ધૂણો જલાવીને શ્રીરામકૃષ્ણ અષ્ટોત્તર નામ સાથે ઘીની આહુતિ અપાઈ હતી. બે દિવસ સુધી બીલખામાં જાણે કે એક દિવ્યાનંદનું મંગળ અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રેરક પ્રવચનો પણ યોજાયાં હતાં. આનંદ આશ્રમના સંવાહકોએ ભોજન-અલ્પાહાર અને ઉતારાની સુંદર વ્યવસ્થા કરી હતી. આનંદ આશ્રમથી વળતી યાત્રામાં ૩ સપ્ટે.ના રોજ કાગવડ પાસે આવેલ સુખ્યાત ખોડલધામ સંકુલની મુલાકાતને ભાવિકોએ માણી હતી. ચા-નાસ્તાની મજા માણીને સાધકોએ ગોંડલમાં ભુવનેશ્વરીપીઠની મુલાકાત વખતે ભુવનેશ્વરીમાતાનાં દર્શન કર્યાં અને ત્યાં રાત્રિભોજન લીધું હતું.

Total Views: 491

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.