૩જી માર્ચ, ૧૯૯૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લીંબડીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિ:શૂલ્ક ચિકિત્સાસેવાનો લાભ ૯૦૫ દર્દીઓએ લીધો હતો. તા. ૧૭ અને ૨૪ માર્ચના રોજ રાજકોટ જિલ્લાનાં બે ગામમાં નેત્રચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આ નિ:શૂલ્ક ચિકિત્સા સેવાનો લાભ ૩૨૦ દર્દીઓએ લીધો હતો. જેમાંના ૨૩ દર્દીઓની આંખનાં નિ:શૂલ્ક ઓપરેશન થયાં હતાં.
પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામના, દાહોદ તાલુકાના દેવધા અને નિમચ ગામના ૬૫૦ ગરીબ પરિવારોમાં પરિવારદીઠ ૧૦ કિ.ગ્રા. બાજરો અને ૧ પછેડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત નિમચ ગામમાં ગ્રામવાસીઓના સહકારથી શ્રીરામકૃષ્ણ સમાજ મંદિર- કોમ્યુનિટિ હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ હોલનો ઉદ્ઘાટનવિધિ ૧૯ મેના રોજ યોજાયો હતો. ૧૯ અને ૨૦ મે એમ બે દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું હતું. ૪૦૦૦ જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નિમચ, દેવધા, જાબુંઆ અને કલાસિયા વગેરે ગામના લોકોમાં ૮૦૦ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના ગરીબ પરિવારોને ૧ એપ્રિલ, ’૯૬થી દરરોજ ૧૦,૦૦૦ લિટર પીવાનું પાણી ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવતું હતું.
પંચમહાલ જિલ્લાના નિમચ ગામના વાવાઝોડાંથી પ્રભાવિત ૬૦૦ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. ૧૯ જૂનના રોજ એક સીવણકેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાનાં ૩ ગામનાં ૧૧૨ પૂરપીડિત કુટુંબોમાં ૫૨૫ કિ.ગ્રા. ચોખા અને ૧૦૦૦ કિ.ગ્રા. ઘઉંનું વિતરણ થયું હતું.
મે, ૧૯૯૭માં પંચમહાલ જિલ્લાના નિમચ, ડોંગરડા અને જાંબુઆ ગામના ૨૦૦ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અને ૪૦૦ ગરીબ આદિવાસી સ્ત્રી-પુરુષોને ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી. જૂન, ૧૯૯૭માં નિમચ ગામનાં દુષ્કાળપીડિત ૧૫ પરિવારોને તેમના કૂવા સુધારવા માટે ૩૦ હજાર ઈંટ, ૧ હજાર કિલો સિમેન્ટ, ૨ હજાર ક્યુ.ફિટ. રેતીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામમાં ગ્રામકલ્યાણકારીકાર્ય માટે એક ઓરડાનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.
૩૦ જૂન અને ૧લી જુલાઈ, ૧૯૯૭ના રોજ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ભાલક, ઘાઘરેટ, સુશી, વીસનગરપરા, કુવાસણા, કંકુપરા તેમજ વિજાપુર તાલુકાના ગોઠવા, ગોઠવાપરા અને કડા ગામના અતિવૃષ્ટિગ્રસ્ત ૬૪૩ કુટુંબોમાં ૫૩૦૨ કિ.ગ્રા. અનાજ અને ૭૮૦ મીટર કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૨૪મી જૂનના રોજ રાજકોટના પરસાણા નગર, ઈંદિરાનગર, વેલનાથ પરા અને ગાંધીગ્રામ વિસ્તારમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા લોકોને ફૂડપેકેટ્સ આપવામાં આવ્યાં હતાં. ૨૦મી એપ્રિલના રોજ અણિયારા ગામે એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૭૫ દર્દીઓને નિ:શૂલ્ક સારવાર આપવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના નિમચ ગામમાં ગરીબ આદિવાસી ગ્રામજનોના લાભાર્થે ૧૨ કૂવાને ઊંડા ખોદવામાં આવ્યા હતા અને ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ૪૫’ ટ ૧૨’ના માપનો એક અધ્યયન ખંડ બાંધી આપવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના નિમચ ગામમાં ૨૯ જુલાઈના રોજ એક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વડોદરાથી આવેલા સ્ત્રીરોગ તથા બાળરોગના વિશેષજ્ઞોએ પોતાની નિ:સ્વાર્થ સેવાઓ આપી હતી અને ૫૦૭ ગરીબ આદિવાસી દર્દીઓને આ શિબિરનો લાભ મળ્યો હતો.
૧૮ ઓગસ્ટ, શ્રાવણપૂર્ણિમાના શુભદિને રાજકોટના પથિકાશ્રમમાં સંન્યાસીઓ અને ભક્તોએ શિવજ્ઞાને જીવસેવાના આદર્શને અનુસરીને ૧૦૦ કુષ્ઠ રોગીઓને પુષ્પમાળા પહેરાવીને દરેકને એક વસ્ત્ર, રૂ.૩૦ રોકડા તેમજ ૫ કિ.ગ્રા. લોટ આપવામાં આવ્યાં હતાં.
દાહોદ જિલ્લાના નિમચ ગામમાં ૧૯મી નવેમ્બરના રોજ એક સર્વરોગ નિદાનકેમ્પ યોજાયો હતો. જેમાં ૪૭૭ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામના ગરીબ આદિવાસીઓને ૩૦૦ વસ્ત્રો તેમજ ૨૧૦ ધાબળાઓ આપવામાં આવ્યાં હતાં.
Your Content Goes Here




