ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિપોત્સવી : રહસ્યવાદી વિભૂતિ જિબ્રાન : ક્રાંતિકુમાર જોશી
પંદર વર્ષનો એક તરુણ પોતાના હસ્તે લખાયેલી પ્રતો લઈને પોતાની મા પાસે જાય છે. મા પ્રતો વાંચે છે. વાંચીને એ તો સ્તબ્ધ બની જાય છે. દીકરાને પાસે બેસાડી શાંતિથી કહે[...]
નવરાત્રિ પ્રસંગે : ગૂજરાતમાં શક્તિપૂજા અને આરાસુરી અંબિકા-અંબાજી : કેશવલાલ વિ. શાસ્ત્રી
જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગૂજરાતમાં અને મેવાડની મહારાણી મીરાંએ રાજસ્થાનમાં કૃષ્ણભક્તિનો ધોધ વરસાવ્યો તે પહેલાં ગૂજરાત અને રાજસ્થાનમાં શિવ અને શક્તિની પૂજા જ વ્યાપક પ્રમાણમાં ચાલતી હતી. નરસિંહ અને[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ નરેન્દ્રનાથનું (સ્વામી વિવેકાનંદનું) સ્વરૂપ : સંકલન
* શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું હતું: “એક દિવસ જોયું કે મારું મન સમાધિમાં થઈને જ્યોતિર્મય માર્ગ ઉપર થઈને ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે. ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રોથી જડિત સ્થૂલ જગતને[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧) : સ્વામી સત્યરૂપાનંદ
(સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ. પ્ર.) કેન્દ્રના વડા છે.) સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે: “જેના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે એ ધર્મનો તાત્ત્વિક આધાર છે. આ ભારતીય દર્શનનું તાત્પર્ય[...]
દિપોત્સવી : સંગીત અને સ્વામી વિવેકાનંદ : સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના બેંગ્લોર કેન્દ્રના અધ્યક્ષ છે.) લૉગફેલો કહે છે, “સંગીત એ માનવજાતિની વિશ્વવ્યાપી ભાષા છે.” તે દેવદૂતોની ભાષા હોવાનું કહેવાય છે. જેઈમ્સ બ્રેમસ્ટન લખે છે, "તેમાં જંગલી[...]
દિપોત્સવી : ભગવાનને ક્યો ભક્ત પ્રિય છે? : કાન્તિલાલ કાલાણી
સ્વામી વિવેકાનંદ બે માળીઓની વાત કરતા: એક ધનવાન માણસને ત્યાં બે માળી કામ કરતા. એમાંનો એક માળી ભારે આળસુ. તે ધનવાન માણસનાં બગીચામાં બિલકુલ કામ કરતો નહિ. તેણે એક બાબતની[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મપરિષદ શતાબ્દી વર્ષની ઉજવણી રામકૃષ્ણ મઠ-મિશનના વડામથક દ્વારા કલકત્તાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ૧૧-૧૨ સપ્ટેમ્બર ’૯૩ અને ૧૮-૧૯ સપ્ટેમ્બર ’૯૩ એમ ચાર દિવસની[...]
દિવ્યવાણી
तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि। હે પ્રભુ, તું અનંત તેજસ્વરૂપ છે,[...]
વિવેકવાણી : ભારતનું પ્રાણકેન્દ્ર – ધર્મ : સ્વામી વિવેકાનંદ
સારું હોય કે નરસું, પરંતુ ધર્મના આ આધ્યાત્મિક આદર્શનો પ્રવાહ ભારતમાં હજારો વર્ષથી વહી રહ્યો છે; સારું હોય કે નરસું પણ દેદીપ્યમાન સૈકાઓથી ભારતનું વાતાવરણ આ જ ધર્મના આદર્શોથી ભરેલું[...]
સંપાદકીય : ભારતના બે મહાન જ્યોતિર્ધરો: સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી : સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોમાં ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ ભરાઈ છે. આર્ટ ઈન્સ્ટિટ્યૂટનો કૉલમ્બસ હૉલ દેશ-વિદેશના લગભગ ચાર હજાર વિદ્વાન પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલ છે. પ્લેટફોર્મ-ડાયસ પર વિશ્વના વિભિન્ન ધર્મોના ટોચના નેતાઓ બેઠેલા[...]
ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૨) : સ્વામી વીરેશ્વરાનંદ
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) આ જપ એ શું છે? મંત્ર શું છે? મન[...]
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૨) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) મદ્રાસમાં આપેલા, ‘ભારતનું ભાવિ’ વ્યાખ્યાનમાં, ઊંડી સમજણ અને દૃઢ શ્રદ્ધા સાથે કેટલાક તત્કાલીન પ્રશ્નો ચર્ચતું એ વ્યાખ્યાન છે,[...]
