ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી
कोनु स्यादुपाय: अत्र येनाहं सर्वदेहिनाम्। अंत:प्रविश्य भवेयं सततं दु:खभारभाक्॥ न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम्। कामये दु:खतप्तानां प्राणिनामार्तिनाशनम् શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી હું બધાં પ્રાણીઓના અંતરમાં[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પૈસો આવો ગર્વ જન્માવે : શ્રીરામકૃષ્ણદેવ
એક દેડકાને એકવાર એક રૂપિયો જડ્યો. એને એ પોતાના દરમાં લઈ ગયો. એક દિવસ એની ઉપરથી એક હાથી નીકળ્યો. દેડકો તરત ગુસ્સે ભરાઈ બહાર આવ્યો. હાથીને લાત મારવા પોતાનો એક[...]
વિવેકવાણી : વિકાસલક્ષી દૃષ્ટિકોણ : સ્વામી વિવેકાનંદ
આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ કહ્યું: ‘તમે હજુ પણ શા માટે નોકરી કરવાનું ચાલુ રાખો છો ? કોઈ[...]
સંપાદકીય : કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ : સ્વામી સર્વસ્થાનંદ
૧૯મી અને ૨૦મી સદીના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સમય જતાં કેટલાક પાયાના ફેરફાર થયા હતા. પણ ૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં ઈન્ફોર્મેશન તેમજ કોમ્યુનિકેશન ટેક્નોલોજીમાં એક ક્રાંતિ આવી[...]
શ્રીરામકૃષ્ણ કલ્પતરૂ-સ્વરૂપે : સ્વામી ચેતનાનંદ
કલ્પતરુ તરીકે શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને, ‘જ્યોતિ લાધો’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો.’ જગતને છોડતાં પહેલાં[...]
સ્વામી઼ વિવેકાનંદનું ગ્રામવિકાસનું સ્વપ્ન : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઝ વિઝન ઓફ રૂરલ ડેવલપમેન્ટ’ પુસ્તકમાંથી પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો અહીં પ્રસ્તુત છે. સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતમાં ગ્રામ વિકાસ ગ્રામ[...]
‘તને આ ઘટતું નથી’ : દુષ્યંતભાઈ પંડ્યા
વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું રાજ્ય નહીં આપું, પાંચ ગામ[...]
ભાસ્કર સેતુ઼પતિ : ભરત ‘કુમાર’ પ્રા. ઠાકર
દક્ષિણેશ્વરના સંત ઠાકુર રામકૃષ્ણ પરમહંસ (૧૮૩૬-૮૬)ના ઓજસ્વી શિષ્ય, વેદાંત જ્ઞાનના પ્રખર પંડિત, રામકૃષ્ણ મિશન અને મઠના સ્થાપક એવા સ્વામી વિવેકાનંદજી (૧૮૬૩-૧૯૦૨) વિશ્વમાં પહેલી જ વાર હિન્દુ ધર્મની સાચી સમજ પ્રસરાવનાર[...]
સ્વામી વિવેકાનંદનો સંગીતપ્રેમ અને વિનોદપ્રિયતા : જ્યોતિબહેન થાનકી
સ્વામીજીના સંગીત શિક્ષણ વિષે અમે ઉસ્તાદ વેણીગુપ્ત (વેણી વૈરાગી કે વેણી અધિકારી)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અહમદખાનના શિષ્ય હતા અને કંઠ્ય અને વાદ્ય બંને પ્રકારના સંગીતના નિષ્ણાત હતા. વિશ્વનાથ[...]
સ્વામી઼જીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ
દુનિયાના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ આપણને માનવ-વિકાસને ધર્મ કેટલી અસર પહોંચાડે છે, તેના વિષે ઊંડી આંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. ધાર્મિક આદર્શો, દિવ્યતામાં અડગ શ્રદ્ધા અને આધ્યાત્મિક અભિમુખતા આપણા રોજના જીવનમાં વ્યાપી[...]
દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતા-૨઼ : સ્વામી વિશ્વાત્માનંદ
ધર્મ અને આધ્યાત્મિકતાના અલગ અલગ અર્થ આપણે જોયા. પરંતુ ધર્મમાં આધ્યાત્મિકતાનો અર્થ સમાઈ જાય છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા આવ્યા પછી તેમણે કોલંબોથી અલમોડા સુધીનાં જે વ્યાખ્યાનો આપ્યાં છે, તેમાં[...]
પ્રાચીન – મધ્યકાલીન ભારતની લલિતકલાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ...) નૃત્ય પણ સંગીતની પેઠે જ માનવની ભીતરની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું સદૈવ એક સાધન તરીકે રહ્યું છે. ઉદાહરણાર્થ ગામડિયાઓ આજે પણ કુદરતના દેવો પાસે પોતાની કૃતજ્ઞતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા[...]
માપદંડ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
તુલસી, મીરાં, સુરદાસ, કબીર - આ ચાર સાધકનાં નામ ભારતમાં ચારે ય પ્રદેશમાં માણસો એક અવાજે ઓળખે છે. તેમની વાતો શું આજકાલની છે? તેમના વિષે માણસોએ મુખે-મુખેથી કેટલી બધી વાર્તાઓ[...]
