આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2011|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે પણ બોધકથા કે ઉપમા-રૂપકો દ્વારા લોકોનું ધ્યાન દોરીને સન્માર્ગે ચાલવાની[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪ : સ્વામી રંગનાથાનંદ

September 1, 2011|Tags: , , |

આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥ આ શક્તિદાયક શ્લોક છે. क्लैब्यं એટલે કાયરતા, નિર્બળતા; શક્તિનો, પુરુષાતનનો અભાવ. मा स्म गमः[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2011|Tags: , , |

ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં આ લગભગ અણપ્રીછેલી વિભૂતિની કથા વિસ્તારથી વર્ણવાયેલી છે. એમાંથી[...]

શ્રીરામકૃૃષ્ણ અને ઉપનિષદ : ભૃગુની વાત : ડો. સુરુચિ પાંડે

September 1, 2011|Tags: , |

વરુણના પુત્ર ભૃગુ, પુરાતન પ્રાચીન કાળના, જાણે કે પૃથ્વી પરના દેવ.  કેવી રીતે અને કેટકેટલા પ્રકારે વર્ણવી શકાય?  સૂક્તદ્રષ્ટા ઋષિ, અગ્નિની જ્વાલાસમા તેજસ્વી; કેટલાક લોકો તેને અગ્નિ કહે છે; કેટલાક[...]

પ્રેરણા : ભયની વૃત્તિ : સ્વામી આત્માનંદ

September 1, 2011|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.) ભય મનની એક વિચિત્ર[...]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૩ : સ્વામી જગદાત્માનંદ

September 1, 2011|Tags: , , |

પ્રેમની દુર્લભતા સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર, ગરીબ, વિદ્વાન કે અભણ બધાયને વશ કરી લીધા. એણે ઝૂંપડી અને મહેલમાં[...]

ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧ : સ્વામી સત્યરૂપાનંદ

September 1, 2011|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.) માનવજીવન એક લાંબી યાત્રા છે[...]

નારીજગત : કેથરીન એબટ સેનબોર્ન : શ્રીમતી શૈલજા આગટે

September 1, 2011|Tags: , , |

સ્વામીજી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા. ત્યાં કુ. કેથરીન સેનબોર્નને તેઓ મળ્યા હતા. સ્વામીજીને સહાયરૂપ બનનાર એ સર્વપ્રથમ અમેરિકન સન્નારી હતાં. તેઓ ચેતનવંતા અને પ્રબુદ્ધ હતાં. તેઓ[...]

બોધકથા : વિધિની વિચિત્રતા : રામેશ્વર તાંતિયા

September 1, 2011|Tags: , , |

શેઠ રામજીલાલ  પોતાના ગામની આજુબાજુના વિસ્તારમાં અને સમગ્ર પ્રાંતમાં પ્રસિદ્ધ હતા. એમણે ભિન્ન ભિન્ન પ્રકારનાં પાંચ-છ કારખાનાં નાખ્યાં હતાં. એમાં હજારો મજૂરો કામ કરતા. વિદેશોમાં આયાત નિકાસનો કરોડો રૂપિયાનો વેપાર[...]

વ્યાખ્યાન : શુદ્ધ કર પ્રબુદ્ધ કર : ઉમાશંકર જોષી

September 1, 2011|Tags: , , |

(વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી ઉમાશંકર જોશીએ જાહેરસભામાં આપેલા પ્રવચનના અંશો પ્રસ્તુત છે. - સં.) વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ[...]

બોધકથા : ત્રણ પ્રશ્નો : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

September 1, 2011|Tags: , , |

અગાઉના રાજાઓના મસ્તિષ્કમાં ન જાણે કેટલી જાતનાં ખ્યાલ રમતા. તેવો એક રાજા રાજસિંહાસન પર બેઠો. તે તરુણ રાજા બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસી હતો. વળી પ્રજાના કલ્યાણ માટે ખૂબ આગ્રહ રાખતો. પરંતુ[...]

બોધકથા : ભીમ અને હનુમાનનું મિલન : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2011|Tags: , , |

(રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ તમીળમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.) પાંડવો વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદી વનમાં બેસીને પ્રકૃતિનું સૌંદર્ય માણી રહ્યાં[...]

સમાચાર દર્શન

September 1, 2011|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરોગ્ય ચિકિત્સા સેવા નિઃશુલ્ક ફિઝિયોથે૨પી અને સેરેબ્રલપાલ્સી કેમ્પ ૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના આરોગ્ય કેન્દ્રમાં ૬૯ સેરેબ્રલપાલ્સી અને ફિઝિયોથે૨પીના દર્દીઓની નિઃશુલ્ક ચિકિત્સા અને ૭ થી ૧૦[...]

