સત્યવાદી મનુષ્ય માતાની જેમ શ્રદ્ધેય, લોકો માટે ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ બધાંને પ્રિય હોય છે.
સત્યમાં તપ, સંયમ અને બાકીના બધા ગુણોનો વાસ છે. જેવી રીતે સમુદ્ર માછલાંનું કારણ-ઉત્પત્તિ સ્થાન છે, તેવી રીતે સત્ય બધા ગુણોનું કારણ છે.
જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લોભ જન્મે છે. લાભથી લોભ વધતો જાય છે. બે માસા સોનાથી પૂરું થતું કાર્ય કરોડો સુવર્ણ મુદ્રાઓથી પણ પૂર્ણ થતું નથી. (અનિષ્કર્ષ કપિલ નામના વ્યક્તિના ઉતારચઢાવના પરિણામને સૂચિત કરે છે.)
કદાચિત સોના ને ચાંદીના કૈલાશ પર્વત સમા અસંખ્ય પર્વત ઊભા થઈ જાય, તો પણ લોભી પુરુષને એમાંથી કંઈ મળતું નથી – તૃપ્તિ થતી નથી; કારણ કે ઇચ્છા આકાશ જેવી અનંત છે.
ઇંદ્રિયવિષયો તથા કષાયોનો નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા જે માનવ આત્માને ભાવિત કરે છે; તેને તપધર્મ સાંપડે છે.
જે કાંત એ પ્રિયભોગ પ્રાપ્ત થવા છતાં પણ તેની અવગણના કરે છે અને સ્વાધીનતાપૂર્વક ભોગોનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે.
જે મુનિ સર્વપ્રકારના પરિગ્રહોનો ત્યાગ કરીને નિ:સંગ બની જાય છે, પોતાના સુખદ અને દુ:ખદ ભાવોનો નિગ્રહ કરીને નિર્દ્વન્દ્વ વિચરે છે, એને અકિંચનતા ધર્મ સાંપડે છે.
હું એક શુદ્ધ, દર્શન-જ્ઞાનમય, નિત્ય અને અરૂપ છું. આ સિવાય બીજા પરમાણુમાત્ર પણ મારી વસ્તુ નથી. આ છે અકિંચનતાનો ધર્મ.
Your Content Goes Here




