ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિપોત્સવી : શિવભાવે જીવસેવા દ્વારા દિવ્યત્વ તરફ પ્રયાણ: દિવ્યાયન : સંકલન
સો વર્ષો પૂર્વ માનવરૂપધારી ભગવાન શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી એક મહામંત્ર ઉદ્ઘોષિત થયો હતો, ‘દયા નહીં સેવા- શિવભાવથી જીવ સેવા!’ આ મંત્રને કેન્દ્રમાં રાખી સ્વામી વિવેકાનંદે ધર્મનું નવું અર્થઘટન કરી આ યુગ[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ કલકત્તાથી ૨૦મી ઑગસ્ટે વિમાનમાર્ગે રાજકોટની મુલાકાતે પધાર્યા હતા.[...]
દિવ્યવાણી
मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु। ततः शम श्रापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम्॥ ततः श्रुतिस्तन्मननं सतत्त्वघ्यानं चिरं नित्यनिरन्तरं मुनेः। ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निर्वाणसुखं समृच्छति॥ અનિત્ય વસ્તુઓ ઉપર અત્યંત વૈરાગ્ય થવો, એ[...]
વિવેકવાણી : ભારતીય નારીઓની કેળવણી : સ્વામી વિવેકાનંદ
“આપણે ઈચ્છીએ છીએ કે ભારતની નારીઓને એવી કેળવણી આપવામાં આવે કે જેનાથી તેઓ નિર્ભય બનીને ભારત પ્રતિ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે અને સંઘમિત્રા, લીલા, અહલ્યાબાઈ, મીરાંબાઈ વ. ભારતની[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૮) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા છે કે નમાઝનો સમય થાય કે તરત જ તેઓ જ્યાં, જે જગ્યાએ[...]
સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (ર) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) આજના યુગના ઉત્તમ વિચારોને જે અનુરૂપ છે[...]
સર્વની માતા : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) ચાલીશ વર્ષ પહેલાં કિશનપુર ખાતે રામકૃષ્ણ આશ્રમની એક એકાકી કુટિરમાં બનેલો પ્રસંગ છે. શિયાળાની સવારનો લગભગ સાત વાગ્યાનો[...]
શ્રીમા શારદામણિદેવી અને ભગિની નિવેદિતા : શ્રીમતી માલતીબહેન દલાલ
સને ૧૮૯૯માં નિવેદિતાએ શ્રીમાનાં દર્શન પ્રથમ વાર કર્યાં. એકબીજાની ભાષાથી અજ્ઞાત હોવા છતાં બન્નેનાં હૃદયનું મિલન ખૂબ જ ગાઢ બન્યું હતું. શાળા શરૂ કરતાં પહેલાં પણ ભારતીય સ્ત્રીનું જીવન જોવા-સમજવા[...]
એક અનોખું પ્રેમબંધન (૨) : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) નરેન્દ્ર તો કલકત્તા જઈને દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયા. ને એક મહિનાનો સમયગાળો એમ જ પસાર થઈ ગયો. અને આ બાજુ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને મળવા માટે વ્યાકુળ બનીને મા[...]
પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (ર) : મેરી લુઈ બર્ક
(મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. મેરી લુઈ બર્કને[...]
મા, દરશન દે. . . : વિજયાબહેન ગાંધી
દરશન દે, મા, દરશન દે, મા, દરશન દે, તારા મિલનની ઝંખના છે આ મનમાં, તારા નામની રટણા છે રોમે રોમમાં...મા. પ્રેમ પુષ્પે હું તારાં પૂજન કરું, ભક્તિભાવથી તારાં ગુણગાન કરું...મા.[...]
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી) : સ્વામી જિતાત્માનંદ
(ગયા અંકથી ચાલુ) (દૃશ્ય બીજું) (સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ) (દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે) મહારાજા: દીવાનજી, આજની સવાર કંઈ શકુનવંતી જણાય છે. મને આજે એવું સ્વપ્ન આવ્યું કે જાણે કોઈક[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો (૨) : મન્મથનાથ ગાંગુલી
(સપ્ટેમ્બર ’૯૨થી આગળ) એક વખત બપોરે ચાર વાગે જપાનના એલચી (પ્રતિનિધિ) સ્વામીજીને મળવા બેલુર આવ્યા. અંદરના વરંડામાં, કે જ્યાં સામાન્ય રીતે સ્વામીજી મહેમાનોને મળતા ત્યાં, એક બેંચ ઉપર તેમને બેસવા[...]