દિવ્યવાણી

October 1, 2011|Tags: , , |

अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्द नुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥१॥ હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને વિનોદ કરાવનાર, નંદપુત્રી, ગિરિરાજ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૂકં કરોતિ વાચાલં : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2011|Tags: , , |

મથુરબાબુની સાથે બીજે એક ઠેકાણે ગયો હતો. ત્યાં કેટલાય પંડિતો મારી સાથે વાદ કરવા આવ્યા હતા. હું તો મૂરખ! (સૌનું હાસ્ય). પંડિતો મારી આ અવસ્થા જોઈને અને મારી સાથે વાતચીત[...]

વિવેકવાણી : આત્મશ્રદ્ધા પ્રગટાવો : સ્વામી વિવેકાનંદ

October 1, 2011|Tags: , , , |

આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાની છાની બાબતો આપણામાં ઘૂસતી આવે[...]

સંપાદકીય : વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2011|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના જીવનમાં જોવા મળતી ઘટનાઓ કે ચીજવસ્તુઓને ધ્યાનમાં લઈને આવે છે.[...]

ઈમાનદારી : સ્વામી આત્માનંદ

October 1, 2011|Tags: , |

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૭, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. આજે સર્વત્ર આપણને આ[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2011|Tags: , |

(રામકૃષ્ણ મઠ-મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુડગાચ્છીમાં સાપ્તાહિક સત્સંગ રૂપે ‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ પર આપેલ વ્યાખ્યાનોના હિંદી સંસ્કરણ ગ્રંથ-૩માંથી ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૫ : સ્વામી રંગનાથાનંદ

October 1, 2011|Tags: , , |

(ગતાંકથી આગળ) આ બીજા અધ્યાયના ૪થી ૯મા શ્લોકનો એ વિષય છે. કઠોપનિષદે (૧.૩.૧૪માં) થોડા શક્તિદાયી શબ્દોમાં કહ્યું છે, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्‌ निबोधत, ‘ઊઠો, જાગો અને, ધ્યેય પ્રાપ્ત ન થાય[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 2011|Tags: , , |

(ગતાંકથી આગળ) ધનગોપાલ મુખરજી આદર્શવાદી પ્રકૃતિના માણસ હતા. એમની રુચિ ભાવનાપ્રધાન અને કલાભિમુખી હતી. આવા ગુણોની નીચે આધ્યાત્મિક અનુભવોની ઝંખનાનો મૌલિક વિચારપ્રવાહ વહેતો હતો! ઇતિહાસના કપરા કાળ દરમિયાન અમેરિકામાં લાંબો[...]

પ્રાસંગિક : અહમ્ બ્રહ્મસ્વરૂપિણી : ડો. સુરુચિ પાંડે

October 1, 2011|Tags: , , |

શ્રીમા દુર્ગાનાં સિંહવાહિની, મહિષાસુરમર્દિની વગેરે સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ દેવી ઉપનિષદમાં વર્ણિત કરવામાં આવ્યું છે. બધા દેવતાઓએ દેવીને તેમનાં સ્વરૂપ વિશે પૂછ્યું હતું, તેના જવાબમાં[...]

નારીજગત : શ્રીમતી બેલી જ્યોર્જ ડબલ્યુ. હેઈલ : શ્રીમતી શૈલજા દાતે

October 1, 2011|Tags: , , |

ઈ.સ. ૧૮૯૩ના જુલાઈના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મ પરિષદ માટે શિકાગો ગયા હતા. પરિષદ શરૂ થવા માટે ઘણો સમય બાકી હતો. શિકાગોમાં મોંઘવારી બહુ હતી. એના પ્રમાણમાં બોસ્ટન સસ્તુ હતું. ખર્ચ[...]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૪ : સ્વામી જગદાત્માનંદ

October 1, 2011|Tags: , , |

પ્રેમનો જાદુ આપણે અનંતકાળ સુધી રાહ ન જોઈ શકીએ કે ક્યારે વૈજ્ઞાનિકો રસરુચિ લઈને ‘માનવતા પર પ્રેમનો પ્રભાવ’ એ વિશે પોતાનો નિષ્કર્ષ પ્રકાશિત કરશે. માનસિક અને દૈહિક રોગો વિશેની શોધો[...]

ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨ : સ્વામી સત્યરૂપાનંદ

October 1, 2011|Tags: , , |

અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને કૃપાપૂર્વક જીવનયાત્રાના બધાં રહસ્યો ભવિષ્યની[...]

Go to Top