આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

February 1, 2007|Tags: , , |

(ગતાંકથી ચાલું) હવે પુરાતત્ત્વે આપેલ ચૂકાદો એટલો તો સ્પષ્ટ અને ખામી વગરનો છે કે એમાં કોઈ હવે મીન-મેખ થઈ શકે તેમ નથી. એનો નિષ્કર્ષ એ છે કે ઋગ્વેદમાં વર્ણવેલ ભારતનું[...]

સમાચાર દર્શન

February 1, 2007|Tags: , , |

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૦૪ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. જેમાં ૫૪ ભાઈઓ અને ૫૦[...]

દિવ્યવાણી

March 1, 2007|Tags: , , |

उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताड्य नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् । मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त -मानन्दतुन्दिल- मनुस्मर रामकृष्णम् ॥ જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા, આકાશ કંપિત કરંત પ્રમત્ત નૃત્યે; તે કાળમીંઢ પિગળાવત ગીત ગાતા,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ચૈતન્યલીલા : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2007|Tags: , , |

સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, જેઠ માસ, શુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪. કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે. ઠાકુર ગૌરાંગના સંન્યાસની વાત સાંભળતાં સાંભળતાં ઉભા થઈને સમાધિમગ્ન થયા. તરત ભક્તોએ ગળામાં[...]

વિવેકવાણી : આગેકૂચ કરો : સ્વામી વિવેકાનંદ

March 1, 2007|Tags: , , |

નિરાશ ન થાશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ.’’ કટિબદ્ધ થાઓ, વત્સ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને જન્મ આપ્યો છે. હું આખી[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૨ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2007|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશનો પ્રભાવ ગાંધીજીના જીવનમાં જોવા મળે છે. એ વાત આપણે ગયા સંપાદકીયમાં જોઈ ગયા છીએ. હવે તેઓ શ્રીરામકૃષ્ણદેવને કઈ દૃષ્ટિએ જોતા હતા અને એમના પ્રત્યે કેવાં માન-સન્માન[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2007|Tags: , , |

तद्विहीनं जाराणामिव ॥२३॥ (विहीनम्, વગર; तद्, તે (માહાત્મ્યના ખ્યાલ); जाराणाम् इव, જાણે કે જાર જેવું (વ્યભિચારી જેવું.) ૨૩. એના - પ્રેમભાજનના - માહાત્મ્યના જ્ઞાન વગર તો એ (પ્રેમ) જારના પ્રેમ[...]

પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન

March 1, 2007|Tags: , , |

★ જ્ઞાની હોવાનો સારાર્થ છે કે તે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ પર્યાપ્ત છે કે અહિંસા મૂલક સમતા જ ધર્મ છે અથવા અહિંસાનું વિજ્ઞાન છે. ★ બધા[...]

પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંકલન

March 1, 2007|Tags: , , |

★ હે મહાત્મન્‌! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું છે. એટલા માટે હું તમારાં દર્શને આવ્યો છું. મને પ્રસન્ન કરવા માટે[...]

સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર : સ્વામી પ્રભાનંદ

March 1, 2007|Tags: , |

ડહાપણ વિનાના જ્ઞાનનો મહાકાય વિસ્ફોટ તથા વિવેકવિહીન પુષ્કળ શક્તિ એ આજના શિક્ષણનાં ભયસ્થાનો છે. એ એક ગંભીર બાબત છે કે માનવજાતની ક્ષિતિજમાં આ સમસ્યાઓ પોતાનો ઓળો પાથરી રહી છે. વિવેકાનંદે[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

March 1, 2007|Tags: , , |

ખેતડી નિવાસની કેટલીક ઘટનાઓ ભૂપાલગઢનો કિલ્લો ખેતડીની પહાડીઓમાં આવેલ ભૂપાલગઢનો કિલ્લો તથા મહેલનો ઉલ્લખ અગાઉના અંકમાં આવી ગયો છે. આ કિલ્લા પરથી ખેતડી નગરનું વિહંગમ દૃશ્ય ઘણું સુંદર લાગે છે.[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

March 1, 2007|Tags: , , |

જીવનના અંતિમ દિવસો માને નીરોગી અને સ્વસ્થ કરવાને માટે શરત્‌ મહારાજ તેમ જ માનાં અન્ય સંતાનો અથાક પ્રયત્નો કરી રહ્યા હતા. એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક તમામ પ્રકારના ઉપચારો કરવામાં આવ્યા છે.[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

March 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) મહારાજ પાનાની રમત રમે છે મદ્રાસ મઠમાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) અમારી સાથે પાનાની રમત રમતા હતા.એક પક્ષે મહારાજ અને નિરદ મહારાજ હતા. સામે પક્ષે શશી મહારાજ અને હું[...]