પુસ્તક સમીક્ષા : વ્યક્તિત્વ ખીલવો ખંતથી : દુષ્યંત પંડ્યા
વ્યક્તિત્વ ખીલવો ખંતથી: લે. ડૉ. મધુભાઈ કોઠારી પ્રકાશક: આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૧૫. નાનામાં નાનું કામ ચોકસાઈથી, ચીવટથી, ધીરજથી અને એ કામ કરવાની શાસ્ત્રીય ઢબથી કર્યું[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઘણાં કેન્દ્રો દ્વારા આ સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવાઈ રહી છે. રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્ર દ્વારા શહેરની અને શહેરની[...]
દિવ્યવાણી
सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः। वेदवेदान्तवेदात् विद्यास्थानेभ्य एव च।। सरस्वती महाभागे विद्यां कमललोचने। विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमो स्तुते।। સરસ્વતીદેવીને નિત્ય પ્રણામ, ભદ્રકાલીને પ્રણામ અને વેદ, વેદાંત, વેદાંગ અને[...]
વિવેકવાણી : વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ : સ્વામી વિવેકાનંદ
વર્ણો વચ્ચેના પરસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને આપણી વધુ અધોગતિ થશે. સમસ્યાનો[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯ : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું નથી. એવા સમયે જપધ્યાન છોડીને પૂજા-પાઠ કરવાં ઉચિત છે -[...]
યુવા વર્ગને આહ્વાન : સ્વામી રંગનાથાનંદ
(૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રી સ્વામી રંગનાથાનંદજીએ કરેલ ઉદ્બોધન) વહાલા મિત્રો, આ યુવ સંમેલનમાં તમારી વચ્ચે[...]
દેશ ભક્ત સંત : કાકા કાલેલકર
नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ કર્યું હતું. લોકમાન્યના આ શબ્દો તે વખતે આખા રાષ્ટ્રને પ્રિય[...]
જીવન અને મૃત્યુ : ડૉ. મનુ કોઠારી
આપણને મૃત્યુનો ભય છે કારણ કે આપણને આપણી પ્રતિભાના સંપૂર્ણ લયનો ડર છે. જો આપણને સમજાય કે પરમાત્મા જ આત્મારૂપે સર્વમાં સમાયેલ છે તો આપણને આપણી પ્રતિભાનો આધાર અનંતમાં દેખાશે. મન[...]
આજનો યુવાન-ત્રિભેટે : સ્વામી સોમેશ્વરાનંદ
(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો જાય છે. અલબત્ત, વિશ્વમાં પેઢી અંતરની સમસ્યા તો પરાપૂર્વથી ચાલી આવે છે.[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩ : મન્મથનાથ ગાંગુલી
(ગતાંકથી આગળ) સ્વામીજી તો સમજી ગયા હશે કે હવે હું સહજ અવસ્થામાં આવી ગયેલો. પછી તેમણે કહ્યું, “હં... તેં બરાબર કહ્યું. હું માયા સાથે જ રમી રહ્યો છું, જો તમને[...]
શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ : સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (7 જાન્યુઆરી) પ્રસંગે ઈશ્વરને ચાહશો તો ઈશ્વર અવશ્ય મળશે. તેઓ તો કરુણામય પ્રભુ; તેમને મેળવવા હોય, તો ખૂબ જ સહેલાઈથી મળે. પરંતુ, તેમને[...]
ગરવો ગઢ ગિરનાર : કેશવલાલ વિ. શાસ્ત્રી
નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર અવારનવાર પોતાને આંગણે આમંત્રતો રહેતો ગરવો ગિરિવર ગિરનાર, આજના જાણીતા[...]




