આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સેવામૂર્તિ શ્રીરામકૃષ્ણ : કુસુમબેન પરમાર

February 1, 2010|Tags: , |

આજે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી સમસ્ત વિશ્વમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી છે. શ્રીરામકૃષ્ણના આદર્શોને આપણે અનુસરીશું તો દિવ્યતાનો સંચાર થશે અને નૂતન સમાજનું નિર્માણ થશે. શ્રીરામકૃષ્ણદેવે જીવનની પ્રયોગશાળામાં ભિન્ન ભિન્ન ધર્મનાં દેવીદેવતાઓનાં[...]

હિંદુ ધર્મ અને ઉત્ક્રાંતિવાદ : હેમલતાબહેન મોરો

February 1, 2010|Tags: , |

સ્વામી નિખિલાનંદજીને કોણ નથી ઓળખતું? તેમણે અનુવાદ કરેલ ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, ઉપનિષદના ભાષાંતરિત ૪ ખંડ ઉપરાંત આત્મકથા અને વિવિધ લેખો! પશ્ચિમના દેશોમાં વેદાંત ચળવળને સારી એવી ગતિ આપનાર કેન્દ્રોમાં, તેમનું[...]

સ્વામી અદ્‌ભુતાનંદ : સ્વામી ગંભીરાનંદ

February 1, 2010|Tags: , |

જગતથી અજાણ અને ઈશ્વર સાથે તન્મય રહેવું એ ઘણા સાધકોનું સ્વાભાવિક વલણ હોય છે. તે છતાંય ધર્મ, દર્શનશાસ્ત્ર અને ઈશ્વર વિષયક મોટાં ગ્રંથાલયો પાસેથી આપણને મળે તે કરતાં અનેકગણી માહિતી[...]

માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ

February 1, 2010|Tags: , |

સ્વામીજીની પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકા જેને કારણે સ્વામીજીની ગહન માતૃભક્તિ ઊભરી એવા માતા ભુવનેશ્વરી દેવીના ચારિત્ર્યની પવિત્રતા અને ઉમદાપણાને સ્વામીજીના પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકાને સંક્ષેપમાં જોયા વિના આપણે સમજી ન શકીએ.  દાદા-દાદીમા[...]

સાચા કર્મયોગી : સ્વામી ભાસ્કરાનંદ

February 1, 2010|Tags: , |

(સ્વામી ભાસ્કરાનંદ કૃત ‘લાઈફ ઈન ઈંડિયન મોનેસ્ટ્રિઝ - રેમિનન્સિસ એબાઉટ મન્ક્સ ઓફ રામકૃષ્ણ ઓર્ડર’માંથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ફિઝિના નાદી શહેરમાં ચેન્નઈયા ગોંદલનું ઘર હતું. ચેન્નઈયાના ઘરે[...]

સમાચાર દર્શન

February 1, 2010|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટના વિવિધ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની વિવિધ શાળા-મહાશાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તા. ૧૪ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૦૯ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં[...]

દિવ્યવાણી

March 1, 2010|Tags: , , |

गतं तदैवमे भयं त्वदम्बु वीक्षितं यदा मृकण्डुसूनुशौनकासुरारिसेवि सर्वदा । पुनर्भवाब्धिजन्मजं भवाब्धिदुःखवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ સંસારસમુદ્રના દુઃખને રોકનાર (દર્શનરૂપ) કવચને દેનારાં હૈ દેવિ નર્મદે | માર્કેીય, શૌનક વગેરે મુનિઓ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઘૂંઘટ ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2010|Tags: , , |

એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો, વેપારી સ્વભાવે ખૂબ કંજૂસ હતો. એક વાર પોતાની પોથી બાંધવા માટે એ બ્રાહ્મણને કપડાના ટુકડાની જરૂર પડી. પોતાના શિષ્ય પાસે જઈ એણે[...]

વિવેકવાણી : રાજા અને ઋષિ : સ્વામી વિવેકાનંદ

March 1, 2010|Tags: , , , |

એક મોટો રાજા હતો. તે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયો. એટલે રાજાને ઇચ્છા થઈ કે, ઋષિ[...]

સંપાદકીય : આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૧ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2010|Tags: , , |

આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ ધંધો કે વેપારવાણિજ્ય અને આધ્યાત્મિકતાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાક લોકો વેપાર-ધંધામાં ભાવાત્મક અભિગમ ધરાવે છે અને આધ્યાત્મિકતા વિશે સંશય રાખે છે.[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

March 1, 2010|Tags: , , |

पराञ्चिखानि व्यतृणत्‌ सव्यंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन्‌। कश्चिद्धीरः प्रत्यगात्मानमैषदावृत्तचक्षुरमृतत्वमिच्छन्‌ ॥१॥ सव्यंभू:, પોતે જ પોતાની મેળે ઉત્પન્ન થયેલ ઈશ્વરને; खानि, જ્ઞાનેન્દ્રિયોને; परांचि व्यतृणत्‌, બહાર જ્વાવાળી બનાવી છે; (જાણે કે બહાર ફેંકાતી હોય તેવી બનાવી[...]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

March 1, 2010|Tags: , |

ભયને આશરો ન આપો સ્વામી વિવેકાનંદે પ્રચંડ સાહસ અને હિંમત સાથે એક ભયંકર પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એવી એક બીજી મહત્ત્વપૂર્ણ ઘટના પર વિચાર કરી જોઈએ. આ ઘટના સ્વામીજીના ઈંગ્લેન્ડના[...]

