ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૭ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કાળમાં, ૧૮૯૧-૯૨માં ગુજરાતના તત્કાલીન ઘણા સાક્ષર રત્નોને રુબરુ મળ્યા હતા. એમની સાથે અનેકવિધ ચર્ચાઓ પણ કરી હતી. એમાંના કેટલાક મહાન સાક્ષરોની સ્વામીજીની મુલાકાત વિશે અને સ્વામીજીના[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરે વૈદ્યનાથને કહ્યું: ‘દલીલ કરવી યોગ્ય નથી.’ વૈદ્યનાથે સહમત થઈ કહ્યું: ‘હા, મહાશય. જ્યારે માણસમાં શાણપણ-સત્યજ્ઞાન આવે છે ત્યારે દલીલ કરવાની ઇચ્છા દૂર થઈ જાય છે.’ શ્રીઠાકુરે દલીલ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
‘શ્રીમાઁ કી સ્નેહછાયા’ હિન્દી પુસ્તકનો શ્રી પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. માનું બાલિકા જેવું આચરણ મા માંદા પડ્યાં ત્યારથી એક શિષ્ય દીકરો રોજ રાત્રે સૂવા[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ
‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી હતું. એમનો જન્મ દક્ષિણેશ્વરના પ્રસિદ્ધ સાવર્ણ ચૌધરી વંશમાં માર્ચ, ઈ.સ.[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૭ : સ્વામી જગદાત્માનંદ
કેવળ કઠોર શબ્દોમાં અંધકારને ભાંડવાથી કોઈ ફાયદો થવાનો નથી. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ લાવવો પડે. આ પ્રકાશ કોણ લાવશે? જે માણસ પોતે અંધકારમાં જ ભટકે છે એ બીજાને પ્રકાશનો[...]
પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ
એ હતો દોલપૂર્ણિમાનો દિવસ (ફાગણ સુદ પૂનમ) અને વળી ચંદ્રગ્રહણ પણ હતું. આકાશનો ચંદ્ર થોડીવાર સુધી ભલે ઢંકાઈ ગયો હોય, પરંતુ નવદ્વીપમાં શ્રીજગન્નાથ મિશ્રના ઘરે જે નવચંદ્ર અવતર્યો હતો એ[...]
કાવ્ય : દક્ષિણેશ્વરમાં – રામકૃષ્ણ સ્મરણ : રામપ્રસાદ દવે
છંદ શિખરિણી (સોનેટ) તમોને જાણ્યા’તા બહુ વરસથી નિત્ય સ્વજન. બહુ માણ્યાં’તાં મેં ગુરુમુખથી શબ્દામૃત તવ. રસી રહેતાં હૈયાં અણુ અણુ કશા દિવ્યરસથી. તમે જીવ્યા એવું યુગયુગથી જાણે જીવવું’તું. તમારું સર્વેયે[...]
અધ્યાત્મ : પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ – ૨ : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં આપણી ભીતર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વસ્તુઓના ક્રમને ઊલટાવી[...]
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ : સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના હિંદી પ્રવચનનો જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પરમાત્માએ માનવજાતિને અભય વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મનો ભાર વધી જશે, આસુરિક[...]
ખુદ કો કર બુલંદ ઈતના….! : હરેશભાઈ ધોળકિયા
આજે ટી.વી., છાપાં જેવાં જાહેર માધ્યમોનું અવલોકન કરીએ, તો બે બાબતો સમાંતરે દેખાય છે. એક બાજુ હિંસા, અવ્યવસ્થા, ગોકળગાય છાપ નોકરશાહી, પરંપરાઓની દાદાગીરી, વિભાજિત સમાજ વ્યવસ્થા... વગેરે દેખાય છે, તો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સરસ્વતીપૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં પરંપરાગત રીતે તા. ૨જી ફેબ્રુઆરીને વસંતપંચમીના રોજ દિવ્ય વાતાવરણમાં શ્રીશ્રી સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. સવારથી જ સ્તોત્ર, ભજન પાઠ તથા[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૫ થી માર્ચ ૨૦૦૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ - સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૬(૧); જપસાધના[...]
બાળવાર્તા : પંડિત અને દૂધવાળી છોકરી : સંકલન
કમલા તેર વર્ષની હતી. ગંગાકિનારે તે પોતાના પિતા સાથે એક ગામમાં રહેતી હતી. તેને થોડી ગાયો હતી અને ઘણું દૂધ આપતી હતી. સવારે કમલા વહેલી ઊઠતી અને તેના પિતા ગાયો[...]
