આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિપોત્સવી : જાતકકથાઓની કથા : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2009|Tags: , , |

ઇતિહાસના વિદ્વાનો કહે છે કે કથા સાહિત્યનો સર્વપ્રથમ ઉદય ભારતમાં થયો હતો અને ભારતે જ એને સાહિત્યિક ગૌરવ અપાવ્યું છે. ભારતનું આ કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ચૂક્યું છે. ભારતમાં[...]

દિપોત્સવી : મહાભારતકાલીન કથાઓ : રૂપલ મનહરભાઈ કુબાવત

November 1, 2009|Tags: , , |

સંસ્કૃત ભાષાનાં બે અતિ પ્રાચીન મહાકાવ્યો એટલે રામાયણ અને મહાભારત. પ્રાચીન હિંદુઓના રીતરિવાજો, એ સમાજની સ્થિતિ, એની સંસ્કૃતિ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. રામાયણમાં શ્રીરામચંદ્રના જીવનચરિત્રની અને મહાભારતમાં દુષ્યંત અને[...]

દિપોત્સવી : મહાભારતની વાર્તાઓ : સ્વામી સત્યરૂપાનંદ

November 1, 2009|Tags: , , , , |

(શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. એના[...]

દિપોત્સવી : આપણી બોધકથાઓ : કુસુમબહેન પરમાર

November 1, 2009|Tags: , , , |

ભારતના ઇતિહાસ તરફ દૃષ્ટિ નાખીએ તો કહી શકાય કે આપણા સમાજનું ઘડતર બોધકથાઓ, દૃષ્ટાંતો અને રૂપક દ્વારા થયું છે. પ્રાચીન-યુગમાં જ્યારે આપણાં શાસ્ત્રો લિપિબદ્ધ ન હતા ત્યારે તપોવનના ઋષિમુનિઓ દ્વારા[...]

દિપોત્સવી : માનવતાની ઝાંકી : સ્વામી જપાનંદ

November 1, 2009|Tags: , , |

(શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન પરિવ્રાજક રૂપે સમગ્ર ભારતવર્ષમાં ફરતાં[...]

દિપોત્સવી : ઝંડુભટ્ટના જીવનના અદ્‌ભુત પ્રેરણાદાયી પ્રસંગો : સંકલન

November 1, 2009|Tags: , , , |

(આ લેખની માહિતી માટે શ્રીહરકિશન જોષી લિખિત ‘નગર, નવા નગર, જામનગર’ પુસ્તકમાંથી તથા સ્વામી અખંડાનંદ કૃત બંગાળી ‘સ્મૃતિકથા’ના અંગ્રેજી અનુવાદ ‘હોલી વોંડરિંગ્‌ઝ - ફ્રોમ સર્વિસ ઓફ મેન ટુ સર્વિસ ઓફ[...]

દિપોત્સવી : પ્રેરક પ્રસંગ : શરદ્‌ ચંદ્ર પેંઢારકર

November 1, 2009|Tags: , , , |

(મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક પ્રસંગ - માનવ વાટિકા કે સુરભિત પુષ્પ’ એ નામે હિંદીમાં શરદ્‌ચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા પુસ્તક બહાર પડ્યું છે. એમાંથી માનવના[...]

દિપોત્સવી : ભૂલે ન ભૂલાયે : રામેશ્વર તાંતિયા

November 1, 2009|Tags: , , |

(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી અનુસર્જન રૂપે કેટલાક અંશ અહીં[...]

દિપોત્સવી : પ્રેરક બોધકથાઓ : સંકલન

November 1, 2009|Tags: , , , , |

(ગીતાપ્રેસ, ગોરખપુર દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તિકા ‘પ્રેરક-કહાનિયાઁ’માંથી શ્રી ચંદ્રકાંતભાઈ દવેએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) હીરાની કિંમત એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના કામમાં બહુ જ ચતુર હતો.[...]

દિપોત્સવી : ગુરુ વિના કૃપાજ્ઞાન મળે નહિ : સંકલન

November 1, 2009|Tags: , , , |

મહર્ષિ આયોધધૌમ્ય પોતાના આશ્રમની સામે શાંતભાવે બેઠા હતા. એક કિશોર બ્રાહ્મણકુમારે આવીને પ્રણામ કર્યા. એને એમણે આશીર્વાદ આપ્યા અને એનો પરિચય પૂછ્યો. કિશોર ઉપમન્યુએ પોતાનો પરિચય આપ્યો અને પોતાને શિષ્ય[...]

દિવ્યવાણી

December 1, 2009|Tags: , , |

देवि सुरेश्वरि भगवति गंङ्गे त्रिभुवनतारिणि तरल तरङ्गे । शंङ्करमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥ હે દેવી! હે દેવોની ઈશ્વરી! હે ભગવતી ગંગા! હે ત્રણે લોકને તારનારી! ભગવાન શંકરનાં મસ્તક[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કર્મયોગીઓનો કઠિન પ્રશ્ન : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2009|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આજે મેદાનમાં વિલ્સનનું સર્કસ જોવા જાય છે. મેદાનમાં પહોંચીને ટિકિટ લેવામાં આવી; આઠ આનાવાળી એટલે છેલ્લા વર્ગની ટિકિટ. ભક્તો ઠાકુરને લઈને ઊંચી જગાએ ચડીને એક બેંચ ઉપર બેઠા. ઠાકુર[...]

વિવેકવાણી : ધર્મનું આચરણ : સ્વામી વિવેકાનંદ

December 1, 2009|Tags: , , , |

ઓહ! ભારતમાં આપણે ગરીબ અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ, તેના વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક, છૂટવાનો આરો[...]

સંપાદકીય : ભારતીય પરંપરામાં કથા સાહિત્ય – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2009|Tags: , , |

ગતાંકના સંપાદકીયમાં આપણે બૃહત્‌ કથાઓ વિશે તેમજ પંચતંત્રના સાહિત્ય વિશે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે જૈન કથાસાહિત્ય વિશે થોડી વાત કરીશું. જૈન કથાસાહિત્ય જૈન ધર્મના લેખકોની પાસે કથાવાર્તા લખવાની[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

December 1, 2009|Tags: , , |

यस्त्वविज्ञानवान्भवत्यमनस्कः सदाऽशुचिः । न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति ॥ ७ ॥ यः तु विज्ञानवान्, સારાસારનો વિવેક કરવામાં જેની બુદ્ધિ સમર્થ નથી એવો મનુષ્ય; अमनस्कः, જેનું મન પોતાના વશમાં નથી તેવો;[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા : અક્ષયકુમાર સેન

December 1, 2009|Tags: , , |

એ પછી તેઓ કોલકાતા આવ્યા અને પોતાનું નિત્યકામ મા ભવતારિણીની સેવા રોજે રોજ કરતાં કરતાં રામકૃષ્ણદેવની અંદર એક પ્રચંડ આંધી ઊઠી. ખૂબ જ કઠિન સાધનાનો આરંભ થયો, મોટે ભાગે ગુપ્ત[...]

‘મારે પણ એક મા છે’ : જ્યોતિબહેન થાનકી

December 1, 2009|Tags: , |

‘એ જ્ઞાનદાયિની છે, શારદા - સરસ્વતી છે. લોકોને જ્ઞાન આપવા માટે આવ્યાં છે. પણ પોતાનું રૂપ ઢાંકીને આવ્યાં છે, જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી મનુષ્યનું અકલ્યાણ ન થાય.’ શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા[...]

