બે મહા ચિત્તનું મિલન
શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે એ એકત્વ અને શાંતિ સ્થાપના હતા.’ શ્રીરામકૃષ્ણની જીવનકથાના પોતાના પુરોવચનમાં મહાત્મા ગાંધી લખે છે કે :
શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવનની કથા વ્યવહારમાં ધર્મની કથા છે. એમનું જીવન આપણને ઈશ્વર સન્મુખ ખડા કરી દે છે. ઈશ્વર જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે એ ખાતરી થયા સિવાય એમની જીવનકથા કોઈ વાંચી શકે નહીં. રામકૃષ્ણ દેવત્વની જીવંત મૂર્તિ હતા… એમના પ્રેમને ભૌગોલિક કે બીજી કોઈ મર્યાદા ન હતી. આ પછીનાં પૃષ્ઠો વાચનાર સૌને એમનો દિવ્ય પ્રેમ પ્રેરણાદાયી બને.
એથી ભિન્ન, સ્વાતંત્ર્ય અને સમાનતાની અર્વાચીન ભાવનાનું કાર્યમાં પૌરુષ અને શક્તિનું પ્રતિનિધિત્વ વિવેકાનંદ કરતા હતા. ગુરુ અને શિષ્ય વચ્ચેનો નિકટતાન નાતો દેવત્વ અને મનુષ્યત્વ વચ્ચેની માયાની એકતા નિર્દેશતો હતો. મનુષ્યત્વની પૂર્ણતા સાચું દેવત્વ છે અને, સાચું મનુષ્યત્વ દેવત્વની અભિવ્યક્તિ છે. ભારતના આધ્યાત્મિક ચિંતનમાં મનાય છે તે પ્રમાણે, નારાયણ નરના સખા જ છે.
પૂર્વમાં કે પશ્ચિમમાં હજી સુધી સિદ્ધ નહીં થયેલ સત્યનું એક ભવ્યતર દર્શન, ચારિત્ર્યનું એક પૂર્ણતર પ્રાગટ્ય અને, વૈશ્વિક માનવસુખ ને કલ્યાણ આ બે આત્માના મિલનમાં એવા મળ્યું. જ્ઞાન બળવાન ઊર્જા છે. પ્રેમ પણ એવી બીજી બળવાન ઊર્જા છે. જ્ઞાન અને પ્રેમ બંને જેટલાં વૈશ્વિક અને વિશુદ્ધ તેટલાં તે વધારે વેગવાન. રામકૃષ્ણ અને વિવેકાનંદમાં જ્ઞાને અને પ્રેમે પોતાની બધી મર્યાદાઓ ખંખેરી નાખી અને, પ્રબળ ઊર્જા બની ગયાં – વિશુદ્ધ, ભાવાત્મક અને ગતિશીલ ઊર્જા.
શિક્ષણ અને ધર્મના સૌ અભ્યાસીઓ માટે વૈશ્વિક દર્શન અને સહાનુભૂતિનું એમના મહાન ગુરુને હાથે થયેલું ઘડતર શિક્ષણશાસ્ત્ર અને ધર્મના બધા અભ્યાસીઓ માટે આકર્ષણ વિષય છે. આ શિક્ષાના બે માર્ગસૂચકો છે તેમનો હું ખાસ ઉલ્લેખ કરવા ચાહું છું. ખૂબ સંઘર્ષ પછી, પરમ તત્ત્વના વ્યાપક અંગ, શક્તિતત્ત્વનો સ્વીકાર તે પ્રથમ છે, એને અવ્યક્ત બ્રહ્મનું વ્યક્ત પાશ્ર્વ છે; અને બીજે આવે છે એ સત્યનું ભાવાત્મક તારણ – શ્રીરામકૃષ્ણના શબ્દોમાં કરીએ તો – ‘ખુલતી આંખે ભગવાનને જોવો.’
