૧૯૮૨ના નવેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના ૮ તાલુકાના ૩૮ ગામડાંનાં ૨૫૪૬ કુટુંબોને ઠામવાસણ, કપડાં, ગરમ ધાબળા, તૈયાર કપડાં અને ખાદ્યસામગ્રીનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.
૨૪ જૂન ૧૯૮૩માં જૂનાગઢ જિલ્લામાં આવેલાં પૂર અને અતિવૃષ્ટિને કારણે તત્કાલ રાહતરૂપે ૯૦ ગામડાંનાં ૮૨૯૮ કુટુંબોને અનાજ, કપડાં, રાંધવાના વાસણો અને અન્ય ઘરવખરીનું વિતરણકાર્ય થયું હતું.
પ્રાથમિક રાહતસેવાકાર્ય પૂરું થતાં જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામમાં પ્રાથમિક શાળાનું વિશાળ મકાન, તેમજ જૂનાગઢ જિલ્લાના આણંદપુર, મેવાસામાં સુસજ્જ પ્રાથમિક શાળા, દવાખાનાનું મકાન તેમજ રહેવાસી ૮૪ મકાનોનું પુનર્વસન કાર્ય હાથ ધરાયું હતું.
આ કોલોનીનું મંગળ ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના તત્કાલીન ગવર્નરશ્રી બી.કે. નહેરુના વરદ હસ્તે ૧૯ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ સંપન્ન થયું હતું.
પાતાપુર, ઈટાળા માટે ૩૬ રહેવાસી મકાનો, શાળાનું વિશાળ મકાન તેમજ પાણી માટે કૂવાની વ્યવસ્થા સાથેનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું હતું. આ સમગ્ર પુનર્વસવાટ કાર્ય હેઠળ રૂ. ૭૦ લાખ થી પણ વધુ રકમ વાપરવામાં આવી હતી. આ ૩૬ મકાનો, પ્રાથમિકશાળા, પાણીના કૂવાવાળી કોલોનીનું મંગલ ઉદ્ઘાટન ૪થી ઓગસ્ટ, ૧૯૮૪ના રોજ ગુજરાત રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી પી.એસ.પોટીના વરદ હસ્તે થયું હતું.
આ ઉપરાંત દરજી, સુથાર, લુહાર, મોચી, કુંભાર જેવા વર્ગના અસરગ્રસ્તોને આર્થિક ઉપાર્જન માટે સાધનસામગ્રીની વહેંચણી કરવામાં આવી હતી.
અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં ૮૩૮ જેટલી ઉત્તમ ગીરઓલાદની ગાયો તેમજ ૨૭ ઊંટનું વિતરણકાર્ય પણ હાથ ધરાયું હતું.
ગુજરાતના સમગ્ર સૌરાષ્ટમાં ૩ વર્ષના ભીષણ દુષ્કાળના સમયગાળામાં ફેબ્રુઆરી ૧૯૮૬ થી સપ્ટે. ૧૯૮૮ સુધી કરેલાં રાહતકાર્યોમાં રાજકોટ જિલ્લાના રાજકોટ, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, માળિયામિયાણાં, વાંકાનેર, ગોંડલ, ઉપલેટા, પડધરી, મોરબી અને લોધીકા તાલુકાઓનાં ગામડાંઓ; સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા, મૂળી અને લીંબડી તાલુકાઓનાં ગામડાંઓ; જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ, ભાણવડ, જામજોધપુર, જોડીયા અને ઓખા તાલુકાનાં ગામડાંમાં; જૂનાગઢ જિલ્લાના રાણાવાવ તાલુકાનાં ગામડાંમાં; કચ્છ જિલ્લાના રાપર અને ભૂજ તાલુકાનાં ગામડાંમાં; પંચમહાલ જિલ્લાના દાહોદ અને જાલોદ તાલુકાનાં ગામડાંમાં; ખેડા જિલ્લાના પેટલાદ તાલુકામાં રાહતસેવાકાર્યો થયાં હતાં. આ રાહતસેવાકાર્યોમાં ૬,૭૨,૬૧૬ કિ. અનાજ જેવા કે બાજરો ઘઉં, મગદાળ; ૨૦૬૦૭ કિ. ગોળ, કઠોળ, દૂધ; ૧૯૫૫ પેકેટ બિસ્કીટ, ૨૬૯૬૨ મી. કાપડ, ૨,૦૫,૦૨૦૦૦ લી. પાણી, ૫૬,૦૭,૯૦૯ કિ. પશુનો ઘાસચારો, બટેટાં, ડુંગળી, જેવાં ખાદ્ય પદાર્થોનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત ચાદર, સાડી, ધાબળા, કપડાંનું વિતરણકાર્ય પણ થયું હતું. ૫૨૫૦ નળીયા, તાલપત્રી જેવી ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી. ત્રણ વર્ષ સુધી ચાલેલાં આ રાહતસેવાકાર્ય હેઠળ ૧૨૦૧ ગામડાંનાં ૯૧૮૦૦ માણસો ૫૫,૦૦૦ પશુઓ આવરી લેવામાં આવ્યાં હતાં. સરકારની કોઈ સહાય કે સબસીડી વિના આ સંસ્થાએ આશરે રૂ. ૭૮,૦૧,૮૫૯ નું રાહતસેવાકાર્ય કર્યું હતું. આ ઉપરાંત ૧૯૮૮માં મોરબીની પ્રાથમિક શાળાને વધારાના ચાર ખંડ બંધાવી આપ્યા હતા. ઓક્ટોબર ૧૯૮૯માં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ૪ ગામના ૨૧૦ કુટુંબોમાં ૪૨ કિ. બાજરો ૬૦૨ કિ. મગદાળ, ૨૦૨ ધોતિયાં, ૨૦૮ સાડી, ૪૨૦ ચાદર, ૭૭૮ મી. કાપડ, ૮૪૦ સ્ટીલના વાસણ અને ૨૦૦ પુસ્તકોનું વિતરણકાર્ય થયું હતું.
(ક્રમશ:)
Your Content Goes Here




