ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રયત્ન કરો, પ્રયત્ન કરો : સ્વામી રામકૃષ્ણાનંદ
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક હતા, શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદે તેમને આ સંન્યાસ નામ આપ્યું. આ વર્ષે ૨૮મી જુલાઈએ તેમની જન્મતિથિ[...]
માનવતાવાદી લોકશાહીના પુરસ્કર્તા અને દેશભક્ત સ્વામી વિવેકાનંદ (૨) : ઇ. પી. ચેલીશેવ
શ્રી ઇ. પી. ચેલીશેવ સોવિયત રશિયાના જાણીતા તજ્જ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. તેમના આ લેખનો પ્રથમ અંશ જૂનના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ કરીએ[...]
હિન્દુધર્મની વિશેષતાઓ (૨) : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી આગળ) હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ ધર્મની કલ્પના હિન્દુ માનસ કોઈ[...]
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : બાળ ગંગાધર ટિળક
આશરે, ૧૮૯૨ના વર્ષમાં, શિકાગોમાં જગતના સર્વ ધર્મોનું સંમેલન થયું તે અગાઉ, હું મુંબઈથી પૂના જઈ રહ્યો હતો. વિક્ટોરીયા ટરમિનસ સ્ટેશને હું બેઠો હતો તે ડબ્બામાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. કેટલાક[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : શિશુ વિહાર : અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, ‘હમણાં જ મેં[...]
બાળવિભાગ : નોળિયાની વાત : સંકલન
એક નોળીયો હતો. તેનું અર્ધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરું હતું. આ નોળિયો દેશના જુદા જુદા પ્રદેશોમાં ફર્યા કરતો અને જ્યાં જ્યાં જતો, ત્યાં જમીન પર આળોટતો.[...]
પ્રેરક પ્રસંગો : સંકલન
કરુણા એ જ ધર્મ મહમ્મદ પયગમ્બર અને તેમના સાથી મિત્રોનો સૈનિકો પીછો કરી રહ્યા હતા. એમની સાથે એક જ સાથી હતો. એક વિરાનપ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. સૈનિકો અને એમની[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય? : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કલકત્તામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી હમણાં જ ભક્તો સાથે બેસીને ઠાકુરે પ્રસાદ લીધો છે. આજે[...]
સમાચાર દર્શન
રશિયાના શ્રી ઈ. પી. ચેલિશેવને વિવેકાનંદ એવૉર્ડ અર્પણ વિધિ સ્થળ : સ્વામી વિવેકાનંદ હોલ, રામકૃષ્ણ મિશન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચર, કલકત્તા ‘ભારત, રશિયા અને વિદ્યાજગતના સુખ્યાત વિદ્વદ્ - જન શ્રી ઈ.[...]
દિવ્યવાણી
पुत्रान्पौत्रमथ स्त्रियोऽन्ययुवतीवित्तान्यथोऽन्यद्धनं भोज्यादिष्वपि तारतम्यवशतो नालं समुत्कंठया । नैतादृग्यदुनायके समुदिते चेतस्यनंते विभौ सांद्रानंदसुधार्णवे विहरति स्वैरं यतो निर्भयम् ॥ પુત્ર, પૌત્રો, સ્ત્રીઓ, પરસ્ત્રીઓ, પોતાનું ધન અથવા પારકું ધન મળેલ હોય છતાં અને[...]
વિવેકવાણી : દેશપ્રેમી થવાનું પહેલું પગથિયું : સ્વામી વિવેકાનંદ
બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વક લાગણી.[...]
સંપાદકીય : ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કલકત્તાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની મા’ના નામથી ઓળખે છે.) એક[...]
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા : સ્વામી વિવેકાનંદ
૧૩ મી ઑગસ્ટ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ગીતાનું મધ્યવર્તી પાત્ર શ્રીકૃષ્ણનું છે. જેમ તમે નૅઝરેથના ઈશુને માનવસ્વરૂપમાં ઈશ્વર લેખો છો તેમ હિંદુઓ પણ ઈશ્વરના ઘણા અવતારોને પૂજે છે. તેઓ જગતની જરૂરિયાત[...]
