प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः ।
मुखाम्बुजश्री रघुनन्दस्य मे सदास्तु मंजुलमंगलप्रदा ॥
नीलाम्बुजश्यामलकोमलांगं सीतासमारोपितवामभागम् ।
पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम् ॥

ભગવાન શ્રીરામચંદ્રજીનાં મુખકમળની જે શોભા રાજ્યાભિષેક થવાના (નિશ્ચયથી) ન પ્રફુલ્લિત થઇ (અને) ન વનવાસના દુઃખથી મલિન થઇ તે (મુખકમળથી શોભા) મને મંગલકારી થાઓ.

નીલકમળ સમાન શ્યામ (અને) કોમળ (જેનાં) અંગ (છે), (જેના) હસ્તોમાં મોટું (અમોઘ) બાણ (અને) સુંદર ધનુષ્ય (છે) તે રઘુવંશના સ્વામી શ્રીરામચંદ્રજીને (હું) પ્રણામ કરું છું.

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.