ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : મરાઠાયુગમાં કલાસર્જન : સંકલન
ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની બાબતે સંપૂર્ણ ઉદારતા હતી. મત્સ્ય અને કૂર્મમાં પણ ઈશ્વરાવતાર જોનાર[...]
દીપોત્સવી : ગુજરાતનો કલાવારસો : શ્રી બકુલેશભાઈ ધોળકિયા
કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને ટેકનોલોજીના પરિમાણથી સર્જાયેલ નવીન સર્જનો પૈકી કેટલાંક કલાસર્જનો અહીં પ્રસ્તુત[...]
દીપોત્સવી : ગુજરાતનાં જલમંદિરો : સંકલન
ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે, પાણીનો સંગ્રહ થાય, ગ્રામજનોને પણ પૂરતું જળ મળી રહે, ખેતીવાડીને[...]
દીપોત્સવી : ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા : જ્યોતિબહેન થાનકી
વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. પરંતુ કાળક્રમે આ સંસ્કૃતિઓ પણ લુપ્ત થઈ[...]
દીપોત્સવી : કલા – ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ : શ્રીભરતભાઈ ના. ભટ્ટ
ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં કલાનું યોગદાન પ્રતીત થશે. મનુષ્યની સાંસ્કૃતિક ઉન્નતિનું એવરેસ્ટ એટલે તેણે કરેલી બે[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા – ભારતીય કલાનાં પ્રશસ્તિકાર : ડાંકૃતિબહેન ધોળકિયા
ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન ગરજ સારે છે. તેનું પુન:પ્રાગટ્ય માતૃભૂમિનું નિર્માણ કરવામાં નહીં, પરંતુ પુન:જાગરણ માટે[...]
દીપોત્સવી : આપણો કલાવારસો – કેટલો દેશમાં, કેટલો પરદેશમાં : શ્રીબકુલભાઈ બક્ષી
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન ભારતની સર્જનપ્રતિભા ગુપ્તકાળમાં પૂર્ણકળાએ પાંગરી[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
આ રીતે અનુભૂતિ મનોવિશુદ્ધિની ક્ષણે જ થઈ જાય છે તો પછી એ મનની વિશુદ્ધિ કરનાર કર્મયોગ ભલા મોક્ષનો સાક્ષાત્ સીધો જ ઉપાય શા માટે ન હોઈ શકે? કોઈ કહેશે કે[...]
અમૃતવાણી : કલિયુગમાં ભક્તિ-યોગ
અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપોે’. જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે પ્રતિમામાં પૂજા કરતાં કરતાં સત્યસ્વરૂપનું[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ વિવિધ પ્રકારે પોતાની રોજી મેળવતાં હતાં. આમાંના એક માણસ સાથે એક બાઈ-રખાત-રહેતી[...]
વિવેકવાણી : ભક્તિ : સ્વામી વિવેકાનંદ
જગતમાં જે ભિન્ન ભિન્ન ધર્મો અસ્તિત્વ ધરાવે છે તે જો કે અનુષ્ઠાનના સ્વરૂપમાં જુદા પડે છે, તો પણ વાસ્તવિક રીતે બધા એક છે. કેટલેક સ્થળે લોકો મંદિર બાંધે છે અને[...]
સંપાદકીય : શક્તિતત્ત્વ-નિરૂપણ : સ્વામી સર્વસ્થાનંદ
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. તે જ શક્તિતત્ત્વ, તે જ મહાશક્તિરૂપા. ખરું જોતાં બ્રહ્મ અને[...]
શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો લખાયાં, તેમાંના એક મહાકાવ્ય, ‘શિશુપાલવધ’ના નિર્માતા મહાકવિ માઘ ગુજરાતનું સંતાન હતા. એ[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
જ્ઞાનયોગ જ્ઞાનયોગનો પ્રારંભ ‘શ્રવણ’થી થાય છે, એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન કરવું અથવા ગુરુ પાસેથી સાંભળવું. આ સત્યોને ઉપનિષદનાં ચાર મહાવાક્યો દ્વારા સૂત્રરૂપે વ્યક્ત કરવામાં આવ્યાં છે. પરંતુ આને[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 11 6-7-1959 મહારાજ - જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ. બુદ્ધિથી વિચાર કરીએ છીએ અર્થાત્ જ્ઞાન. મનમાં ભાવ આવે છે અર્થાત્[...]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
(અનુ. હર્ષદભાઈ પટેલ) હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા અને દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરને પોતાનું કામચલાઉ નિવાસસ્થાન બનાવ્યું. ગોવિંદરાયનું[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીની પૂજા : એક સંન્યાસી
(અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે! વર્ષ 1930માં શ્રીમાની જન્મતિથિ 22 ડિસેમ્બરના રોજ હતી.[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) વ્યક્તિ અને સમાજ હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું વિશ્વના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતું નથી. હિંદુ ધર્મમાં ચાર વર્ણાશ્રમ, ચાર[...]
પ્રાસંગિક : આદ્યશક્તિ જગદંબા : સ્વામી શિવાનંદ
(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં હોવા છતાં શ્રીશ્રીમા સાક્ષાત્ આદ્યાશક્તિ[...]
પ્રાસંગિક : આદ્યશકિત મા શારદા : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ આસુરીશકિતનું તાંડવ બહાર કરતાં અંતર્જગતમાં[...]
બોધ કથા : સંત તો કરુણામૂર્તિ છે : એક સેવક
સંતો સદૈવ સર્વનું યોગક્ષેમ જ ઇચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બૂરું કરનાર પર કુદૃષ્ટિ, એ એમના જીવનનો આદર્શ નથી. સંતો બીજાને માટે જીવે છે. સંતો તો પાપી-તાપી સૌ[...]
પ્રાસંગિક : સર્વદેવીરૂપિણી મા શારદા : શ્રીહર્ષદભાઈ પટેલ
શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા ગુપ્ત જ રહ્યું છે. તેઓ[...]
પુરાણ કથા : ગંગાવતરણ : ભગિની નિવેદિતા
પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી ગરુડની બહેન સુમતિ. આ બંને[...]
પત્રો : સ્વામી તુરીયાનંદના પત્રો : સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણ: શરણમ્ આલમબજાર મઠ 18-02-1896 પ્રિય હરિમોહન, તમારો માઘ પંચમીનો પત્ર મળતાં સમાચારોથી માહિતગાર થયો. ઉત્સવમાં વ્યસ્ત હોવાથી જવાબ આપવામાં વિલંબ થયો. અહીંનો ઉત્સવ ભવ્યતાપૂર્વક નિર્વિઘ્ને સંપન્ન થયો. ઓછામાં ઓછા[...]
સમાચાર દર્શન : સંકલન
રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૩ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬ દરમિયાન આશ્રમના વિવેક હોલમાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમોમાં શહેરની ૭ શાળાના આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ[...]