નરેન્દ્રના આંતરિક સંઘર્ષો
નરેન્દ્ર ઠાકુર પાસે આવ્યા ત્યારે, બ્રાહ્મસમાજે રજૂ કર્યા પ્રમાણે, એના સભ્ય હોવાને નાતે, નરેન્દ્ર ઈશ્વરના વ્યક્ત પણ નિરાકાર સ્વરૂપમાં માનતા હતા. અવ્યક્ત, અનંત બ્રહ્મના કે, સર્વ પ્રકૃતિના અને એની ઊર્જાઓના સ્રોત વ્યક્ત શક્તિનો વિચાર એમને ગમતો નહીં. જ્ઞાન અને ભક્તિના સદીઓ જૂના અવ્યક્ત બ્રહ્મના અને વ્યક્ત બ્રહ્મના માર્ગોનું પ્રતિનિધિત્વ આ બે કરતાં હતાં અને બ્રાહ્મસમાજે બંને પંથોનાં કેટલાંક આ બે કરતાં હતાં અને બ્રાહ્મસમાજે બંને પંથોનાં કેટલાંક તત્ત્વો તારવી લીધાં હતાં. પહેલો પંથ ‘નેતિ’નો છે અને બીજો છે સ્વીકારનો; એના પૂર્ણ અને ખડતલ સ્વરૂપમાં કર્મના પંથનો પણ સમાવેશ એ કરે છે. આ બે વચ્ચેના અભિગમના ફટકે એમના ધ્યેયની એકતાનો છેદ ઉડાવવો જોઈએ નહીં. પણ પછીના યુગોમાં ભારતમાં આમ બન્યું હતું અને એને પરિણામે બંને પંથો નિર્બળ બન્યા હતા અને એમના અનુયાયીઓનાં ચિત્તને સંકુચિત કર્યાં હતાં. આની અસર હેઠળ જ્ઞાનીના અને ભક્તના ભગવાનો જુદા મનાતા થયા હતા. જ્ઞાની આ જગતને માયા માની મિથ્યા ગણી કાઢતો હતો, ભક્તના ઈશ્વરને પણ એ આ માયાની નીપજ ગણતો હતો અને ભક્તને પોતાને એ નિર્બળ લાગણી દોરાતો માનતો હતો. અને સામે પક્ષે ભક્ત જ્ઞાનીના અનુભવાતીત ઈશ્વરને શૂન્ય અને જ્ઞાનીને પોતાને સૂકો બુદ્ધિવાદી માનતો હતો. ધર્મનિરપેક્ષ બુદ્ધિવાદ અને શાસ્ત્રીય માનવતાવાદના અર્વાચીન અનુયાયીઓને મન જગત ઈશ્વર અને સત્ય હતું તે લોકો જ્ઞાનીને અને ભક્તને મિથ્યા સ્વપ્ન સેવીઓ તરીકે અને તેમના ઈશ્વરોને પવિત્ર ઇચ્છાપૂર્તિની નીપજ તરીકે જ ગણવામાં લેતા.
પ્રવર્તમાન વિચારણાના આવા ડિબાંગ વાતાવરણમાં શ્રીરામકૃષ્ણ પ્રગટ થયા; જ્ઞાનીના, ભક્તના ઈશ્વરનો તેમજ, સ્વીકૃતિના અને નેતિના એ બે પંથેની એકતાનો તેમણે સાક્ષાત્કાર કર્યો અને એ બંનેની પૂરકતા દર્શાવી.
નરેન્દ્રના છ વર્ષના શિષ્યત્વના કાળમાં શ્રીરામકૃષ્ણે એમને આ એકત્વના દર્શનનું જ્ઞાન આપ્યું. આરંભને તબક્કે, બ્રહ્મના અવ્યક્ત અને નિરાકાર હોવાના વિચાર સામે નરેન્દ્રે જોરદાર પ્રતિકાર કર્યો હતો કારણ, ત્યાર સુધી એમણે ઈશ્વરના સાકાર, વ્યક્ત સ્વરૂપનો સ્વીકાર કર્યો હતો. એમને અને, એમની માફક વ્યક્ત ઈશ્વરના બીજા સાધકોની જેમ, અવ્યક્ત રૂપ એમને નિષ્ક્રિય અને માત્ર ભાવમય લાગતું; ભૌતિક વૈજ્ઞાનિકની આદિમ પ્રકૃતિ સમું એ લાગતું અને વ્યક્ત રૂપ એ જંગલી માનવતારૂપ અર્પણ અને વહેમ લાગતાં. નેતિમાર્ગનું તત્ત્વજ્ઞાન એને ગળે ઊતરે એવી રીતે સમજાવીને અવ્યક્ત અનંતની આધ્યાત્મિક લાક્ષણિક્તા શ્રીરામકૃષ્ણે એમને ચીંધી બતાવી હતી. બધાંના આત્મરૂપ બ્રહ્મ, વૈજ્ઞાનિકો પ્રકૃતિને, વૈશ્વિક રજને કે પશ્ચાદ્ભૂના વૈશ્વિક પંચભૂતને રજૂ કરે છે; તે અર્થમાં સૌના આત્મરૂપ બ્રહ્મ અવ્યક્ત નથી. વળી, અનેક પાછળના એક રૂપે રહેલું બ્રહ્મ નર કે નારી પતિ તરીકે ઓળખાવી શકાતું નથી; એટલે એનો ઉલ્લેખ નાન્યતર જાતિવાચક પદથી જ કરવામાં આવે છે. એનો પંથ નેતિ નેતિ (આ નહીં, આ નહીં)નો છે. બધા પદાર્થો અને તત્ત્વો, બધાં વિધેયોને અને ખ્યાલોને અને, અહંકાર સુદ્ધાંને નકારીને જ સાધક અનંત, વિકલ્પહીન બ્રહ્મ ભણી જાય છે; એ ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह।’ ની દશા છે ને એની અનુભૂતિ કેવળ મૌનથી વ્યક્ત થઈ શકે છે. અગાઉ, પોતાના ગુરુ તોતાપુરીના માર્ગદર્શન હેઠળ શ્રીરામકૃષ્ણના આ પંચને અનુસર્યા હતા અને નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિની પ્રાપ્તિ તેમણે કરી હતી.
