ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
અહીં વળી કોઈ શંકા કરે કે સ્મૃતિનાં વાક્યોમાં જે નિષ્કામ કર્મયોગ કહ્યો છે તે ચિત્તશુદ્ધિ માટે જ છે, સાક્ષાત્ મોક્ષના સાધનરૂપે એ નથી. મોક્ષ તો જ્ઞાનથી જ મળે, કર્મથી સીધો[...]
અમૃતવાણી : અહેતુકી ભક્તિ : શ્રીરામકૃષ્ણદેવ
રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે ! કેટલા પ્રયાસે એ થયું હશે ! અને તેનાં (પ્રભુનાં) દર્શન[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે એક કહેવત ટાંકી. જો કે મને તે જ શબ્દો યાદ નથી, પણ તેનો ભાવાર્થ તેવો હતો કે મનુષ્ય પોતાના ગુરુને[...]
વિવેકવાણી : ભક્તિ : સ્વામી વિવેકાનંદ
‘વિષ્ણુ અને રામ એક જ છે તેમ હું જાણું છું. પરંતુ આખરે કમળનયન રામ મારું સર્વસ્વ છે.’ જે વિશિષ્ટ વલણો સાથે માણસ જન્મે છે તે તેની સાથે રહેવાનાં જ. જગત[...]
સંપાદકીય : સેવા : એક ચિંતન : સ્વામી સર્વસ્થાનંદ
‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય છે પરિચર્યા, દાસતા, પૂજા, સમ્માન ઇત્યાદિ. આમ સેવા શબ્દ सेव, अङ् અને[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
જીવ અને તેની નિયતિ સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્યરૂપે વિદ્યમાન છે, જ્યારે જીવનો પશ્ચાદ્ભાવ કે અમરત્વનો વિશ્વના બધા મહાન ધર્મોએ સ્વીકાર કર્યો છે. ‘પુનર્જન્મ’ નામના પોતાના વ્યાખ્યાનમાં[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
17-7-1959 મહારાજ - આજે ફાલ્ગુનની હવાથી, શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી! પદ-તલ-મર્દિત લતામાં પણ, પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !! તમે લોકોએ આ ગીત સાંભળ્યું છે? સેવક - 1917માં રશિયાની ક્રાંતિ પછી[...]
સંસ્મરણ : યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી શું ધર્મ કે શું તત્ત્વજ્ઞાન,[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : સ્વામી શિવાનંદ
મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ નિમંત્ર્યા હતા. તે દિવસે મને[...]
અધ્યાત્મ : યોગ વિવરણ : શ્રીહર્ષદભાઈ પટેલ
‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય છે, તે અનુસાર તે યોગનું નામ પડે છે. મનુષ્ય ચાર પ્રકારના હોય[...]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા એક વૃદ્ધ ફકીરનો ભેટો થયો. ખૂલતો ઝભ્ભો પહેરેલ, ગળામાં[...]
પ્રાસંગિક : ભારતનો આત્મા – સ્વામી વિવેકાનંદ : માનનીય શ્રીનરેન્દ્ર મોદી
ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત કરીએ. હું આપને એક વાત[...]
પ્રેરણાં : પ્રગતિનો આધાર ચારિત્ર્ય : સ્વામી ગુણાશ્રયાનંદ
આપણા મનુષ્ય તરીકેના જીવનમાં ચારિત્ર્ય (Character)નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રો, તજજ્ઞો, વિદ્વાનો તેમજ અવતારી પુરુષોએ પણ ચારિત્ર્ય ઉપર ભાર મૂક્યો છે. એક સુઘડ વ્યક્તિ તરીકે ગમે તેટલી[...]
વિદ્યાર્થી જગત : સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : શ્રીમનસુખભાઈ મહેતા
યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે તેવું લાગતું હશે. મોટાં મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન કરવું, જ્ઞાન દોહન[...]
પ્રાસંગિક : પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ : પન્નાબહેન પંડ્યા
મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું વિરાટ કાર્ય કરી ગયા કે[...]
પ્રાસંગિક : ઠાકુરના નરેન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ સમસ્યા હતી. આથી રાજા ભગીરથે[...]
ઇતિહાસ : કનકલતા બરુઆ : શ્રીજિતેન્દ્ર પટેલ
ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ પ્રદેશની વતની, આ છોકરી શહાદતને વરી ત્યારે ફક્ત 14 વર્ષની હતી. 1942માં[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે. હળદર, કુમકુમ અને પુષ્પો અર્પણ કરવાં, ઘીનો દીપ પ્રગટાવવો, સ્તોત્રપાઠ કરવાં અને[...]
પુરાણ કથા : કરુણાનો સદ્ગુણ : ભગિની નિવેદિતા
(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું જોયું અને એક તીર તે[...]
પ્રેરક કથા : યથાર્થ ક્ષમાશીલતા : સંકલન
આ વાત ભગવાન બુદ્ધના સમયની છે. એક નવયુવક ભગવાન બુદ્ધની વાણીથી પ્રેરાઈને, એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રોજ તેમની પાસે આવતો હતો. સમય જતાં ધીમે ધીમે આ નવયુવક પોતાની સાધનામાં લીન[...]
દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
આ કર્મયોગમાં બધાનો જ અધિકાર હોવાને લીધે ત્રણ વર્ણના લોકો માટે શાસ્ત્ર કથિત સ્વાધ્યાયની વાત જ આવતી નથી. અહીં મુમુક્ષુતાની જ અપેક્ષા છે એટલે સાધનચતુષ્ટયની પણ આવશ્યકતા ઊભી થતી નથી.[...]
અમૃતવાણી : સર્વધર્મસમન્વય : શ્રીરામકૃષ્ણદેવ
જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું ? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે તેનું ધ્યાન કરવું. પરંતુ જાણવું કે બધાં એક. કોઈના પ્રત્યે દ્વેષ રાખવો[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ ‘આ પહેલાં થોડા સમયે ગિરીશ અને તેનાં પત્ની અગાસીમાં ચડ્યાં હતાં. હું બલરામબાબુના ઘેર રહેતી હતી અનેે સાંજે હવા ખાવા માટે છત તરફ ગઈ હતી. ગિરીશની અગાસીમાંથી મને[...]
વિવેકવાણી : ભક્તિ : સ્વામી વિવેકાનંદ
બેશક, એક નાનો હોય અને બીજો મોટો એટલો જ વિવિધતાનો અર્થ થતો નથી. સૌ કોઈ પોતે જે સ્થિતિમાં મુકાયા હોય તે સ્થિતિમાં પોતાનો ભાગ બરાબર ભજવે તો પણ વિવિધતા સચવાઈ[...]
સંપાદકીય : ભગવન્નામ-ગુણ-કીર્તન : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર ઉપાય જણાવે છે : ‘ઈશ્વરનાં નામ-ગુણ-કીર્તન, પ્રાર્થના, સાધુસંગ, એકાંતવાસ.’ શ્રીરામકૃષ્ણદેવ[...]




