रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः।
ज्योत्स्नायै चेन्दुरुपिन्यै सुखायै सततं नमः॥
સંહાર કરનાર શક્તિરૂપ રૌદ્રા, દેશકાલાદિકથી અવિચ્છિન્ન રૂપે નિત્યા, પાર્વતી-ગૌરી તથા સર્વને ધારણ કરનાર ધાત્રીરૂપા દેવી તમને અમારા વારંવાર નમસ્કાર છે. વળી, જ્યોતિસ્વરૂપા જ્યોત્સના, આનંદદાયિની ચંદ્રસ્વરૂપા અનેે સુખરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ.
कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः।
नैर्ऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नमः॥
શરણે આવનાર સૌનું કલ્યાણ કરનારાં, ઐશ્વર્યની વૃદ્ધિ કરનારાં અને કાર્યસિદ્ધિ કરનારાં તથા પૃથ્વીને ધારણ કરનારાં કૂર્મરૂપા દેવીને અમારા વારંવાર નમસ્કાર છે. વળી, લક્ષ્મીસ્વરૂપા, રાજ્યલક્ષ્મીસ્વરૂપા અને શંભુપત્ની સ્વરૂપા દેવી તમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ.
दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै।
ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः॥
દુ:ખપૂર્વક પણ જેનો પાર પામી ન શકાય તેવાં, તથા દુર્ગમા, સર્વના સારરૂપ તથા કારણસ્વરૂપા, કીર્તિસ્વરૂપા, અને કાલરાત્રીસ્વરૂપા કૃષ્ણવર્ણવાળાં તેમજ ધૂમ્રવર્ણવાળાં દેવી આપને અમારા વારંવાર નમસ્કાર છે.
(‘શ્રીદુર્ગાસપ્તશતી’માંથી)
Your Content Goes Here