ઇચ્છાશક્તિનો સદુપયોગ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત સમકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા તેનો[...]
ભાગવતમાં ભક્તિની સંકલ્પના : સ્વામી તપસ્યાનંદ
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિધ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.[...]
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
[કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્'ના વડા, પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત વિશેનો એક અવિસ્મરણીય આકર ગ્રંથ[...]
પ્રભાસક્ષેત્ર અને સોમનાથ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સૌરાષ્ટ્રને દક્ષિણસાગર કિનારે પુરાણપ્રસિદ્ધ પ્રભાસક્ષેત્રમાં, પાટણપુરે, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે, ભગવાન સોમનાથ શાશ્વત કાળથી બિરાજી રહ્યા છે. ગરવી ગુજરાતનાં ગીત ગાતા કવિ વીર નર્મદે એને “છે સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ[...]
હિન્દુધર્મની વિશેષતાઓ (૩) : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) હિન્દુધર્મ વિકાસવાદી છે - રૂઢિવાદી નથી : વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને કારણે કાલક્રમે તર્કને છોડીને રૂઢિવાદી[...]
મુકુન્દમાલા સ્તોત્ર : સંકલન
૧૩મી ઑગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે શ્રી કુલશેખરાચાર્ય વિરચિત મુકુંદમાલા સ્તોત્રના થોડા શ્લોકો રજૂ કરીએ છીએ. ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી જયંતીલાલ મંગલજી ઓઝાએ કર્યો છે. वसंततिलका श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठनकोविदेति[...]
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે : સ્વામી રામકૃષ્ણાનંદ
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી કદીએ ભૂલશો નહિ, ખરેખર, તેમની[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : શિવનો આવેશ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ, વાંછલ્પતરું, જય જય ભગવાન, જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ. સુણો મન પ્રભુની સુંદર બાલ્યકથા, ગુપ્તથીયે ગુપ્ત છે આ બધીએ[...]
ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
આજ વૈશાખ વદ બારસ, શનિવાર બીજી જૂન, ૧૮૮૩. ઠાકુર શ્રીરામકૃષ્ણ કલકત્તા પધાર્યા છે. બલરામને ઘેર થઈને અધરને ત્યાં આવ્યા. ત્યાં કીર્તન સાંભળીને ત્યાંથી રામને ઘેર આવ્યા… ઠાકુરે વેદીની સામે બેસીને[...]
શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો : સંકલન
બંગાળી ભજન ડૂબ દે મન કાલી બોલે, હૃદિ રત્નાકરેર અગાધ જલે! રત્નાકર નય શુન્ય કખન, દુચાર ડુબે ધન ના પેલે, તુમિ દમ સામર્થ્યે એકડૂબે જાઓ, કુલ કુંડલિની ફૂલે! જ્ઞાન-સમુદ્રેર માઝે[...]
બાળવિભાગ : અતિથિદેવો ભવ : સંકલન
એક ગામ હતું. એ ગામમાં હરિદાસ નામે બ્રાહ્મણ – તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. તે ગરીબ હતો અને ક્યારેક તો ખાવાનાય સાંસા પડતા. તેની પાસે મહાન સ્ત્રી[...]
સમાચાર-દર્શન
આંધ્રપ્રદેશ વાવાઝોડા રાહતકાર્ય રામકૃષ્ણ મિશન દ્વારા અંકલાપલ્લીની પાસે યેલામનચીલીમાં રાહત કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને આ રાહતકેન્દ્રની પાસેના સોમલિંગપાલેમ, કોટ્ટાપાલેમ અને ચાર અન્ય ગ્રામોના ૧૨૮૨ પરિવારોમાં રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર[...]