પ્રાચીન – મધ્યકાલીન ભારતની લલિતકલાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 2009|Tags: , |

હિન્દુ દેવોમાં વિદ્યાદાયિની દેવી સરસ્વતી ચાર હાથવાળી કલ્પાઈ છે. એના એક હાથમાં પુસ્તક છે; બીજા હાથમાં વીણા અપાઈ છે, ત્રીજામાં અક્ષમાલા છે અને ચોથો હાથ અભયમુદ્રામાં રખાયેલો છે. આ રીતનું[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

December 1, 2009|Tags: , , |

સચ્ચિદાનંદ સાગરમાં શ્રીરામકૃષ્ણ સચ્ચિદાનંદ નિરાકાર, નિષ્કામ અને નિર્ગુણ છે. સત્‌ (અસ્તિત્વ), ચિત્‌ (જ્ઞાન) અને આનંદ એ ત્રણ બ્રહ્મનું સત્ત્વ છે. નિરાકાર બ્રહ્મનું દર્શન ગહન વસ્તુ છે. રામપ્રસાદનાં કાલીનો કોઈ ચિત્રકાર[...]

ઉપનિષદની કથાઓ : સંકલન

December 1, 2009|Tags: , , |

પ્રસ્તાવના વૈદિક સાહિત્ય ત્રણ કાંડમાં વહેંચાયેલું છે. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. તેમાં કર્મ અને ઉપાસના કાંડમાં લૌકિક ફળોની પ્રાપ્તિ માટેની ક્રિયાઓ છે. જે ભાગને સંહિતા કહેવામાં આવે છે. જ્યારે[...]

અપરિચયનું અવસાન : સંકલન

December 1, 2009|Tags: , , |

ભૂખ-તરસથી પીડાયેલ અને જર્જરિત અંગ દેશની અભાગી પ્રજા મહારાજા લોમપાદના રાજમહેલ સામે આક્રંદ કરી રહી હતી. રાજા પોતે પણ દુ:ખી દુ:ખી હતા. રાજ્યમાં વરસાદ ન વરસ્યો. ભયંકર દુકાળ પડ્યો. રાજાએ[...]

કાગડો ચાલે હંસની ચાલ : સ્વામી સત્યરૂપાનંદ

December 1, 2009|Tags: , |

મહાભારતનું તુમૂલ યુદ્ધ ચાલતું હતું. અનેક રથી મહારથી આ ભયંકર યુદ્ધમાં ખપી ગયા. બંને પક્ષ વિજયની આશા સાથે પોતાના દેહપ્રાણથી લડી રહ્યા હતા. દુર્યોધને કર્ણને સૈન્યનું સંચાલન કરવાની વિનંતી કરી.[...]

જીવનની ઉપલબ્ધિ : રામેશ્વર તાંતિયા

December 1, 2009|Tags: , |

ઈ. સ. પૂર્વે ની પ્રથમ શતાબ્દીમાં રોમમાં સિસેરો નામના એક વિલક્ષણ વિચારક અને વિદ્વાન થઈ ગયા. પોતાનાં સદાચાર, સદ્‌વિચાર અને નિષ્ઠાપૂર્ણ જીવનને કારણે લોકમાનસ પર તેનો ઘણો પ્રભાવ હતો. રોમન[...]

એક ડોશીમા અને રાજા : પ્રવ્રાજિકા અમલપ્રાણા

December 1, 2009|Tags: , |

કોઈ એક પ્રદેશમાં રાજા પરમ શિવભક્ત હતા. મહેલની નજીક રાજાનું ખાનગી શિવમંદિર હતું. શ્વેત આરસપારસથી જડેલા એ મંદિરની કેવી અપૂર્વ શોભા હતી! મંદિરના ગર્ભગૃહમાં આરસપહાણનું એક વિશાળ શિવલિંગ. રાજાના પુરોહિત[...]

ધન્ય એકાક્ષરી મા! : કુસુમબેન પરમાર

December 1, 2009|Tags: , |

‘મા’ શબ્દ ‘ૐ’નું ધબકતું ચેતનવંતુ સાકાર સ્વરૂપ છે. ૐ એકાક્ષરી છે તેમ ‘મા’ ધન્ય એકાક્ષરી મંત્ર છે. ૐ કારમાં ત્રણ વર્ણ છે. અ, ઉ, મ્‌ અર્થાત્‌ જાગ્રત, સ્વપ્ન અને તુરીય[...]

Go to Top