ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
યમલાર્જુનનો ઉદ્ધાર ખાંડણિયાનાં બંધનમાં બંધાયેલા હોવાથી કૃષ્ણને અહીંતહીં જવામાં ઘણી મુશ્કેલી પડી. થોડીકવાર તો શાંતિથી બેઠા રહ્યા. પણ બેસતાંય નિરાંત ન વળી. કંટાળી ગયા ત્યારે એમણે જોર લગાવીને સરકવાનું શરૂ[...]
અહેવાલ : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા મેડીકલ સેન્ટરનો વાર્ષિક અહેવાલ એપ્રિલ - ૨૦૧૭ થી માર્ચ - ૨૦૧૮ વિભાગ નવા કેસ જૂના કેસ પુરુષો સ્ત્રીઓ બાળકો કુલ નેત્ર ચિકિત્સા-ઓપીડી ૬૧૮૧૯ ૫૯૧૩૬ ૫૪૮૪૫[...]
સમાચાર દર્શન : સંકલન
ગુજરાતનાં મઠ-મિશનનાં કેન્દ્રોમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો મહોત્સવ આખ્યાન, ભજનસંધ્યા અને વ્યાખ્યાનમાળા રામકૃષ્ણ મિશન, વડોદરામાં વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં વડોદરાના સુપ્રસિદ્ધ માણભટ્ટ અને કથાકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
शान्ता महान्तो निवसन्ति सन्तो वसन्तवल्लोकहितं चरन्तः । तीर्णाः स्वयं भीमभवार्णवं जना- नहेतुनान्यानपि तारयन्तः ।।37।। કેટલાક એવા શાંત અને સજ્જન મહાત્મા હોય છે કે જે સ્વયં આ ભીષણ ભવસાગરને પાર કરી[...]
અમૃતવાણી : ગુરુ એક સચ્ચિદાનંદ
સહુ આનંદ કરી રહ્યા છે. ઠાકુર કેશવને કહે છે, ‘તમે સ્વભાવ જોઈને શિષ્ય કરો નહિ, એટલે આમ તમારો સમાજ ભાંગી જાય. માણસો દેખાય બધા એકસરખા, પણ સૌના સ્વભાવ જુદા. કોઈની[...]
સંપાદકીય : ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્સેના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને પૂછ્યું, ‘શું ચોરી કરવામાં ‘તાઓ’[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।, ‘કર્મનો ત્યાગ કર્યા વિના (કે વનવાસ સેવ્યા વિના), જનક જેવા રાજાઓ સંસિદ્ધિને વર્યા છે ને તે પણ કર્મની વચ્ચે જ વસીને.’ लोकसंग्रहमेवापि[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
બુદ્ધની આ પ્રસિદ્ધ ઉક્તિ પર મનન કરવાથી આપણને લાભ મળી શકે : ‘હવે, ભિક્ષુઓ તમને એક વાતની યાદ અપાવું છું. બધી નિર્મિત વસ્તુઓ ક્ષર છે, એટલે સદૈવ સજગ રહેજો.’ આ[...]
અધ્યાત્મ : લીરલબાઈ / લીળલબાઈની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવતની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા, એમને ત્યાં મીણલદેની કૂખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. લુહાર વીરાભગત ભજનપ્રેમી[...]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
હવે પછીના દૃશ્યમાં પોતાનો અહં શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઉતાર્યો, તેની વિગત શ્રી મ. આપે છે. આ બતાવે છે કે શ્રી મ. કેટલા પ્રામાણિક હતા, કારણ કે મોટા ભાગના લોકો આવાં[...]
ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા વિશ્વવિદ્યાલયમાં આપતો હતો. પરીક્ષાનું સ્થળ સુપ્રસિદ્ધ સેનેટ હોલ હતું. એ[...]
અધ્યાત્મ : અવતારની લીલા અગમ્ય છે ! : શ્રી ભાણદેવ
અવતારની પારલૌકિક દૃષ્ટિ અવતાર પાસે પોતાની પારલૌકિક દૃષ્ટિ હોય છે. અવતાર પાસે પોતાનું દિવ્યજ્ઞાન- ઉશદશક્ષય ઠશતમજ્ઞળ હોય છે અને અવતારની લીલા, અવતારનો વ્યવહાર આ પારલૌકિક દૃષ્ટિમાંથી-આ દિવ્યજ્ઞાનમાંથી પ્રગટતો હોય છે.[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
सबिंदुसिंधुसुस्खलतरंगभंगरंजितं द्विषत्सु पापजातजात कारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંનાં ભયને હરનાર (પોતાના દર્શનરૂપ) બખ્તરને આપો છો; આપનું ચરણકમળ[...]