નરેન્દ્ર અને ધર્મ પ્રત્યે ટીકાનું માનસ
શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને મળ્યા તે પૂર્વે માને પ્રાર્થના કરતા હતા કે, ‘હે મા, મારા સાક્ષાત્કારોમાં શંકા ઉઠાવનાર કોઈ હે.’ દક્ષિણેશ્વરમાં નરેન્દ્રના આગમનથી એમની આ પ્રાર્થના સ્વીકારાઈ જણાતી હતી. બીજા શિષ્યો કરતાં નરેન્દ્ર જુદા હતા. નિરાકાર વ્યક્ત પરમાત્મા સ્વરૂપના બ્રાહ્મસમાજી પંથના ચુસ્ત અનુયાયી હિંદુ ધર્મમાં નિર્દેશેલાં વિવિધ ભગવત્ સ્વરૂપોની પૂજા એ સહન કરી શકતા નહીં. વળી એના ગુરુ શ્રીરામકૃષ્ણ એવી પૂજામાં માનતા હતા. દિવ્ય રથોનાં શ્રીરામકૃષ્ણનાં દર્શનોની અને એમની કાલીપૂજાની પણ એ ટીકા કરતા. મા કાલીને નમન કરતા બીજા ગુરુભાઈઓ ટીકા પ્રત્યે અને વિરોધી વલણ પ્રત્યે શ્રીરામકૃષ્ણનો પ્રતિભાવ અસાધારણ અને તાજગીભર્યો અર્વાચીન હતો. ‘હું કહું છું માટે તારે કશું સ્વીકારી ન લેવું. તારે જાતે જ કસોટી કરવી;’ આમ એમણે નરેન્દ્રને કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘ખખડાવીને રૂપિયો લેનારની માફક મને પણ હસ્યા પછી જ ગ્રહણ કરજે.’ નીચેના અવતરણમાં આ અનન્ય સંબંધ પ્રગટ થતો જોવા માટે છે.
શ્રીરામકૃષ્ણ સાથેના પોતાના સંબંધમાં જે છૂટ નરેન્દ્ર ભોગવતા તે અસાધારણ હતી તે નીચેના પ્રસંગ પરથી જાણી શકાશે. એ વારંવાર ઠાકુર સાથેની વાતમાં મૂર્તિપૂજાને વિરોધ કરતા. એક દહાડો ઠાકુર એને મનાવી શક્યા નહીં ત્યારે બોલ્યા : ‘તું મારી માને સ્વીકારતો નથી તો અહીં શા માટે આવે છે?’ નરેન્દ્રે ઉત્તર આપ્યો : ‘શું અહીં આવું છું માટે જ માટે માનો સ્વીકાર કરવો?’ ‘વારુ’. ઠાકુરે બોલ્યા : ‘બહુ સમય વીત્યા પહેલાં જ હું મારી એ દિવ્ય માનો સ્વીકાર કરવાનો છો અને એના નામે રુદન પણ કરવાનો છે :
અવ્યક્ત અને વ્યક્તની એકતા
ઈશ્વરની સાકાર અને નિરાકાર એથી દ્વિવિધ પ્રકૃતિ વિશે બ્રાહ્મસમાજી નેતા વિજયકૃષ્ણ ગોસ્વામીને બોધ આપતાં શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે :
બ્રહ્મ છે તે જ કાલી છે. મા છે, આદિ શક્તિ છે. એ નિષ્કર્મ હોય છે ત્યારે બ્રહ્મ કહેવાય છે. વળી એ સર્જન, ધારણ અને વિનાશ કરે છે ત્યારે એ શક્તિ કહેવાય છે. સ્થિર જળ બ્રહ્મનો દૃષ્ટાંત છે. એ જ જળમાં મોજાંઓ પેદા થાય અને હલનચલન થાય ત્યારે તેને શક્તિની સાથે સરખાવી શકાય… એ અરૂપ છે ને વળી, એનાં રૂપો પણ છે. તમે નિરાકારમાં માનતા કરે તો, એ રીતે કાલીનું ધ્યાન તો, એ રીતે કાલીનું ધ્યાન ધરો. એના