રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો તેજસ્વી તારલા સન્માન સમારંભ

૧૬ મી જુલાઈના રોજ શિક્ષણવિદ્‌ શ્રી તેજલબહેન અમિલ, જિલ્લા કલેક્ટર શ્રી રાજીવ ટોપનો અને વડોદરા મહાનગર પાલિકાના સાંસ્કૃતિક સમિતિના સેક્રેટરી પ્રા.શંકરલાલ ત્રિવેદી તેમજ ભૂતપૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મકવાણા સાહેબની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ધો. ૧૦, ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ તેમજ કેન્દ્રિય વિદ્યાલયના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદનાં ચારિત્ર્ય ઘડતર અને જીવન ઘડતરના અને એની ભૂમિકા પર રાષ્ટ્ર ઘડતર વિશેના આદર્શ વિચારો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. ઉપસ્થિત ત્રણેય મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પોતાની મેળે, પોતાની ભીતરની સુષુપ્ત શક્તિઓ જગાડવાની હાકલ કરી હતી અને સ્વામી વિવેકાનંદ સમા સિંહમર્દ બનવાનું કહ્યું હતું. ત્રણેય મહાનુભાવોના વરદ હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિહ્‌ન અને પુસ્તકો પારિતોષિક રૂપે અપાયાં હતાં.

પૂરપીડિતોની વહારે રામકૃષ્ણ મિશન, લીંબડી

રાણપુર તાલુકાની ઉતાવળી નદીને કાંઠે આવેલ ખસ ગામમાં પાણીનો મહા પ્રકોપ થયો હતો. ૨૦૦ થી ૨૫૦ મકાન પડી ગયાં હતાં, ઘરવખરી તણાઈ ગઈ હતી. ૨૫૦ નિરાધાર કુટુંબોને ૧૦ કિ. બાજરો, ૮ કિ. ચોખા, ૫ કિ. મગદાળ, ૫ કિ. ખાંડ, ૧ કિ. ચા, ૧ કિ. તેલ, ૧ શેતરંજીની કીટ આપવામાં આવી હતી. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પૂરરાહત સેવા

૭ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધીમાં રાજકોટના નીચાણવાળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ ગોંડલ, પડધરી, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦,૪૧૮ ફૂડપેકેટ (લાડુ, ગાંઠિયા, બિસ્કીટ, થેપલા વગેરે)નું વિતરણ થયું હતું.

૧૨ થી ૧૬ ઓગસ્ટ સુધીમાં ૧૦૪૮ કુટુંબોના ૫૨૪૦ સભ્યો માટે (૫ કિ. ઘઉંનો લોટ, ૩ કિ. ખીચડી, ૧ કિ. તેલ, ૧ કિ. ખાંડ, ૨૦૦ ગ્રામ ચા, ધાણાજીરું-મરચું-હળદર ૧૦૦-૧૦૦ ગ્રામ, ૧ કિ. ડુંગળી, બાકસ, તાલપત્રી, શોલાપુરી ચાદર, સ્ટીલના થાળી-વાટકો-ગ્લાસ અને ચમચી) સાથેની રૂપિયા ૬૦૦ની કિંમતની ૧૦૪૮ કિટ્‌સનું ઉપલેટાના કુંઠેચ, મજેઠી, ભીમોરા, જામનગરના જામરાવલ અને રાજકોટના ઝૂંપડપટ્ટી તેમજ નદી કાંઠાના વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરોગ્ય ચિકિત્સા સેવા

૨૦૦૬-૨૦૦૭ના વર્ષ દરમિયાન આયુર્વેદમાં ૧૩૮૯ દર્દીઓ, હોમિયોપથિમાં ૨૯૭૩ દર્દીઓ, નેત્રચિકિત્સામાં ૩૯૭૦ દર્દીઓ, ફિઝિયોથેરપિમાં ૪૭૮૯ દર્દીઓ એમ કૂલ મળીને ૧૩૧૨૧ દર્દીઓને આરોગ્ય ચિકિત્સા સેવાનો લાભ મળ્યો હતો.

ચાર નિ:શૂલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ દ્વારા ૨૯૪ ઓપરેશન થયાં હતાં જેમાં વિના મૂલ્યે ૧૦૫નાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. ૩૬ ઓપરેશન નજીવા દરે થયાં હતાં.

