લેખક: ડૉ. મધુભાઈ કોઠારી.

પ્રકાશક: આર. અંબાણી એન્ડ કું., રાજકોટ. મૂલ્ય – રૂા. ૨૦/

ભૌતિક સુખ-સગવડ, આધુનિક યુગની યંત્રમય જીવનની યંત્રણાઓ, અહીંતહીંની દોડભાગ, સતત વધ્યે જતી ભૌતિક મુખોની એષણાઓ, નિરર્થક અસંતોષની આગ, ભેંજાનું દહીં કરી નાખે તેવી વિષમ સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો આજનો માનવી માંય સ્થિર-ધીર થઈને બેસી શકતો નથી – અવગાહન કરી શકતો નથી. સિંહાવલોકન કે વિહંગાવલોકન જેવા શબ્દોને તો તે મોળખતો ય નથી. પરિણામે કેટલાય અનુભવો મેળવવા આજના માનવીએ અહીંતહીં ભટકી-ભમીને કેટલાક તૈયાર કોળિયા ળવવા પડે છે. આ તૈયાર કોળિયા એટલે ગઈકાલે અનુભવેલા પ્રસંગોમાંથી જીવન જીવવા મળેલાં અનુભવસિદ્ધ તારણો. કૂતકાળ ઉપરાંત વર્તમાન જીવનની સમસ્યાઓને ધીરવીર બનીને જેમણે ઓળખી હોય અને ઓળંગી હોય – તેવા સમાજના રંધરોના વાસ્તવિક અનુભવજન્ય સંદેશ પણ એમાં હોય છે. કેટલાંક તારણો આર્ષદ્રષ્ટાના હોય છે, જે તારણો યુગો સુધી માપણને ઉપયોગી થતાં હોય છે.

આવાં કેટલાંક જીવનોપયોગી સલાહ સૂચન અને સૂત્રો સાથે આ પુસ્તક આજના અધીર-અસ્થિર વાચકો માટે લેખકે રજૂ કર્યું હોય એવું લાગે છે. વિદેશોમાં ‘હાફ-પ્રિપેર્ડ ફૂડ’ની જેમ આવા મન બુદ્ધિની કેળવણી આપતાં, ડાહીશાણી શિખામણ નાપતાં કેટલાંય પુસ્તકો બહાર પડ્યાં છે અને પડતાં રહે છે – તેનો હેતુ આવા તજ્ઞોના વિચારપ્રવાહને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો છે.

આ પુસ્તકમાં જીવન, વ્યક્તિત્વ વિકાસ, સ્વયંશિસ્ત, મૅનૅજમૅન્ટ, વ્યવહાર, સમયનો સદુપયોગ અને માનસિક સ્વાસ્થ્ય વગેરે શે અનુભવજન્ય સૂચનો રજૂ કર્યાં છે. આજના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વ્યવસ્થાપકો, નાનામોટા ધંધા રોજગારમાં પડેલી ક્તિઓ માટે- ઘણાં મહત્ત્વનાં કાર્યાન્વિત કરવા જેવાં સલાહ-સૂચનો અહીં મળી રહેશે. આવી મહત્ત્વની વ્યક્તિઓ આવું બધું પોતાના રહસ્યમંત્રીઓ પાસેથી મેળવતા હોય છે. આ માટે મીટીંગ, કોન્ફરન્સ, સેમિનાર – પરિસંવાદ, વર્તમાનપત્રો, સામિયકો પણ મહત્વનું પ્રદાન કરે છે છતાંય એકી બેઠકે આ પુસ્તક વાંચીને કોઈ પણ માણસ ઘણી માહિતી અને ઘણાં બહુમૂલ્ય સૂચનો એકી સાથે મેળવી શકે એવી ગોઠવણ લેખકે કરી છે જે પ્રશંસનીય છે.

આપણાં વેદનાં સુવાક્યો, સૂક્તિઓ, ઉપનિષદોના સૂત્રાત્મક વાક્યો, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત ઉપનિષદોની દૃષ્ટાંતકથાઓ તથા સૂત્રની જેમ આવતા શ્લોક, ભગવાન બુદ્ધ – મહાવીરની હૃદય સોંસરવી ઊતરી જતી વાતો અને વચનો, શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદનાં વચનામૃતો, વિચારો, જગતમાં આદર્શરૂપ ગણાતો ધર્મગ્રંથ ગીતાના એક-એક શ્લોક, આપણા પંચતંત્ર – હિતોપદેશની વાર્તાઓ અને દરેક વાર્તાની અંતે મૂકેલાં વિચારસૂત્રો વગેરે આવું બધું આપણે ત્યાં કેટકેટલું સાહિત્ય ભરપૂર છે. વળી આ સાહિત્યના વિચારોનાં બીજ આપણી ભૂમિમાં વવાયાં છે. આપણાં જીવન, ધર્મ, સંસ્કૃતિ, સમાજ, રાજશાસન, વેપાર વાણિજય વગેરેને અનુલક્ષીને આ બધાં વિચાર બીજ વવાયાં છે. આને ભૂલવા – ચૂકવા જેવાં નથી. આપણે ત્યાં પશ્ચિમની સંસ્કૃતિથી અંજાયેલા માણસોનો તોટો નથી. પરિણામે પશ્ચિમના વિચારોનું જ આંધળું અનુકરણ અને આરોપણ આપણા જીવનને તારનારું બની શકે ખરું? એ વાત સાચી છે કે આધુનિક વિજ્ઞાન અને ટૅક્નૉલોજીના વિકાસ સાથે સંકળાયેલી કેટલીક બાબતો આપણે સ્વીકારવી રહી અને ‘આપણું સારું’ય આપણે જાળવવું પડશે – નહિ તો પારકાના વિચારે આપણા મનબુદ્ધિ રંગાઈ જશે અને તેમાં આપણાપણું કંઈ રહેશે નહિ.

આ પુસ્તક વાંચનારને, સ્વામી વિવેકાનંદના વિચારો જેમાં સંકલિત થયા છે તેવી પુસ્તિકાઓ: ‘કર્મ અને તેનું રહસ્ય’, ‘યુવાનોને’, ‘આદર્શ માનવનું નિર્માણ’, ‘શક્તિદાયી વિચાર’, ‘‘કર્મયોગ’, ‘કરીએ પુનર્નિર્માણ ભારતનું, માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’, ‘રાષ્ટ્રને સંબોધન’, ‘અભયવાણી’ વગેરે વાંચવાનું સૂચન કરું છું – એટલા માટે કે આપણી પાસે પણ આવું કેટકેટલું છે તેનો ખ્યાલ કોઈપણ વાચકને સરળ-સહજ રીતે મળી શકે.

પુસ્તકનું આવરણ પૃષ્ઠ, છાપકામ – વગેરે આંખને ગમે તેવાં છે. કેટલીક જોડણીની ભૂલો દૂર થઈ હોત તો સારું થાત.

એકંદરે સામાન્ય વાચક માટે કે દોડધામમાં પડેલા કેટલાક અગ્રણીઓ માટે પુસ્તક ઉપયોગી નીવડે તેવું તો છે જ.

સમીક્ષક: મનસુખલાલ મહેતા

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.