पावका नः सरस्वती वाजेभिर् वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥
પાવની એ સરસ્વતી, ઉપહારિણી ઉપહારથી
અમારા યજ્ઞની પ્રજ્ઞામતી કરતી રહે નિત કામના.
(ઋગ્વેદ : ૧.૩.૧૦)
महो अर्णः सरस्वती प्रचेतयति केतुना । धियो विश्वा विराजति ॥
સમસ્ત ચિત્તોને અથાહ, અર્ણવોને ભાસમાન
સરસ્વતી નિજ દીપ્તિથી કરતી સર્વ પ્રકાશમાન.
(ઋગ્વેદ : ૧.૩.૧૨)
यो वः शिवतमो रसस्तस्य भाजयते ह नः । उशतीरिव मातरः ॥
આ ક્ષણે અમને અહીં બનાવો ભગી તમારા અતિ દિવ્ય રસના,
જેવા પ્રેમ છલકતાં માતૃવાત્સલ્યના.
(ઋગ્વેદ : ૧૦.૯.૨)
Your Content Goes Here