કોઈપણ સ્વરૂપનું ધ્યાન કરશો તો, એ તમને પોતાની સાચી પ્રકૃતિ જણાવી દેશે. પછી તમે અનુભવ કરશો કે, ઈશ્વર કેવળ છે એટલું જ નહીં પણ, હું તમારી સાથે વાતો કરું છું તેમ એ તમારી પાસે આવી તમારી સાથે વાતો કરશે. શ્રદ્ધા રાખશો તો બધુંય પામશો. આ પણ યાદ રાખને. ઈશ્વર નિરાકાર છે એમ તમે માનતા હો તો, એ માન્યતાને દૃઢતાપૂર્વક વળગી રહેજો. પણ જડ ના થતા : ઈશ્વર માત્ર આજ છે તે પેલું નથી એમ કહી જોરપૂર્વક ના કહેતા કે ઈશ્વર માત્ર આજ છે ને બીજું કંઈ નથી. તમે એમ કહી શકો કે, ‘ઈશ્વર નિરાકાર છે એમ હું માનું છું. પણ એ અનેક વસ્તુઓ હોઈ શકે છે. બીજું એ શું હોઈ શકે તે માત્ર એ જ જાણે છે. હું જાણતો નથી; હું સમજતો નથી.’ અધોળ બુદ્ધિનો માનવી ઈશ્વરના સાચા સ્વરૂપને તે શી રીતે સમજી શકે? એક શેરના લોટામાં તમે ચાર શેર દૂધ સમાવી શકો? પોતાની કૃપાથી ઈશ્વર કદી પોતાના ભક્ત પાસે જાતને પ્રગટ કરે તો જ એને જ્ઞાન થાય, નહીં તો નહીં.
અવ્યક્ત ઈશ્વરના દર્શન અંગે નરેન્દ્રની કેળવણી
આ અવ્યક્ત-વ્યક્ત ઈશ્વરનઈ દર્શન ભણી શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને આસ્તે આસ્તે અને દૃઢતાથી દોરી ગયા. બોધ અને વાતચીત ઉપરાંત, એમની આધ્યાત્મિક અસરે નરેન્દ્રના ચિત્તમાંના એકબે જક્કી વલણોને શિથિલ કરવામાં સહાય કરી અને, સત્યના દર્શન માટે તથા મનુષ્યજાતિ માટેના એના જીવનકાર્ય માટે નરેન્દ્રના ચિત્તને મુક્ત અને બંધનહીન સાધન બનાવવામાં તેમણે સહાય કરી.
પોતાના અંતસ્તલમાં શ્રીરામકૃષ્ણ જાણતા હતા કે નરેન્દ્ર અંતે નિર્ગુણ બ્રહ્મનું સત્ય ગ્રહણ કરશે. એમણે નરેનને એ વિષય પરનાં અષ્ટાવક્ર સંહિતા જેેવાં પુસ્તકો વાંચતા કર્યા. બ્રાહ્મસમાજની ધાર્મિક માન્યતાઓ શર ઘડાયેલા નરેન્દ્રના કરતા પોકારી ઊઠતા કે, ‘આ તો નાસ્તિક છે કારણ, આ તત્ત્વરૂપ હોવાનું માનવા કરતાં જગતમાં કોઈ વડેરું પાપ નથી. હું બ્રહ્મ છું, તમે બ્રહ્મ છો, આ સકલ સર્જન બ્રહ્મ છે – આના કરતાં વધારે વિચિત્ર શું હોઈ શકે? આવું લખનાર ઋષિઓ પાગલ જ હોવો જોઈએ. પોતાના શિષ્યના આખાબોલાપણાથી મુશ્કરાતા પણ, એને વધુ વ્યાવર્તક આધ્યાત્મિક દર્શન તરફ દોરવા માગતા શ્રીરામકૃષ્ણ એમને આસ્તેથી ઠપકો આપી કહેતા કે, ‘આ ઋષિઓના મતને તું ભલે ન સ્વીકારે. પણ તું એમને ગાળો શા માટે દે છે ને ઈશ્વરની અનંતતાને મર્યાદિત શા માટે કરે છે? તું સત્યના દેવની પ્રાર્થના કરતો રહે અને, એ તારી પાસે પોતાનું જે રૂપ પ્રગટ કરે તેને તું માન.’