દિવ્યવાણી
वैर-स्मराद्यखिल-मानस-दुर्गुणानां। भूतोत्करेषु तददर्शनमेव हेतुः॥ श्रीरामकष्ण-मवलोकयतोऽखिलेषु। स्त्रीपुंभिदा सुहृद-मित्रभिदा कुतः स्यात्॥ જે ક્રોધ-કામ અરિ દુર્ગુણ છે મનુષ્યે, તેથી બધેય નહિ દીસત ઈશરૂપ; શ્રીરામકૃષ્ણમય જો જગને જુઓ તો, શા સ્ત્રી અને પુરુષ કે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પ્રભુનામજપ-મહિમા : શ્રીરામકૃષ્ણદેવ
ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ કોઈ સ્થળે વધુ પ્રકાશ, જેમકે[...]
વિવેકવાણી : મુક્તિનો માર્ગ : સ્વામી વિવેકાનંદ
.. એટલું સમજી લેજો કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય - વિશ્વ એક છે - એ છે. પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ માણસ બીજાને ઈજા પહોંચાડી શકે[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૮ : સ્વામી સર્વસ્થાનંદ
આ અગાઉના સંપાદકીયમાં આપણે શ્રી મગનલાલ પટેલે લખેલ ‘મહાજન મંડળ’ (૧૮૯૬) ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની સંક્ષિપ્ત જીવનકથા ગુજરાતી ભાષામાં આપવામાં આવી હતી. આ કદાચ બીજી ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં સ્વામીજીની જીવનઝરમર સૌ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) રામકૃષ્ણ કથામૃત (૪થી જૂન, ૧૮૮૩) ફલહારિણી કાલીપૂજા આજે જેઠ વદ ચૌદશ - સાવિત્રી ચૌદશ સાથે અમાસ અને ફલહારિણી કાલીપૂજા. શ્રી ‘મ’ આજના આ વિશેષ દિને શ્રીઠાકુરની ભાવાવસ્થાનું વર્ણન[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
અવતારોની માનવસુલભ દુર્બળતાઓનું તાત્પર્ય સંસારમાં બધા ય લોકો આવી રીતે ભૂલચૂકો કરે છે, નાદાનની માફક ઘણાં કામ કરી નાખે છે, અને છેવટે અફસોસ પણ કરે છે - એ સાવ સામાન્ય[...]
અધ્યાત્મ : અનંતને અનુરૂપ જીવન જીવવું : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ અને પોતાની વાસ્તવિક પ્રકૃતિની અનુભૂતિ કરવી એ પરમલક્ષ્ય. હવે પ્રશ્ન[...]
પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ
(ગતાંકથી આગળ) જગાઈ-માધાઈ બે બ્રાહ્મણ વંશના પુત્રો કુસંગમાં પડીને દારૂડિયા બની ગયા હતા. એમના સ્વજનોએ પણ એમને ત્યજી દીધા હતા. નવદ્વીપના માર્ગોમાં અસંખ્ય નિર્દોષ લોકોને પીડતા રહેતા. એક દિવસ નિતાઈ[...]
પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ
ઈ.સ. પૂર્વે ૫૯૯ની આ વર્ષો પુરાણી કથા છે. વૈશાલી નગરના એક ગ્રામ કુંતપુરમાં દિવ્યકાંતિવાળા એક શિશુએ જન્મ લીધો. એનું નામ પડ્યું વર્ધમાન. એમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી.[...]
સંસ્મરણ : અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ : સ્વામી ધ્રુવેશાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત કાર્યો શરૂ કરાવ્યાં. સ્વામી શારદાનંદજીએ રાહત કાર્યો માટે જઈ રહેલા ચાર બ્રહ્મચારી[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૮ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) ઘૃણાનો નાશ સામાજિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત જાતિઓના ક્રાંતિકારી નેતાઓ પોતાના ઘૃણાભાવને એનાથી આત્મધારણાને બળ મળશે એ આધાર પર ન્યાયોચિત ગણાવે છે, એ દુ:ખની વાત છે. આ એક[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
(ફેબ્રુઆરી ૦૬ થી આગળ) જો કોઈ સર્વ કલ્યાણના કે દીનહીન દુ:ખી લોકોના ભલા માટે થતા કાર્યમાં સ્વાર્થભાવના કે સ્થાપિત હિત રહેલાં હોય તો એ કાર્ય ઉજ્જ્ડ અને ફળવિહોણા વૃક્ષ જેવું[...]