ગોગા બાપા : રામેશ્વર તાંતિયા
રાજસ્થાનનાં શૌર્ય અને બલિદાનનો ઇતિહાસ વિશ્વમાં અજોડ છે. સન્માન અને સતીત્વની રક્ષા માટે બાળકોને ખોળામાં લઈ ધધકતી આગમાં કૂદી પડી પ્રાણ ત્યાગ કરવો એ અત્યંત અદ્વિતીય દૃષ્ટાંત છે. ભારત સિવાય[...]
સ્વામી બ્રહ્માનંદ : સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું : ‘જ્યારે કમળ ખીલે છે ત્યારે મધમાખીઓ મધ એકઠું કરવા પોતાની મેળે આવે છે. તેવી જ રીતે માણસનું હૃદયકમળ ભગવદાનંદથી ખીલી ઊઠે છે ત્યારે ત્યાં આધ્યાત્મિક સાધકો[...]
સમાચાર દર્શન
શ્રીમા સારદાદેવીનો ૧૫૬મો જન્મજયંતી મહોત્સવ ૮ ડિસેમ્બર મંગળવારે સવારે ૫.૧૫ થી બપોરે૧૨ વાગ્યા સુધી શ્રીમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન, હવન, વિશેષ પૂજા, સપ્તશતી પાઠનું આયોજન થયું હતું.[...]
દિવ્યવાણી
दीनानुकम्पिन-मुपात्तमनुष्यदेहं ब्रह्माद्वितीय-मजनाभ - दुरन्तभाग्यम् । भक्तानुरञ्जन-मचिन्त्यमहानुभावं श्रीरामकृष्णमभयं शरणं प्रयाहि ॥ જે અદ્વિતીય પ૨ તત્ત્વ છતાંય ધારે, દીને દયાવશ થઈ મનુજાવતાર; સદ્ભાગ્ય ભારતતણું જનમોદકારી, તે રામકૃષ્ણ ભજ તું ભવભીતિહારી. निर्व्याज-निर्गुणगुणं निगमान्तसारं[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આપણે જેને જીવન કહીએ છીએ તે છે દીર્ઘ સ્વપ્ન : શ્રીરામકૃષ્ણદેવ
ગ્રામ પ્રદેશમાં એક ખેડૂત રહેતો હતો. એ સાચો જ્ઞાની હતો. એ ખેતી કરીને ગુજરાન ચલાવતો. એ પરણેલો હતો અને ઘણાં વર્ષો પછી એને ત્યાં એક દીકરો જનમ્યો હતો. એનું નામ[...]
વિવેકવાણી : રાજ્યના હજુરિયાઓ : સ્વામી વિવેકાનંદ
એક રાજા હતો. તેની પાસે અનેક હજુરિયાઓ હતા. આ બધા હજુરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ પોતે જ સાચા સેવકો છે.[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો-૧ : સ્વામી સર્વસ્થાનંદ
૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે વિશ્વધર્મ પરિષદમાં આપેલ ઐતિહાસિક વ્યાખ્યાન પહેલાં અને પછી સ્વામીજીનો મૂળ ઉદ્દેશ ભારતના કરોડો સામાન્ય જનો અને નારીઓના શિક્ષણ માટે તેમજ તેમના સાર્વત્રિક કલ્યાણ માટે અમેરિકાના સમૃદ્ધ લોકો[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते। दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः॥१२॥ एष: आत्मा, આ આત્મા; सर्वेषु भूतेषु, બધાં પ્રાણી-પદાર્થોમાં; गूढ: સંતાયેલો (હોવાથી); न प्रकाशते, જોઈ શકાતો નથી; सूक्ष्म-दार्शिभि: तु, પરંતુ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા : અક્ષયકુમાર સેન
આ ગાતાં ગાતાં ઠાકુર વિભોર બની જતા, આ વિભોર અવસ્થા જેમણે જોઈ છે, તેઓ જ જાણી શકે કે નામનો મહિમા શું છે. ચૈતન્યલીલામાં ગિરીશબાબુએ રચેલા નામ-માહાત્મ્ય ગીત તો તમે બધા[...]
ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ, સ્પર્શની અગત્ય : દુષ્યંતભાઈ પંડ્યા
બાઈબલના ‘નવા કરાર’માંના સંત લૂકનો કથામૃતના આઠમા અધ્યાયમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે : ઈસુ ખ્ર્રિસ્ત ટોળાથી ઘેરાઈને જઈ રહ્યા છે. ટોળામાં ધક્કામૂકી પણ થતી હશે અને ઈસુને પણ લોકોના[...]
વેદોની વાર્તાઓ : અપાલા : કેશવલાલ વિ. શાસ્ત્રી
મહર્ષિ અત્રિની પુત્રી અપાલા ઋષિ માટે આશાસ્પદ સંતાન હતી. એકલી એ પુત્રી ઘરને કિલ્લોલતું રાખતી. ઋષિએ એને લાડકોડથી ઉછેરી હતી, ખૂબ ભણાવી-ગણાવી હતી, પણ દુર્ભાગ્યે બાળપણથી જ એના શરીરમાં નાના[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
નિર્ભય વિજેતા ભયનો કોળિયો બને છે એકવાર વૈજ્ઞાનિક પ્રવૃત્તિ તેમજ કહેવાતા નિર્ભય સ્વભાવવાળા એક યુવકે પોતાના મિત્રો દ્વારા એક પડકાર ઝીલી લીધો. એણે અડધી રાતે શહેરની બહાર આવેલ કબ્રસ્તાનમાં જઈને[...]