નિર્વિકલ્પ સમાધિનો નરેન્દ્રનો અનુભવ
આત્માના અને બ્રહ્મના ઐક્યને નરેન્દ્રને સમજાવવા ઠાકુરે એકવાર યત્ન કર્યો પણ નરેન્દ્રને એ ખાતરી કરાવી શક્યા નહીં. ઓરડાની બહાર જઈને, ઠાકુરના બીજા એક ભક્ત હાજરા સાથે એ અદ્વૈતની ચર્ચા કરવા લાગ્યા : અને તિરસ્કાર ૫ર્યા હાસ્ય સાથે બંને એ એને તર્કહીન કહ્યું. આ હાસ્ય સાંભળીને, અર્ધ જાગ્રત અવસ્થામાં શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડાની બહાર આવ્યા અને, નરેન્દ્રને સ્પર્શ કરતાં સમાધિમાં સરી પડ્યા. એ પાવક સ્પર્શે નરેન્દ્રના મનમાં ક્રાંતિકારક પરિવર્તન આણ્યું. બ્રહ્મ સિવાય બીજું કશું છે જ નહીં એમ એ જોવા અને અનુભવવા લાગ્યા. એ ઘટનાના વર્ણનના અંતમાં નરેન્દ્રના શબ્દો છે :
આ સ્થિતિ કેટલાક દિવસ ચાલી. મને ઠીક થયું ત્યારે મને ભાન આવ્યું કે મેં અદ્વૈત દશાની ઝાંખી કરી હતી. પછી મને ભાન થયું કે શાસ્ત્રોના શબ્દો ખોટા નથી. ત્યારથી, અદ્વૈત દર્શનનાં તારણોને હું નકારી શક્યો નહીં.
શ્રીરામકૃષ્ણના જીવનના છેલ્લા દિવસોમાં, બ્રહ્મની આ અનુભૂતિ માટે આધ્યાત્મિક ધગશથી બળતા અને અવિરામ એને ઝંખતા નરેન્દ્રને જોઈએ છીએ.
નરેન્દ્રના ગુરુભાઈ સ્વામી શિવાનંદના ૭મી ડિસેમ્બર, ૧૯૨૭ના પોતાના પરના પત્રમાંથી ટાંચણ આપતાં, નરેન્દ્રના આ સાક્ષાત્કારને વર્ણવતાં રોમાં રોલાં લખે છે કે :
એક દહાડો સ્વામી શિવાનંદે મને કહ્યું હતું કે, કોલકાતા પાસેના કાશીપુરના ઉદ્યાનગૃહમાં નરેન્દ્રે આ સ્થિતિ પ્રાપ્ત કરી ત્યારે પોતે ત્યાં જ હતા. ‘એને ભાન વગરના જોઈએ અને એના દેહને શબના જેવો ઠંડો ભાળીને, ખૂબ ચિંતિત બની અમે ઉપર દોડી ગયા અને, જે કંઈ બન્યું હતું તે ઠાકુરને કહ્યું. ઠાકુરે જરાય ચિંતા દેખાડી નહીં; એ માત્ર હસ્યા ને બોલ્યા : ‘વારુ’ને ફરી મૂંગા થઈ ગયા. નરેનને બાહ્ય ભાન આવ્યું ને એ ઠાકુર પાસે ગયા. ઠાકુરે એને કહ્યું : ‘વારુ, હવે હું સમજ્યો ને? આ (સર્વોચ્ચ સમાધિ) તાળાચાવીમાં રહેશે. તારે માનું કાર્ય કરવાનું છે. એ પૂરું થયે એ જ તાળું ખોલશે.’ નરેને ઉત્તર આપ્યો : ‘ઠાકુર, સમાધિમાં હું સુખી હતો. મારા અનંત આનંદમાં હું જગતને ભૂલી ગયો હતો. એ દશામાં રાખવા માટે હું આપને પ્રાર્થું છું!’ ‘ફટ રે ભૂંડા!’ ઠાકુર બોલી ઊઠ્યા. ‘તું આવું માગી જ કેમ શકે? હું તો માનતો હતો કે તું જીવનનો મોટો આધાર છો ને અહીં તું, સામાન્ય માણસની માફક, સ્વાનંદમાં મસ્ત રહેવા ચાહે છે! … શ્રીમાની કૃપાથી આ દર્શન તને એટલું તો સ્વાભાવિક બની જશે કે, તારી સાધારણ સ્થિતિમાં તું સર્વ ભૂતોમાં ઈશ્વરને જોઈ શકશે; તું જગતમાં મોટાં કાર્યો કરશે; તું લોકોમાં આધ્યાત્મિક જાગ્રતિ આણશે અને નિમ્ન અને રાંક લોકોની પીડા દૂર કરશે.’