સર્વની માતા (૮) : સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક યુવાન શિષ્ય કે જેમને શ્રી માએ દીક્ષા આપી હતી તે “યુગી” નામની પછાત જાતિના હતા. તેથી તે[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો : ઈડા ઍન્સૅલ
સ્વામી વિવેકાનંદ વિષેની પોતાના મન પર પડેલી છાપને કોઈ પણ વ્યક્તિ ભાષામાં વપરાતાં સઘળાં સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા પણ વ્યક્ત કરી શકે નહિ, એવા એ સ્વામીજીએ ઈ. સ. ૧૯૦૦ની શરૂઆતમાં અમને[...]
પોત-પોતાનો ધર્મ : નરેન્દ્ર કોહલી
મહેન્દ્ર ગુપ્ત સવારમાં ખૂબ વહેલા આવી ગયા. તેમણે ઝીણવટપૂર્વક ઠાકુરના ખંડમાં નજર ફેંકી; ઠાકુર કદાચ, નામ સ્મરણ કરતા હતા. નરેન્દ્ર પણ આંખ બંધ કરી એક તરફ બેઠો હતો. મહેન્દ્ર ઠાકુરને[...]
સાધન-આરાધના : વસુબહેન ભટ્ટ
એક સંસારી જીવ સંતાન પ્રાપ્તિ માટે સંત પાસે ગયો. “આપ કહો તે કરું, પરંતુ મને સંતાનપ્રાપ્તિ થાય તેમ કરો.” સંતે કહ્યું “પ્રભુ આરાધના કરો. કરતી વખતે એક ધ્યાન રાખજો કે[...]
ભારતીય કળાનો સંસ્પર્શ (૨) : રતિલાલ છાયા
(ગતાંકથી ચાલુ) ભારતીય કળામાં રહેલા આ આધ્યાત્મિક તત્ત્વની બાબતમાં હું એક બીજા, મનીષી, સંગીતકાર, સાધક અને કવિની સાહેદી રજૂ કરીશ. તેમના જેવા જિજ્ઞાસુ પ્રશ્નકાર હજી મારે જોવાના બાકી છે. શોધ[...]
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૨) : દુષ્યંત પંડ્યા
(ગતાંકથી ચાલુ) પોલીસ દફતરે નોંધ પરંતુ, અત્યાર સુધીમાં કોઈ વાર વિવિદિશાનંદ, કોઈ વાર સચ્ચિદાનંદ અને કોઈ વાર વિવેકાનંદ તરીકે પોતાની જાતને ઓળખાવતા આ ભટકતા યુવાન સંન્યાસી પર અંગ્રેજ સરકારના ગુપ્તચર[...]
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૨) : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) ૩ તત્ત્વમસિ: આ બહુવિધ અને પરિવર્તનશીલ જગતમાં જે તેને એકને જ, અપરિવર્તનશીલને જ, પોતાના આત્માના આત્મરૂપે જુએ છે,[...]
પુસ્તક-સમીક્ષા : ‘કામ કરો કુનેહથી’ : ડૉ. મધુભાઈ કોઠારી
લેખક: ડૉ. મધુભાઈ કોઠારી. પ્રકાશક: આર. અંબાણી એન્ડ કું., રાજકોટ. મૂલ્ય - રૂા. ૨૦/ ભૌતિક સુખ-સગવડ, આધુનિક યુગની યંત્રમય જીવનની યંત્રણાઓ, અહીંતહીંની દોડભાગ, સતત વધ્યે જતી ભૌતિક મુખોની એષણાઓ, નિરર્થક[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણી સિયેટલ (અમેરિકા): સિયેટલ કેન્દ્રના એકવીસ એકર વિસ્તારમાં આવેલા ‘તપોવન’માં ૧લી ઑગસ્ટ ૧૯૯૩ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ[...]
દિવ્યવાણી
पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः, परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे, कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે મા, ધરતી પર તારા ઘણા[...]
વિવેકવાણી : સફળતાનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ
સફળતાનું રહસ્ય સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ છે. એ વિરોધાભાસ હોય એવું[...]
સંપાદકીય : યુવા વર્ગ માટે પંચશીલ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - ૧૨ જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. યુવાવસ્થામાં જ સ્વામી વિવેકાનંદજીએ મહાનતાનાં[...]
માનવ જાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથ દર્શાવતા રહે : ડૉ. શંકરદયાલ શર્મા
(સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ - ધર્મ - મહાસભાને સંબોધન કર્યું તે પ્રસંગની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ કલકત્તામાં યાજાયેલ વિશ્વધર્મ સંમેલનને ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માએ જે[...]