વેદોની વાર્તાઓ – વૈદિક પુરોહિતની ગરિમા : કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 2010|Tags: , |

ઈક્ષ્વાકુવંશનો ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ એક મહાપ્રભાવી મહીપતિ હતો. શ્રી અને સરસ્વતી પોતાનો વૈરભાવ ભૂલીને એને આશ્રયે સંપથી રહેતી. શાસ્ત્રાસ્ત્રો અને શાસ્ત્રો - બંનેમાં એનું કૌશલ અનુપમ હતું. ઋગ્વેદના અનેક મંત્રોનો એ[...]

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪ : સ્વામી અક્ષરાત્માનંદ

March 1, 2010|Tags: , |

૧૩. ઉત્સાહ ઉત્સાહ એવું મનોવલણ છે કે જેનાથી કોઈ પણ કાર્ય કરતી વખતે માનવ કંટાળો અને માનસિક તાણ અનુભવતો નથી. નાનાં બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તમે તેનું નિરીક્ષણ કર્યું[...]

સુખનાથમંદિરનો દસ્તાવેજ : નરોત્તમ પલાણ

March 1, 2010|Tags: , |

(શ્રી નરોત્તમ પલાણે ધાર્મિક એકતા પર નજીકના ભૂતકાળની ઐતિહાસિક કથાને સાહિત્યિક ભાષામાં ‘હુહુ’માં રજૂ કરી છે, તેમાંથી એક મણકો પ્રસ્તુત કરીએ છીએ. - સં.) હમણાં હમણાં રામ ઓરડીની બહાર નીકળતો[...]

સંસ્મરણ : ઉપનિષદ કથાઓ-૨ ‘તારું ગોત્ર ક્યું?’ : જ્યોતિબહેન થાનકી

March 1, 2010|Tags: , , |

‘મા, મારે વિદ્યા મેળવવા ગુરુના આશ્રમે જવું છે.’ ‘બેટા, એ તો બહુ જ સારી વાત છે. વિદ્યા એ જ સાચું ધન છે. તું જરૂર જા, મારા આશીર્વાદ છે. તું ખૂબ[...]

બલજી-ભૂરજી : રામેશ્વર તાંતિયા

March 1, 2010|Tags: , |

આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં બલજી-ભૂરજી ડાકુઓનું જબરું જોર હતું. લોકો એનું નામ સાંભળીને ધ્રૂજી ઊઠતા. હથિયારોથી સજ્જ સો-દોઢસો જાનૈયાની એક ટુકડીએ બલજી-ભૂરજીના પાંચ-છ સાથીઓ સામે પોતાનો માલ-સામાન,[...]

સમાચાર દર્શન

March 1, 2010|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના શ્રીમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મ જયંતીના પાવનકારી દિવસે ૧૭મી જાન્યુઆરી ને રવિવાર ૨૦૧૦ના રોજ સવારે ૭.૩૦ વાગ્યે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સેવાશ્રમ,[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2010|Tags: , , , |

(વર્ષ ૨૧ : એપ્રિલ ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦)   (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કથા સાહિત્ય વિશેષાંક : આપણી બોધકથાઓ - કુસુમબહેન પરમાર ૩૭૦(૮) ગુરુ વિના કૃપા જ્ઞાન[...]

દિવ્યવાણી

April 1, 2010|Tags: , , |

प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् । यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्थं तद्‌ब्रह्म-निष्कलमहं न च भूतसङ्घः ॥ હૃદયમાં પ્રકાશતું આત્મતત્ત્વ સત્-ચિત્-આનંદમય, પરમહંસોની ગતિરૂપ અને તુરીય છે; તેનું હું પ્રાતઃકાળમાં સ્મરણ કરું છું;[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માણસો જાતજાતનાં હોય છે : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2010|Tags: , , |

મનુષ્યોને ચાર વર્ગોમાં વહેંચી શકાય: સંસારનાં બંધનોથી બદ્ધ, મુમુક્ષુઓ, મુક્ત થયેલા અને નિત્ય મુક્ત. નારદ જેવા ઋષિઓને આપણો નિત્ય મુક્ત કહી શકીએ. એ લોકો બીજાંઓના હિતાર્થે જ સંસારમાં વસે છે[...]

વિવેકવાણી : મહાવીર – હનુમાન : સ્વામી વિવેકાનંદ

April 1, 2010|Tags: , , , |

અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો  છે જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને અદ્‌ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત[...]

સંપાદકીય : આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૨ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2010|Tags: , , |

ગયા સંપાદકીયમાં આપણે ચર્ચા કરી ગયા કે સંપત્તિવૃદ્ધિ, અર્થોપાર્જન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલિટી (ઉદ્યોગો અને વ્યાપાર-સાહસોની સામાજિક જવાબદારી) અને ઉદ્યોગ-ધંધામાં નીતિ અને સદાચારનાં મૂલ્યો વગેરે આધ્યાત્મિક જીવનદર્શનની આધારભૂમિકા પર રચાયેલ હોવાં[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

April 1, 2010|Tags: , , |

શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક બોધને તેમણે આધારિત કર્યો હતો. બુદ્ધ વિશે એમણે કહ્યું હતું[...]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

April 1, 2010|Tags: , |

‘જીવનની કઠણાઈઓની ગાંઠ ખોલવી સરળ નથી. કેવળ પ્રાર્થના અને ભગવન્નામના જપથી જ ક્રમશ: આ ગાંઠ ઢીલી થઈ શકે છે. આધ્યાત્મિક જીવનમાં સફળતાનું આ જ સાચું રહસ્ય છે. આ વાત સમયસાધ્ય[...]

Go to Top