શ્રીરામકૃષ્ણનો પૂર્ણ સંદેશ
વિવેકાનંદને જે દાર્શનિક અને આધ્યાત્મિક દર્શન શ્રીરામકૃષ્ણે આપ્યું તેની ઊંડી અસર વિવેકાનંદના પછીના કાર્ય ઉપર અને અર્વાચીન ભારતના ઇતિહાસ ઉપર પડી. ભારતના ઇતિહાસનાં પાંચ હજાર વર્ષોમાં બન્યું ન હતું તે અદ્વિતીય રીતે એણે આજને વેગે ભારતમાં કાર્યરૂપે પસાર્યું. સ્વીકૃતિના અને નેતિના વિભિન્ન અભિગમોને, શક્તિને અને બ્રહ્મને, એ જોડે છે તેમ, કર્મના અને ધ્યાનના, કાર્યના અને ભક્તિના, નિરપેક્ષ અને પવિત્ર એવા વિવિધ માર્ગોનું એ આધ્યાત્મિક સંયોજન કરે છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને માનવી પ્રત્યે પ્રેમ અને સેવાના પ્રવાહો એમાંથી વહે છે. ‘એમનાં ફળથી તમે એમને ઓળખશો’, એમ ઈસુએ સત્ય વિશે કહ્યું હતું. અથવા, માનવીની માન્યતાઓના સિદ્ધાંતોથી ઓળખાણ પડશે એમ કહ્યું હતું. ઇતિહાસે જણાવ્યા પ્રમાણે, ધાર્મિક, રાજકીય અને માનવ જીવનનાં બીજાં ક્ષેત્રોમાં મિષ્ટતમથી માંડીને કરુતમ સુધીનાં અનેકવિધ ફળ આવી માન્યતાઓએ પ્રગટાવ્યાં છે. લાગણીહીન બનીને મોં ફેરવવું કે સ્ફૂર્તિમંત કાર્ય, નાસીપાસી ભરી નિવૃત્તિ કે આશાભર્યો સંઘર્ષ. અહંતાભરી જાતમાંડણી કે આધ્યાત્મિકતા ભરી જાતને ભૂંસવી, અસહિષ્ણુતા કે વૈશ્વિક સ્વીકાર, હિંસા અને આક્રમકતા કે અહિંસા અને વિનમ્ર્રતા, વૈશ્વિક પ્રેમ કે અંધ દ્વૈષ, સ્વાર્થ અને શોષણ કે ત્યાગ અને સેવા – આ સર્વ મનુષ્યોની સુવિચારી કે કુવિચારી ફિલસુફીઓનાં ચારિત્ર્યફળ છે.
આ સર્વાવર્તી ફિલસુફી અને આધ્યાત્મિક દર્શન માટે શ્રીરામકૃષ્ણને ‘વિજ્ઞાન’ નામનો નવીન શબ્દપ્રયોગ કર્યો છે. આ વિજ્ઞાનનું ફળ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનું અનન્ય સંયોજન સૂચવે છે. સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય અને વ્યક્તિત્વમાં આ અસાધારણ સિદ્ધિ હતી. એમની ઊર્જાશક્તિનો અસાધારણ વ્યાપ આ બાબત સમજાવે છે. માત્ર દસ વર્ષના એમના કાર્યકાળની અપૂર્વ તીવ્રતા અને સ્ફોટક અસર માત્ર આ બાબત સ્પષ્ટ કરે છે. ઉદારતાની શક્તિ સાથે ફિલસુફની ચિત્તશાંતિ જેને હર્બર્ટ સ્પેન્સરે કહેલ છે. વેદાંત જેને શક્તિ અને શિવનું, કાલી અને બ્રહ્મનું ઐક્ય કહે છે તેનો સર્વોત્તમ દૃષ્ટાંત વિવેકાનંદ હતા.
