બાળ નરેન (સ્વામી વિવેકાનંદ) તમારી જેમ જ શાળામાં જતો.

એક દિવસ વર્ગમાં શિક્ષક ભણાવતા હતા. તે વખતે વિદ્યાર્થીઓ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. તેમાં નરેન્દ્ર પણ હતો. શિક્ષકે બધાને ઊભા કરીને પોતે શું ભણાવતા હતા, તે વિશે પૂછયું, તો કોઈ વિદ્યાર્થી જવાબ આપી શકયો નહીં. પરંતુ નરેન્દ્રે સાચો જવાબ આપ્યો, ભલે તે વાતો કરતો હતો પણ સાથે ને સાથે શિક્ષક શું ભણાવે છે, એમાં પણ એનું ધ્યાન હતું !

આથી શિક્ષકે એના સિવાય બીજા બધા છોકરાઓને ઊભા રહેવાની સજા કરી. ત્યારે નરેન્દ્રે કહ્યું : ‘સાહેબ, મને પણ સજા થવી જોઈએ, કારણ કે હું પણ વાતો કરતો હતો.’ એમ કહીને તે પણ ઊભો જ રહ્યો. સચ્ચાઈને વળગી રહેવું એ પણ જીવનને પવિત્ર બનાવવાનું મહાન કાર્ય છે.

Total Views: 473

One Comment

  1. Informatika October 31, 2022 at 11:40 am - Reply

    after I read a few sentences above I got useful information for me

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.