શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો.
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.)
શંકર તરીને કિનારે આવી ગયો. એને જીવતો જોઈને આર્યમ્બા અત્યંત પ્રસન્ન થઈ. શંકર ઘરે પાછો આવ્યો નહીં, પણ જતાં જતાં એણે પોતાની માતાને આશ્વાસન આપ્યું અને કહ્યું, ‘મા! તારા અંતિમ સમયે હું તારા સમીપ ચોક્કસ હાજર થઈ જઈશ.’
ગુરુદેવની સાથે મુલાકાત
શંકરે હવે પરિવ્રાજકનો જીવનનો પ્રારંભ કર્યો. તેઓ એક એવા ગુરુની શોધમાં હતા જે એમને ઔપચારિક રૂપથી સંન્યાસની દીક્ષા આપે.
ગુરુની શોધમાં એક વર્ષ સુધી ભટક્યા પછી શંકર નર્મદા નદીના કિનારે પહોંચ્યા. ત્યાં એક ગુફામાં ગોવિંદપાદ નામના એક મહાન યોગી અને તત્ત્વજ્ઞાની રહેતા હતા. શંકર એમને મળવા માટે ગયા અને એમને જોતાં જ પ્રણામ કરીને ભાવથી યાચના કરી કે ગોવિંદ એમને શિષ્યના રૂપે સ્વીકાર કરે. ગોવિંદપાદ તો શંકરની રાહ જોઈ રહ્યા હતા. તેમણે શંકરને પોતાના શિષ્યના રૂપમાં સ્વીકારી લીધા અને વિધિવત્ સંન્યાસની દીક્ષા આપી. શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો. ગોવિંદપાદ જાણતા હતા કે શંકરનો જન્મ વૈદિક ધર્મનું સંસ્થાપન કરવા માટે થયો છે. જ્યારે એમણે જોયું કે શંકરની સાધના અને શિક્ષણ પૂરું થઈ ગયું છે, ત્યારે એમણે પોતાના શિષ્યને કાશીધામ જવાનો આદેશ કર્યો. શંકરે ગુરુદેવનો આદેશ માથે ચડાવ્યો.

3 Comments
Leave A Comment
Your Content Goes Here






ગુરુદેવ સાથેની મુલાકાત સાર્થક નીવડી.
In ramkrishna Jyot, if it can be started, to give analysis of one SLOKS of Geeta , Ved, upnishad in gujarati in terms of science, modern aspects, culture, nature,….
Good