વિવેકાનંદનું શક્તિગ્રહણ
માનવી રામકૃષ્ણ ૧૮૮૬માં અવસાન પામ્યા. પણ, શક્તિરૂપી, સર્વોપકારી અને જ્યોતિરૂપ શ્રીરામકૃષ્ણ અસ્તિત્વ ધરાવતા રહ્યા, ધરાવતા રહે છે અને પૂર્વમાં તથા પશ્ચિમમાં વધારે ને વધારે સંખ્યામાં લોકોનાં જીવનને અને ભાવિને હજી સુધી અસર કરી રહ્યા છે. માનવજીવનને સર્વત્ર ફળદ્રુપ રાખવાના હેતુથી, પોતાના સંયોજક દર્શનને વહેતું રાખવા માટે, પોતાના મૃત્યુ પહેલાં એમને એક સંસ્થાની આવશ્યકતા જણાઈ. અને, વિવેકાનંદની અધ્યક્ષના હેઠળ તેમણે એવો સંઘ ઊભો કર્યો. પોતાના મૃત્યુના થોડા દહાડા પહેલાં, પોતાના શિષ્યોને પોતે જે આદર્શ આપ્યો હતો તેને સાંધિક રીતે વળગી રહે તે માટે, એમણે વિવેકાનંદને કરેલા અનુરોધમાં આ સંઘ અકબંધ રહે તેની ચિંતા જોઈ શકાય છે. એમના પૂર્વના અને પશ્ચિમના શિષ્યોએ લખેલા એમના જીવનચરિત્રમાંથી અવતરણ લઈએ :
ઠાકુરને અસહ્ય પીડા થતી હતી અને એ ભાગ્યે જ બોલી શકતા હતા ત્યારે, થોડા દહાડા પહેલાં, એમણે નરેનને બોલાવ્યા હતા. ઠાકુરે એક કાગળ પર લખ્યું હતું : ‘નરેન્દ્ર બીજાઓને શીખવશે.’ નરેન્દ્ર અચકાયા અને બોલ્યા : ‘હું એ નહીં કરું.’ પણ ઠાકુરે જવાબ આવ્યો : ‘તારે એ કરવું જ પડશે.’…
હવે પોતાના અંતિમ દિવસો આવતા હોઈ, પહેલાંના કરતાં વધારે શક્તિથી, સ્થિર અને શાંત રીતે, આ યુવાનોના અને, ખાસ કરીને નરેનના, આધ્યાત્મિક જીવનનું ઘડતર કરવાને કામે ઠાકુર લાગ્યા. રોજ સાંજે એ નરેનને પોતાની પાસે બોલાવે અને અવિરત બેત્રણ કલાક સુધી, વિવિધ આધ્યાત્મિક બાબતો સંબંધી તેને અંતિમ બોધ આપે અને, પોતાના ગુરુભાઈઓને સાથે રાખીને, તે સૌ ત્યાગમય જીવન જીવવા શક્તિમાન અને એ માટે એમને માર્ગદર્શન અને તાલીમ આપવાનું એ કહે.
નવા સંન્યાસી સંઘની સ્થાપના
શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી, એમની ઊંડી ઇચ્છાને, અધીન, એમના પંદર શિષ્યો (એક વધારે કેટલાંક વર્ષો પછી જોડાયો હતો) એ વિવેકાનંદના નેતૃત્વ હેઠળ નવા પ્રકારનો એક સંઘ સ્થાપ્યો હતો; અનેક રીતે એ વિશિષ્ટ હતો આરંભમાં, એકબે ગૃહસ્થ ભક્તોની થોડી સહાયથી એ લોકો વરાહનગરમાં એક ખંડેર જેવો મકાનમાં રહેતા. એમની પાસે પૂરતાં કપડાં કે ખાવાનું ન હતાં અને એ લોકો જમીન પર સાદડીઓ પાથરીને સૂતા. એમના સમયનો મોટો ભાગ ધ્યાનમાં અને સ્વાધ્યાયમાં પસાર થતો.
સમય વીતતાં, આ ત્યાગમય અને ધ્યાનમય સાધુજીવનને વિવેકાનંદ પછીથી જગતના એક ઉદાત્તમય, સૌથી વધારે પ્રગતિશીલ અને, ગતિશીલ સંન્યાસી સંઘમાં ફેરવવાના હતા અને એનો મુદ્રાલેખ રહેવાનો હતો; आत्मनो मोक्षार्थम् जगत् हिताय च. પણ સ્થાપના અને એ પરિવર્તન વચ્ચે દાયકાનો ગાળો હતો ને એ મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી સભર હતો.