નિ:શૂલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઔષધાલયમાં ૨૯ જુલાઈ, ૨૦૦૭ ને રવિવારે નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ૧૦૯ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૨૯ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

ગ્રામ્ય ક્ષેત્રે નિ:શૂલ્ક આરોગ્ય ચિકિત્સા સેવા

જામનગર જિલ્લાના જોડિયા, રાજકોટ જિલ્લાના અણિયારા, સરધાર અને ઢાંઢણી ગામે ૭૭૭૩ દર્દીઓની ચિકિત્સાસેવા થઈ હતી.

સેરેબ્રલ પાલ્સી કેમ્પ

જન્મથી જ માનસિક તથા શારીરિક ખામીવાળાં બાળદર્દીઓ માટે ૧૨મી ઓગસ્ટ ૦૭ના રોજ એક સેરેબ્રલ પાલ્સી કેમ્પનું આયોજન થયું હતું. ૩૭ બાળદર્દીઓને એનો લાભ મળ્યો હતો. બીદડા (ભૂજ)ના સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટે કેટલીક સુવિધાઓ પૂરી પાડી હતી. આ કેમ્પમાં ડૉ. વિજલ ઓઝા, ડૉ. ઉન્નતિ દેસાઈ, ડૉ. અમી કોટક, ડૉ. અચલા વાઘેલા, ડૉ. રોનક પંડિત, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સિદ્ધાર્થ પટેલ અને શ્રી દેશમુખભાઈએ પોતાની માનદ સેવાઓ આપી હતી.

રામકૃષ્ણ પ્રાર્થનામંદિર, ભમરિયાની મુલાકાત

તા. ૧.૮.૨૦૦૭ના રોજ ભાવનગર જિલ્લાના ભમરિયા ગામનાં રામકૃષ્ણ પ્રાર્થનામંદિર તથા વિવેકાનંદ પ્રાથમિક શાળામાં એક જાહેરસભાનું આયોજન થયું હતું. જેમાં સ્વામી ધ્રુવેશાનંદજી અને અન્ય સ્વામીજીઓ તથા સુરમ્યભાઈ મહેતાએ પ્રવચનો આપ્યાં હતાં. શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે સર્વે ગ્રામજનોને અને બાળકોને આશ્રમ દ્વારા ફૂડપેકેટ આપવામાં આવ્યાં હતાં તથા શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનોને અને શિક્ષકોને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો તથા શાળાના પુસ્તકાલય માટે પુસ્તકોનો એક સેટ ભેટ અપાયાં હતાં.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં પૂરરાહત સેવાકાર્યો

૧ ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત અને ઓરિસ્સામાં પડેલા ભારે વરસાદને કારણે રામકૃષ્ણ સંઘના નીચેનાં કેન્દ્રોએ અસરગ્રસ્તોને પૂરરાહત સામગ્રી પહોંચાડી હતી.

ઓરિસ્સાના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા પાનાસા ગ્રામપંચાયત વિસ્તારનાં ૭ ગામડાંના ૫૯૨૩ પૂરપીડિતોને ૫૩૨૫ કિ. પૌઆ, ૫૩૦ કિ. ખાંડ, ૧૦૬૨ કિ. મીઠું, ૧૦૮૦ બિસ્કીટના પેકેટ, ૨૧૨૦ મીણબત્તી બોક્સ, ૨૧૨૦ બાકસ બોક્સનું વિતરણ થયું હતું.

પશ્ચિમ બંગાળના બેલઘરિયા કેન્દ્ર દ્વારા પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાનાં ૨૨ ગામડાંના પૂરપીડિતોને ૧૧૭૯૪ થાળી રાંધેલું અનાજ, ૨૦૧૭૦ કિ. પૌઆ, ૨૦૨૧ કિ. ખાંડ, ૧૮૭૧૫ બિસ્કીટ પેકેટ, ૪૦૭૦૯૫ હેલાઝોન (લ્લચનચર્ડહી) ટેબ્લેટ, ૧૫૦ કિ. બ્લિચિંગ પાઉડર, ૬૦ કિ. ચૂનાનું વિતરણ થયું હતું.

કોન્ટાઈ કેન્દ્ર દ્વારા ૮૬૩૦ પૌઆ, ૧૬૦૦ કિ. ખાંડ, ૧૯૨૦ બિસ્કીટ પેકેટ, ૪૦૦ કિ. બ્લિચિંગ પાઉડરનું વિતરણ પૂર્વ મેદિનીપુર જિલ્લાનાં ૧૮ ગામડાંનાં ