ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રાદ્ધ – પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું પર્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી
જન્મ અને મરણ માનવમાત્ર માટે હંમેશા રહસ્યમય જ રહ્યાં છે. જો જન્મને આવકારવામાં-નવાજવામાં આવે છે, તો મરણને ધિક્કારવામાં આવે છે- એના તરફ ભયની નજરે જોવામાં આવે છે. જે માણસ મોતને[...]
જે દેશમાં યમુના વહે છે : શ્રી રામેશ્વર તાંતિયા
(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી અનુસર્જન રૂપે કેટલાક અંશ અહીં[...]
મનમંદિરનો ઘંટારવ – મા-દીકરી અને વૈદરાજ : હેમલતાબહેન મોરો
માની નજરમાં ચિંતા છે, મુંઝવણ છે. તેની નમણી હોંશિયાર દીકરી આટલી બધી કઈ રીતે બદલાઈ ગઈ તે તેને સમજાતું નથી. આજકાલ વાતવાતમાં તેની દીકરી રડ્યા કરે છે. ઘરના પાછળના ભાગમાં[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ રામકૃષ્ણ મિશન, જમ્મુ-શ્રીનગરના સચિવ સ્વામી ગિરિજેશાનંદજી મહારાજનું ૧ ઓગસ્ટ, શનિવારે મંદિર નીચેના હોલમાં આરતી પછી ‘પ્રેમમૂર્તિ શ્રીરામકૃષ્ણ’નું પ્રવચન ભાવિકજનોએ માણ્યું હતું. ૨ ઓગસ્ટ, રવિવારે વિવેક[...]
દિવ્યવાણી
कदम्बवनमध्यगां कनकमंडलोपस्थितां षडंबुरु हवासिनीं सततसिद्धसौदामिनीम् । विडंबितजपारुचिं विकचचंद्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये ॥ કદંબના વનની વચ્ચે રહેલાં, સુવર્ણની પીઠ પર ઊભેલાં, છ સંખ્યાવાળાં કમળોની સુગંધવાળાં, સદાકાળ સિદ્ધ વીજળી સરખાં, જાસૂદના પુષ્પની કાંતિનું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીશ- સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ. શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડયા[...]
વિવેકવાણી : જગજ્જનની : સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની “માતા” તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે[...]
સંપાદકીય : દેવીપૂજાનું મહત્ત્વ : સ્વામી સર્વસ્થાનંદ
વિશ્વના પ્રાચીનતમ ધર્મશાસ્ત્ર ગ્રંથો, વેદોમાં સર્વ પ્રથમવાર જગન્માતાનું દેવી કે શક્તિ સ્વરૂપે પૂજા કરવાનું વર્ણન આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ જેટલાં ઉચ્ચતર આદર્શ કે નારીના દિવ્ય સ્વરૂપની સંકલ્પના સેવી છે[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા : અક્ષયકુમાર સેન
અહીં હું એક વાત કહેવા ઇચ્છું છું. તે એ કે દરેક વિષયનું એકે એક ચિત્ર હોય છે. જે ઘટના તમે સાંભળી, તેનું ચિત્ર તમે એકવાર આંખો બંધ કરીને જુઓ તો[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
જટિલ સ્વભાવનાં માતપિતા ધાકધમકી અને શારીરિક સજા તેમજ કટુકઠોર ભાષાનો ઉપયોગ કરવાથી ભૂલ કરનાર બાળકોને સુધારી શકાય છે - એમ કેટલાંક માતપિતાઓ ધારે છે. વળી કેટલાંક માતપિતા એવા પણ હોય[...]
સ્વામી અખંડાનંદ અને જામનગર – ૨ : દુષ્યંતભાઈ પંડ્યા
ઝંડુભટ્ટજીનો દિવસ સવારે ૪ વાગ્યે આરંભાતો. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી ભટ્ટજી પોતાને ઓરડે પ્રવેશતા. એટલી વહેલી સવારથી - સાત સાડા સાત વાગ્યેથી - દર્દીઓ આવતા. એ સૌ દવા લેતા[...]
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો – સૂત્રયુગ-૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
હિંદુધર્મમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ‘ધર્મ અને નીતિ’ની વિભાવના અને એનો વિનિયોગ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આ નીતિધર્મનો ખ્યાલ કાળાન્તરે કેટલાંય પરિવર્તનો પામતો રહ્યો છે. ‘ધૃ’ - ધારણ કરવું, આધાર આપવો,[...]