મૂલ્ય : વ્યક્તિત્વ વિકાસમાં સંગીતનું પ્રદાન : સ્વામી વીતમોહાનંદ

March 1, 2007|Tags: , , |

(રામકૃષ્ણમઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ - સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ મૂલ્યો’માં રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને સેન્ટર વેદાંતિક રામકૃષ્ણ, ગ્રેઈત્ઝ, ફ્રાંસના[...]

સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 2007|Tags: , , |

(ગતાંકથી ચાલું) સંસ્થાનવાદી રાજકારણ, જર્મનરાષ્ટ્રવાદ અને કેટલાક ભાષાકીય સિદ્ધાંતોએ ભેગાં મળીને એક એવા ઇતિહાસનું આલેખન કર્યું કે જે બધાં જ વૈજ્ઞાનિક પ્રમાણોથી વિરોધી છે. વિજ્ઞાનની કશી જ ગતાગમ વગરના કેવળ[...]

સમાચાર દર્શન

March 1, 2007|Tags: , , |

શ્રી મહાશિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૬મી ફેબ્રુઆરીને શુક્રવારે રાત્રે ૯ થી સવારે ૫.૩૦ સુધી મહાશિવરાત્રી મહોત્સવ યોજાયો હતો. એ દિવસે વિશેષ પૂજા, હવન, શિવનામ સંકીર્તન, શિવ તાંડવ નૃત્ય,[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2007|Tags: , , |

(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ :  અનંતને અનુરૂપ જીવન જીવવું - સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૧૯(૧) કથામૃત :[...]

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : સંકલન

March 1, 2007|Tags: , , |

આવીને એ જતી રહી કામારપુકુર માર્ગની પડખે રણજિત રાયનું તળાવ આવેલું છે. જગદમ્બા ભાગવતી એની પુત્રી તરીકે અવતર્યાં હતાં. એ દિવ્ય પુત્રીના માનમાં આજે પણ ચૈત્ર માસમાં દર વરસે ત્યાં[...]

દિવ્યવાણી

April 1, 2007|Tags: , , |

शंकरं शंकराचार्य केशवं बादरायणम् । सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥ અખિલ વિશ્વને વેદાંતસૂત્ર આપનારા બાદરાયણ સ્વરૂપ ભગવાન કેશવ તથા વેદાંત સૂત્રોનું ભાષ્ય આપનારા ભગવત્પાદ શ્રીશંકરાચાર્યના રૂપે અવતાર ધારણ કરનારા[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ – એ ત્રણેયનો સમન્વય : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2007|Tags: , , |

શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન કરતા, રાત્રે આશ્રમમાં પાછા આવીને[...]

વિવેકવાણી : પ્રેમ શાશ્વત છે : સ્વામી વિવેકાનંદ

April 1, 2007|Tags: , , |

સત્ય એ છે કે લોકોને ઈશ્વરની જરાય પડી નથી. ધર્મ માત્ર ફેશન છે. એક બાજુ, પાસે સુંદર દીવાનખાનું છે, સરસ ફર્નિચર છે, પિયાનો છે, રૂપાળુ ઝવેરાત છે, બરાબર બેસતા મોંઘાદાટ[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2007|Tags: , , |

આપણે ગયા બે સંપાદકીયમાં ગાંધીજીની શ્રીરામકૃષ્ણના જીવનસંદેશ પર કેવી શ્રદ્ધા હતી એ જોઈ ગયા છીએ. હવે આપણે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો ગાંધીજીના જીવન પર કેટલો ગહન પ્રભાવ[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2007|Tags: , , |

(ગતાંકથી ચાલું) सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५ ॥ (सा, તે (ભક્તિ); तु, છે; कर्म-ज्ञान-योगेभ्यय् अपि, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ કરતાં પણ; अधिकतरा, વધારે ઊંધી છે.) ૨૫. તે ભક્તિ કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

April 1, 2007|Tags: , , |

‘વિવેકાનંદ’ નામનો ઈતિહાસ વારાણસીના વીરેશ્વર શિવની માનતાથી સ્વામીજીનો જન્મ થયો હતો અને એટલે જ બાળપણમાં એમને ‘વીરેશ્વર’ કે ‘બિલે’ના નામે બોલાવતા. મા ભુવનેશ્વરી દેવી એમને ‘બિલૂ’ કહીને બોલાવતી. એમનું સાચું[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

April 1, 2007|Tags: , , |

અચાનક વરસાદ શરૂ થતાં શારદાનંદ મહારાજે તરત જ ઘડાથી પાણી રેડવાનું બંધ કરાવ્યું. જરાક વાર લગી એક ઝાપટું વરસાદ વરસીને ચિતાને ઠારી દીધી અને બપોરના તડકામાં તપેલા માનાં સઘળાં સંતાનોને[...]

Go to Top