સાચા ભારતનો વિવેકાનંદનો અનુભવ
વરાહનગર મઠમાં ત્રણ વર્ષ રહ્યા પછી, બીજાં ત્રણ વર્ષો પરિવ્રાજક સાધુ તરીકે આખા ભારતમાં ભ્રમણ કરવામાં વિવેકાનંદે પસાર કર્યાં. એ સેંકડો માઈલ ચાલ્યા. આ પ્રવાસો દરમિયાન જ સ્વામીજીએ સાચું ભારત જોયું – તીવ્ર ગરીબાઈ, અજ્ઞાન અને સર્વત્ર પછાતપણું પણ, એ સર્વની વચ્ચે, અધ્યાત્મની જ્યોત ઝળહળી કરી હતી.
ભારતના અધ:પતનનું મુખ્ય કારણ ગરીબ પ્રજા અને સ્ત્રીઓની ઉપેક્ષા હતું તે વિવેકાનંદ સ્પષ્ટ સમજી ગયા. ભારતના પછાતપણાનું કારણ દેશનો પુરાણો ધર્મ ન હતો. ઉલટું, ધર્મ તો ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ હતો ને તેથી, ધર્મના જીવન સીંચતા સિદ્ધાંતો પ્રત્યે રંક અને પીડિત લોકોનાં મનને જાગ્રત કરવાનાં હતાં.
પોતાના જીવનમાં અને બોધમાં ભારતના આધ્યાત્મિક આદર્શની શ્રેષ્ઠતા પ્રબોધતો હોવા છતાં, પોતાના દેશબાંધવોની ગરીબાઈ અને અધોગતિ જોઈ વિવેકાનંદ છક થઈ ગયા હતા; અને એમણે વેદનાપૂર્ણ ઉદ્ગાર કાઢ્યો હતો : ‘વિધવાનાં આંસુ લૂછે નહીં અને અનાથના. મોંમાં રોટલાનો ટુકડો મૂકે નહીં તે ધર્મમાં હું માનતો નથી; પોતાના ગુરુના તીખા બોલનું અવતરણ પણ એમણે આપ્યું હતું, ‘ભૂખ્યાં પેટ માટે ધર્મ નથી.’ પોતાના પ્રલંબ ઇતિહાસકાળમાં, મનુષ્યના ધર્મેતર જીવનને જોરપૂર્વક હાથ પર લઈ શકે અને, પોતાના દેશ માટે બે જેને ‘મોળો કરેલો’ ભૌતિકવાદ કહેતા તેની વકીલાત કરી શકે એવો અધ્યાત્મ પુરુષ સ્વામીજીમાં પહેલીવાર દેશને સાંપડ્યો. માત્ર ત્યાગ અને ધ્યાન ઉપર જ ભાર દઈને અને સામાજિક ભાવનાની ઉપેક્ષા કરીને, બધી પ્રજા ગળે ઊંચી આધ્યાત્મિક બાબતો ઠાંસવામાં તેમને ભારતના પતનનું કારણ દેખાયું.
કશી પણ અવઢવ વિના, સ્ત્રીઓ અને સામાન્ય જનોના હિતની વકીલાત કરનાર પહેલાં સંન્યાસી અને આધ્યાત્મિક ગુરુ વિવેકાનંદ છે. ‘ભારતમાં બે અનિષ્ટો છે’, એમ તેમણે કહ્યું હતું; ‘એ તે સ્ત્રીઓને કચડવાનું અને જ્ઞાતિબંધનો દ્વારા ગરીબોને પીડવાનું.’ આ અન્યાયને દૂર કરવાના એમના નિશ્ચયને પ્રગટ કરતાં ભગિની નિવેદિતા લખે છે કે :
પોતે જે સંઘ સાથે સંકળાયેલા હતા તેનું કાર્ય, અમારા ગુરુને મને, સર્વકાળને માટે સ્ત્રીઓ અને લોકોના હિતનું હતું. પરદેશમાં, પોતે મૃત્યુની નિકટ એમ એમને લાગતું ત્યારે, પોતાની સમીપના શિષ્યને એ આ એક જ વિચાર કરતા. ત્યારે એ બોલતા : ‘કદી ના ભૂલશો કે ‘સ્ત્રીઓ અને સામાન્ય પ્રજા’ એ જ બોલે છે!’
Your Content Goes Here




