આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વિવેકાનંદ શિષ્યા : શ્રીમતી ધીરામાતા : શ્રીમતી શૈલજા દાતે

April 1, 2011|Tags: , |

સ્વામી વિવેકાનંદના શિષ્યા ઓલીબુલ (ધીરામાતા)ના જીવન પર શ્રીમતી શૈલજા દાતેએ લખેલ લેખનો ડો. પ્રજ્ઞા પૈએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે. - સં. ‘ભગવાં વસ્ત્રો પહેરી ભારતથી આવેલી આ અલૌકિક વ્યક્તિ મનુષ્ય[...]

શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૧ : સંકલન

April 1, 2011|Tags: , |

શ્રી ઠાકુરની ૧૬૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં એક સચિત્ર અને સર્વાંગ પૂર્ણ બૃહત્ રામકૃષ્ણ કથામૃત પ્રકાશિત થઈ રહ્યું છે. તેની મનનીય ભૂમિકા વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. વિષાદગ્રસ્ત અર્જુનને જેમ શ્રીકૃષ્ણ મળ્યા અને[...]

ધર્મ અને ધર્મજીવન-૧ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2011|Tags: , |

રામકૃષ્ણ સંઘના ૧૨ મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે બેલૂર મઠમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ સાથે થયેલ ચર્ચાનો સંગ્રહ મૂળ બંગાળીમાં સ્વામી ઋતાનંદજીએ કર્યો હતો. એનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

રામકથા : શ્રી મોરારીબાપુ

April 1, 2011|Tags: , , |

શ્રી મોરારીબાપુની કથા પર આધારિત ‘દિવ્ય રામાયણ’ પુસ્તકમાંથી સાભાર સ્વીકાર. ગંગા, યમુના અને સરસ્વતી નદીનાં સંગમમાં ત્રિવેણી સ્નાન કરીને શ્રીરામચંદ્ર, સીતાજી, લક્ષ્મણજી વંદના કરે છે. શ્રીરામચંદ્રજી માધવરાયજીની પૂજા કરી અક્ષયવટની[...]

માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૧ : સ્વામી ગંભીરાનંદ

April 1, 2011|Tags: , |

શ્રીયુત મહેન્દ્રનાથ ગુપ્ત રચિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શ્રી ‘મ’, ‘માસ્ટર’, ‘મણિ’, ‘મોહિનીમોહન’ કે ‘એક ભક્ત’ આ રીતે ગુપ્તનામ કે અધૂરા પરિચયના આવરણમાં પોતાને ગુપ્ત રાખવાની કોશિશ કરવા છતાંય અસફળ રહ્યા, કેમકે[...]

સમાચાર દર્શન

April 1, 2011|Tags: , , , |

રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામમાં શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા ગોપુરમનું ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા સભાખંડના ઉદ્ઘાટન પ્રસંગે ૪ થી ૭ ફેબ્રુઆરી સુધી વિશેષ પૂજા, રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને સુખ્યાત વિદ્વાનોનાં[...]

દિવ્યવાણી

May 1, 2011|Tags: , , |

दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः॥१॥ દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરી આવ્યા કરે છે; એમ કાળ ખેલે છે અને[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રદ્ધાને ચમત્કારોની પડી નથી : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2011|Tags: , , |

એક વેળા બે યોગીઓ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં મગ્ન થઈને રહેતા હતા. એમના આશ્રમ પાસેથી એક દહાડો દેવર્ષિ નારદ નીકળ્યા. એક યોગીએ પૂછ્યું: ‘આપ સ્વર્ગેથી પધારો છો?’ નારદ બોલ્યો:[...]

વિવેકવાણી : સાક્ષાત્કાર : સ્વામી વિવેકાનંદ

May 1, 2011|Tags: , , , |

ઇન્દ્રિયોનો ઉપભોગ કેટલીકવાર એક ભયંકર અને પ્રલોભનભર્યું સ્વરૂપ ધારણ કરે છે. ઘણા પ્રાચીન કાળમાં અને દરેક ધર્મમાં તમે હંમેશાં એક એવી વાત સાંભળશો કે એક વખત એવો આવશે, કે જ્યારે[...]

સંપાદકીય : આધુનિક યુવકો ઝંખે છે: એક આદર્શ જીવનદૃષ્ટા : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2011|Tags: , , |

આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૧૩ અને ૧૪માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઉજવાશે. ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદે ૩૦ વર્ષની ઉંમરે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લઈને અને[...]

અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2011|Tags: , |

ઋષિઓનો માર્ગ: ઈશ્વર તથા આત્મા નામના પરમ સત્યનું અપરોક્ષ અનુભૂતિ કરનાર ઋષિ કહેવાય છે. અંગ્રેજીમાં ‘મિસ્ટિક’ કહે છે. સંસારના પ્રત્યેક ધર્મમાં અનેક ઋષિઓ થયા છે. આમ છતાં પણ બધા ધર્મોએ[...]

ધર્મ અને ધર્મજીવન-૨ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2011|Tags: , |

પ્રશ્ન: મહારાજ, સંઘબદ્ધ જીવનમાં રહેવાનું રહસ્ય શું છે? મહારાજ: ખૂબ કામ કરવું. માત્ર સોંપેલું કાર્ય જ નહિ. જો બને તો પોતે વધુ કામ માગીને પણ કરવું. તો પછી કોઈને બોલવાનો[...]

માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૨ : સ્વામી ગંભીરાનંદ

May 1, 2011|Tags: , |

એ પછી બીજા પણ થોડા દિવસો સુધી માસ્ટર મહાશય વરાહનગરમાં રહેવાનો સુયોગ મેળવીને ઘણીવાર દક્ષિણેશ્વર આવતા. તેથી તેઓ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણના અંતરંગ મંડળીનું અંગ બની ગયા.  ઠાકુરે એક દિવસ[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

May 1, 2011|Tags: , |

અવતાર તરીકે શ્રીરામકૃષ્ણ અવતારનાં અનેક ચિહ્નો છે. શાસ્ત્રોક્ત ચિહ્નનો ઉલ્લેખ શ્રીકૃષ્ણે ગીતામાં કર્યો છે; ધર્મની જ્યારે ગ્લાનિ થાય અને અધર્મ પ્રવર્તે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. તેઓ સાધુ પુરુષોનું[...]

શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 2011|Tags: , |

દુ:ખી માનવજાતિ પર કરુણા વરસાવવા સચ્ચિદાનંદ માનવરૂપે અવતરે છે. આ માનવરૂપધારી ઈશ્વરાવતાર પોતાની દિવ્ય કરુણાનાં પૂરોથી સમગ્ર વિશ્વને તરબોળ કરી દે છે અને માનવને રૂપાંતરિત કરી દેતાં, એનાં આધ્યાત્મિક મોજાઓ[...]

શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૨ : સંકલન

May 1, 2011|Tags: , |

આ રીતે પરમાત્મવિષયક અનેક દૃષ્ટિકોણમાં તેમણે જગતમાં સર્વ પ્રાણીઓને અને સર્વે પદાર્થોને આવરી લઈને પરમતત્ત્વની સર્વવ્યાપકતા દર્શાવી છે. એનો અર્થ એ થયો કે પરમસત્તા પારમાર્થિકરૂપે નિરપેક્ષ તો છે જ પણ[...]

મહારાજા પરીક્ષિત અને કાશ્યપ : કરશનદાસ માણેક

May 1, 2011|Tags: , |

(સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, દ્વારા પ્રકાશિત ‘દિવ્ય વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.) આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો. ગમે તેટલાં ભયંકર વિષનો પણ ઉપચાર તેની પાસે[...]

સંપ્રદાય, ધર્મ અને શ્રીરામકૃષ્ણદેવ : દુષ્યંતભાઈ પંડ્યા

May 1, 2011|Tags: , |

આપણી જાતને ‘હિન્દુ’ તરીકે ઓળખાવનાર લગભગ દરેક વ્યક્તિ શૈવ, વૈષ્ણવ, શાક્ત કે સ્વામીનારાયણી કે એવા કોઈ સંપ્રદાયની અનુયાયી છે. મુસલમાનોમાં શિયા અને સુન્ની બે જાણીતા સંપ્રદાયો ઉપરાંત, બીજા કેટલાક સંપ્રદાયો[...]

પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ : શરદ્‌ચંદ્ર પેંઢારકર

May 1, 2011|Tags: , |

મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું. જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ સુંદર રાખવાનો પ્રયત્ન કરતાં. મહારાજા[...]

સુખી ઘર : ચંદુભાઈ ઠકરાલ

May 1, 2011|Tags: , |

દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે. પરંતુ લાઈનસ ફરેરા નામના ચિંતક સુખની[...]

સમાચાર દર્શન

May 1, 2011|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૨૭ માર્ચના રોજ સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ‘આંતર્ધર્મ સમન્વય અને વૈશ્વિક સંસ્કૃતિ’ના નામે યોજાયેલ પરિસંવાદમાં ઉચ્ચતમ અદાલતના મુખ્ય[...]

દિવ્યવાણી

June 1, 2011|Tags: , , |

हे चन्द्रचूड मदनान्तक शूलपाणे स्थाणो गिरीश गिरिजेश महेश शंभो। भूतेश भीतभयसूदन मामनाथं संसारदुःखगहनाज्जगदीश रक्ष॥१॥ હે ચન્દ્રમૌલિ, કામદેવના નાશક, ત્રિશૂલધારી, સ્થિર, ગિરીશ, પાર્વતીપતિ, મહેશ્વર, કલ્યાણ કરનાર, પ્રાણીમાત્રના ઈશ્વર, ભયભીતોના ભયનો નાશ[...]

દિવ્યવાણી

June 1, 2011|Tags: , , |

विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥१॥ વિશ્વને અરીસામાં દેખાતા નગરની જેમ પોતાની અંદર રહેલું, જેમ ઊંઘમાં થાય છે તેમ,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધર્માંધતાના ઘંટથી તમારા કાનને બહેરા ન થવા દો : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2011|Tags: , , |

એક માણસ હતો. તે શિવને ભજતો અને બીજા બધા દેવોને ધિક્કારતો. એક દિવસે શિવે પ્રગટ થઈ એને કહ્યું, ‘તું બીજા દેવોને ધિક્કારીશ ત્યાં લગી હું તારી પર પ્રસન્ન નહીં થઉં.’[...]

વિવેકવાણી : ધર્મનું સ્વરૂપ : સ્વામી વિવેકાનંદ

June 1, 2011|Tags: , , , |

જે માણસ પાપમાં અને દુ:ખમાં ફાંફાં મારે છે, જે માણસ નરકમાંથી પસાર થતો માર્ગ પસંદ કરે છે, તે પણ પૂર્ણતાએ તો પહોંચે છે; પણ ત્યાં પહોંચતાં તેને સમય લાગે છે.[...]

Go to Top