આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શ્રીરામકૃષ્ણ ગાથા : વિશાલાક્ષીનો આવેશ : અક્ષયકુમાર સેન

May 1, 1991|Tags: , , , |

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા પ્રભુની જે કામારપુકુરે; ગાએ સુણે તેથી હૈયે આનંદ જ સ્ફૂરે.[...]

પુસ્તક પરિચય : ‘વંટોળિયાનું પતરાવળું’ : દુષ્યત પંડ્યા

May 1, 1991|Tags: , , |

શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ : ભાગ-૪ ગુરુભાવ (ઉત્તરાર્ધ) લેખક : સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય કાચુ પૂંઠું.. ૧૮ રૂ. પાકુ પૂંઠું...૨૧ રૂ..૧૯૯૦ આ[...]

બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : ‘અરે, તું તો સિંહ જ છો!’ : સંકલન

May 1, 1991|Tags: , , , |

એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા ઘાસના મેદાનમાં ચરતાં હોય ત્યારે[...]

સમાચાર-દર્શન

May 1, 1991|Tags: , , |

ઓરિસ્સા રાહત કાર્ય તા. ૨૨ - માર્ચ ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ, પુરીથી આશરે બે કિલોમિટર દૂર આવેલા પેન્ટાકોટામાં માછીમારોની કોલોનીમાં વિનાશકારી આગને કારણે ઘરવખરી નષ્ટ થતાં, રાંધેલું અન્ન, ચોખા અને[...]

દિવ્યવાણી

June 1, 1991|Tags: , , , |

ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः । भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङौस्तुष्टुवांसस्तनूभिः । व्यशेम देवहितं यदायुः । ॐ હે પૂજ્ય દેવો! અમે કાન વડે કલ્યાણ સાંભળીએ; આંખથી મંગળ જોઈએ; અને મજબૂત અંગો[...]

વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ

June 1, 1991|Tags: , , , , |

શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે, બધા આદર્શો મૃત્યુ પામશે; અને[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 1991|Tags: , , , , , |

આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે છે, જ્ઞાનયોગીને એકાગ્રતાપૂર્વક બ્રહ્મચિંતન કરવું[...]

વિશ્વશાંતિમાં ધર્મનું સ્થાન : સ્વામી ભૂતેશાનંદ

June 1, 1991|Tags: , , |

શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પ્રબુદ્ધ ભારતમાંથી સાભાર લેવામાં આવ્યો છે. વિશ્વશાંતિ ઘણો મોટો ખ્યાલ છે ને એ આપણે જાણીએ[...]

અદ્વૈત આશ્રમ, માયાવતી : સંકલન

June 1, 1991|Tags: , , , |

(મુખપૃષ્ઠ આવરણનો પરિચય) પર્વત પર વસેલી નાનકડી નગરી લોહાઘાટથી ૯ કિલોમીટર લાંબા યાત્રાપથ પર ડગલા માંડતા માંડતા પથિકને દૂરથી દૃષ્ટિગોચર થાય છે, લીલાછમ દેવદારના ગાઢ જંગલથી છવાયેલા તથા વાદળો અને[...]

શ્રીરામને બોલાવો તો ખરા! : પં. રામકિંકર ઉપાધ્યાય

June 1, 1991|Tags: , , |

તુલસીદાસજી કહે છે કે, એક વખત જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા. પછી કહેવામાં આવે છે કે, એક વખત રુદ્રગણો રાવણ અને કુંભકર્ણ બન્યા. એમ પણ કહે છે કે,[...]

હવે હું ત્યાં નહીં જાઉં : જ્યોતિબહેન થાનકી

June 1, 1991|Tags: , , |

“મા, તમે આવ્યાં છો? મારા માટે શું લાવ્યાં?” “અરેરે, મારી બે પૈસાની મીઠાઈ શું આમને આપી શકાય? લોકો તો કેવી મોંઘી મીઠાઈઓ એમને માટે લાવ્યા છે! એમની આગળ આ તો[...]

ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન : સ્વામી પૂર્ણાત્માનંદ

June 1, 1991|Tags: , , , , , |

સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્‌બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ કર્યો છે. મારા મસ્તક અને પીઠ પરનો એમના હાથનો વિદ્યુતસ્પર્શ[...]

મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ : સ્વામી દેશિકાત્માનંદ

June 1, 1991|Tags: , , |

સ્વામી દેશિકાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. કોણ છે આ માણસ? મદ્રાસના મુખ્ય સ્ટેશને બેંગ્લોર જતી ટ્રેઈનમાં એક વખતે ઘણી વિચિત્ર ઘટના બની. એક કાળા ભારતીયે એક ગોરા બ્રિટિશ ઓફિસરને ગાલે[...]

પુનર્જન્મમીમાંસા (૬) : સ્વામી આત્માનંદ

June 1, 1991|Tags: , , , |

(ગતાંકથી આગળ) મૃત્યુની પ્રક્રિયા હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં આ મન, આ અંત:કરણ, આ સૂક્ષ્મ શરીર[...]

સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૫) : ક્રાન્તિકુમાર જોષી

June 1, 1991|Tags: , , , , , |

(ગતાંકથી આગળ) રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની શૈક્ષણિક પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ‘ગૃહ’, મદ્રાસના ઉદ્દઘાટન સમયે, આશ્રમના પ્રમુખશ્રીએ ખૂબ જ પ્રેરક શબ્દો કહી સૌને પ્રોત્સાહિત કરેલા. ૧૭મી ફેબ્રુઆરી, ૧૯૦૫ના રોજ[...]

શ્રીરામકૃષ્ણ ગાથા : શિવનો આવેશ : અક્ષયકુમાર સેન

June 1, 1991|Tags: , , , |

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરું; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ બીજી એક કથા કહું અપૂર્વ ભારતી; સુણો મન રામકુષ્ણ-પુરાણની પોથી.[...]

મારું સૌરાષ્ટ્રભ્રમણ (૭) : સ્વામી સિદ્ધિનાથાનંદ

June 1, 1991|Tags: , , , |

મહાત્મા ગાંધીજીનું ઘર અડધોક માઈલ દૂર ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે. તેમના પૈતૃક ઘરની જાળવણી કરવામાં આવી છે અને તેમનું જન્મસ્થાન અંકિત કરવામાં આવ્યું છે. તેમનાં માતા-પિતાની છબી દીવાલ પર જોઈ[...]

બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : સાચું જ્ઞાન : સંકલન

June 1, 1991|Tags: , , , |

રામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના સમર્થનમાં શાસ્ત્રોનાં અનેકવિધ વચનો ટાંકતા. કોઈ પણ જાતની તર્કશાસ્ત્ર ચર્ચામાં[...]

પુસ્તક સમીક્ષા : સાધકો માટે અધ્યાત્મપંથની દીવાદાંડી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 1991|Tags: , , |

શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીપથ અને પાથેય : (હિન્દી) લેખક : સ્વામી બ્રહ્મેશાનંદ, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર), પ્રથમ સંસ્કરણ, પૃષ્ઠ સંખ્યા ૧૮૮, મૂલ્ય પંદર રૂપિયા. પ્રસ્તુત પુસ્તક અધ્યાત્મવિષયક[...]

સમાચાર દર્શન

June 1, 1991|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ શ્રીમદ્ સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદના અધ્યક્ષ[...]

દિવ્યવાણી

July 1, 1991|Tags: , , , |

गुरुस्तोत्रम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः । गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥१॥ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥२॥ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे[...]

વિવેકવાણી : સાચી ઉપાસના : સ્વામી વિવેકાનંદ

July 1, 1991|Tags: , , , |

સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચોસાચ શિવની ઉપાસના કરે છે! પણ[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1991|Tags: , , , |

પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે ખૂબ દારૂ ઢીંચ્યો અને નાવમાં[...]

શ્રી ગુર્વષ્ટકમ્ : આદિ શંકરાચાર્ય

July 1, 1991|Tags: , , |

शरीरं सुरूपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम् । गुरोरन्ध्रि-पद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किम् ॥१।। રોગ વગરનું સુંદર શરીર હોય, વિવિધ વિલક્ષણ કીર્તિ સાંપડી[...]

એક બુંદ ઓડકાર : મહેન્દ્ર જોષી

July 1, 1991|Tags: , , |

આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર? ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર. પાછલા પરોઢિયે સપનામાં જોયાં મેં પંડયથી પરાયાં પાંચ વહાણ, હલેસાં હોય તો[...]

Go to Top