मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे ।
न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥

હું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નથી, (હું) કાન કે જીભ નથી અને (હું) નાસિકા કે નેત્ર નથી. વળી (હું) આકાશ, પૃથ્વી, તેજ, વાયુ પણ નથી. (પરંતુ) હું ચિદાનંદરૂપ શિવ છું, શિવ છું.

न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुः न वा पञ्चकोशः ।
न वाक्पाणिपादं न चोपस्थपायू चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥२॥

(આ) પ્રાણ સમુદાય હું નથી, અને વળી પાંચ વાયુ, સપ્તધાતુ, પંચકોશ, વાણી, હાથ, પગ, ઉપસ્થ અને પાયૂ (ગુદા) પણ હું નથી. હું ચિદાનંદરૂપ શિવ છું, શિવ છું.

न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥३॥

મને રાગ અને દ્વેષ નથી, મારે લોભ અને મોહ નથી, મારામાં મદ નથી અને માત્સર્યભાવ પણ નથી. મારે માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ નથી. હું ચિદાનંદરૂપ શિવ છું, શિવ છું.

(આદિ શંકરાચાર્ય વિરચિત ‘નિર્વાણષટ્‌કમ્‌’માંથી)

Total Views: 344
By Published On: May 1, 2025Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.