પ્રેરક પ્રસંગ : એક સાહસિક મહિલાનું આત્મજ્ઞાન
નોંધ : લખનૌનાં દિવ્યાંગ મહિલા અરુણિમા સિંહાએ 21મી મે, 2013ના દિવસે બપોરના પ વાગ્યે એવરેસ્ટ પર આરોહણ શરૂ કર્યું અને બીજે દિવસે સવારે 10:55 મિનિટે એવરેસ્ટ શિખર સર કર્યું હતું.[...]
પ્રેરક પ્રસંગ : જગદીશચંદ્ર બોઝ : શ્રી મનસુખભાઈ મહેતા
બાલમિત્રો, આપણા ઘરે પોતપોતાના ઇષ્ટદેવનું પૂજાઘર હશે. દાદા કે દાદીમા સાથે બેસીને પ્રસાદીની લાલચે આપણે પૂજામાં ભાગીદાર પણ થતા હોઈશું. ઠાકોરની પૂજા પતે, પ્રસાદી ધરાઈ જાય, પછી દાદા કે દાદીમા[...]
વાર્તા : ગજેન્દ્રમોક્ષ : શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
માનવસંસારની ફરતો ક્ષીરસાગર નામનો મોટો મહાસાગર પડ્યો છે. ક્ષીરસાગરનાં મોજાં કયે કિનારે અથડાય છે તે હજી સુધી કોઈએ જાણ્યું નથી. આ સાગરમાં ત્રિકૂટ નામનો એક મોટો પર્વત હતો. આ પર્વતને[...]
આરોગ્ય : ઊંઘ બાબતે જાગ્રત બનો ! : શ્રી ડૉ. કમલ પરીખ
અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતાં પહેલાં ઇષ્ટદેવની પ્રાર્થના કરવી. બને ત્યાં સુધી થોડીવાર નિરાંતે બેસીને જપ કરવા. અને ઊંઘ ન આવે તો આડા-અવળા વિચારો કર્યા વિના અગાશી કે ખુલ્લી[...]
પ્રાસંગિક : પૂર્ણાવસ્થાએ પહોંચેલ સ્વામીજીના ગુરુદેવ : શ્રી ભદ્રાયુ વછરાજાની
‘આ સંસારની કોઈપણ વસ્તુ કરતાં ધર્મ વધારે સહેલાઈથી લઈદઈ શકાય છે.’ ‘ઈશ્વરને કેવી રીતે જાણવો?’ ‘તેનું રોજ રોજ નામસ્મરણ કરીએ, એટલે આપણે તેની વધુ ને વધુ પાસે જઈ શકીએ.’ ‘પણ[...]
ચિંતન : શ્રદ્ધા – ભવસાગર પાર કરાવતી નૌકા : રેખાબા સરવૈયા
ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે. શ્રદ્ધા એ કોઈ મૂર્ત વસ્તુ નથી[...]
દર્શન સંસ્કૃતિ : શ્રીરામકૃષ્ણદેવનું અનન્ય જીવનદર્શન : સ્વામી મુક્તિદાનંદ
મહાન પ્રેરણાદાયી અને કર્મશીલ સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં યોજાયેલ રાષ્ટ્રિય સેમિનારમાં આપણે સૌ એકઠા થયા છીએ. આપણે બધા ભારતીય સંસ્કૃતિની ગૌરવગરિમામય પાસાંને જાણીએ છીએ. પરંતુ આપણામાંથી મોટા[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
ગોકુલથી વૃંદાવન તરફ ગમન જ્યારે નંદબાબા વગેરે મોટા અને વયસ્ક ગોપાલકોએ જોયું કે મહાવનમાં ઘણા મોટા ઉત્પાત થવા લાગ્યા છે, ત્યારે વ્રજવાસીઓએ હવે આગળ શું કરવું જોઈએ એનો નિર્ણય કરવા[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૧૮ મે, શુક્રવારથી ૨૨ મે, મંગળવાર ૨૦૧૮[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
ब्रह्मानन्दरसानुभूतिकलितैः पूतैः सुशितैर्युतै- र्युष्मद्वाक्कलशोज्झितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचय । संतप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो, धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः ।।39।। હે પ્રભુ, સંસારતાપના દાવાગ્નિની જ્વાલાઓથી તપ્ત એવા મને પોતાના બ્રહ્માનંદરસની અનુભૂતિયુક્ત, પવિત્ર, અતિશીતલ, સયૌક્તિત, પોતાની[...]
વિવેકવાણી : સાચો દેશપ્રેમ કેળવીએ : સ્વામી વિવેકાનંદ
બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; અને મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વકની[...]
સંપાદકીય : ભારતવર્ષને પ્રેમ કરો : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટાભાગના નેતાઓના, ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું કે સ્વામી વિવેકાનંદજી વિના આપણને[...]