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) વળી પાછા ૧૬ જુલાઈ (૧૯૨૮)ના રોજ આ જ સ્થળે છાત્ર સંગઠન સમિતિ દ્વારા આયોજિત એક સભામાં એમણે કહ્યું હતું: ‘આપણા દેશમાં અંગ્રેજોના આગમનકાળમાં આપણી પ્રાચીન પદ્ધતિ વિરુદ્ધ એક[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, ૨૭-૫-૧૯૬૨ પ્રાત:કાળે દરેક મંદિરમાં દર્શન કરીને પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) પ્રાંગણમાં ટહેલી રહ્યા છે. બરાબર એ જ સમયે સ્વામી અભયાનંદજીને સચિવાલય તરફથી આવતા જોઈને પોતે શલ્ય ચિકિત્સા કરાવવા[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
ત્રીજી વલ્લી, પ્રથમ અધ્યાય ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे । छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥ १ ॥ लोके, આ લોકમાં; सुकृतस्य ऋतम् पिबन्तौ, પોતાનાં[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ
દુર્ગાભાવમાં શ્રીરામકૃષ્ણ સ્વામી શારદાનંદે એકવાર નીચેની ઘટના વર્ણવી: ‘એક દિવસ ઠાકુર પંચવટીમાં બેઠા હતા. તે સમયે ગંગામાંથી મા દુર્ગા પ્રગટ થયાં. ઠાકુર તરફ આવ્યાં અને એમના દેહમાં સમાઈ ગયાં. ઠાકુરે[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૩ : સ્વામી અક્ષરાત્માનંદ
(ગતાંકથી આગળ) ૯. આપણી પસંદગી કઈ છે? હવે કદાચ તમે પૂછશો કે આ સમસ્યાઓ તો સારી અને ઉપયોગી છે તો પછી શું આપણે સંપૂર્ણપણે એને અધીન છીએ? શું આપણે એને[...]
બરાબરીનો સંબંધ : શ્રી રામેશ્વર તાંતિયા
(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી અનુસર્જન રૂપે કેટલાક અંશ અહીં[...]
શિક્ષણ : વિદ્યાર્થીઓને કેળવવાની કળા : કાંતિલાલ બી. દોંગા
(પી.જી. વિજય સેરીચંદ અને શૈલેશ આર. શુક્લે ૧૯૯૪-૯૫માં હાથ ધરેલ કેઈસ સ્ટડીઝમાંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. - સં.) જો રંધાતાં રોટલી-રોટલાને ફેરવવામાં ન આવે તો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા.૬ સપ્ટે.ના રોજ જૂનાગઢમાં નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન ત્યાંના રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રના સહયોગથી થયું હતું. શહેર અને આજુબાજુનાં ગામડાંનાં કુલ ૨૫૦ દર્દીઓને[...]
દિવ્યવાણી
क्षिप्रं विजानाति चिरं शृणोति विज्ञाय चार्थ भते न कामात्। नासम्पृष्टो व्युपयुङ्क्ते परार्थे तत् प्रज्ञानं प्रथमं पण्डितस्य ॥ પંડિતનું પ્રથમ લક્ષણ એ છેકે તે ઝડપથી સમજી જાય છે. બીજાની વાતને ધૈર્યપૂર્વક[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારમાં કેવી રીતે રહેવું? : શ્રીરામકૃષ્ણદેવ
બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું[...]
વિવેકવાણી : બે માળી : સ્વામી વિવેકાનંદ
એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે માત્ર ઊભો થઈ[...]
સંપાદકીય : ભારતીય પરંપરામાં કથાસાહિત્ય : સ્વામી સર્વસ્થાનંદ
દરેક પ્રજાની સાહિત્ય-પરંપરામાં કથાસાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ગમે તે ઉંમરના માણસને એ સાંભળવી, વાંચવી કે જોવી ગમે એવું ઘટનાતત્ત્વ એ કથાઓનું મુખ્ય આકર્ષણ છે. કથાઓ ટૂંકી અને અત્યંત[...]
દિપોત્સવી : ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાન્ત કથાઓ : દુષ્યન્તભાઈ પંડ્યા
‘કાચી ખીચડીના દાળચોખા જુદા કરી શકાય છે, પણ રંધાયેલી ખીચડીના દાળભાતને જુદાં કરી શકાતાં નથી. અંગ્રેજી શબ્દો ‘મિક્સર’ અને ‘કંપાઉંડ ’ વચ્ચેનો ભેદ સમજાવવા માટે અમારા વિજ્ઞાનના પ્રાધ્યાપક આ દૃષ્ટાંત[...]




