षडङ्गादि वेदो मुखे शास्त्रविद्या कवित्वादि गद्यं सुपद्यं करोति।
मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्॥
ષડંગો સહિત છ વેદો મુખસ્થ હોય, શાસ્ત્રવિદ્યા જાણતો હોય, કવિત્વ હોય અને સુંદર પદ્ય તેમજ ગદ્ય સહિત રચના કરતો હોય, પણ જો ગુરુદેવનાં ચરણકમળમાં મન લાગ્યું ન હોય તો શું, તો શું, તો શું?
विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः सदाचारवृत्तेषु मत्तो न चान्यः ।
मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्॥
વિદેશોમાં માન્યતા પામ્યો હોય, પોતાના દેશમાં ધન્ય ધન્ય થયો હોય અને સદાચારમય જીવનમાં લાગેલો હોય, તેના જેવો બીજો કોઈ ન હોય, પણ જો ગુરુદેવનાં ચરણકમળમાં મન લાગ્યું ન હોય તો શું, તો શું, તો શું?
क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम्।
मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्॥
પૃથ્વીના મંડળમાં રાજા અને પૃથ્વીના પાલકોના સમૂહ વડે જેનાં ચરણકમળ હંમેશાં સેવવામાં આવ્યાં હોય, પણ જો ગુરુદેવનાં ચરણકમળમાં મન લાગ્યું ન હોય તો શું, તો શું, તો શું?
(‘ગુર્વષ્ટકમ્’માંથી)
Your Content Goes Here




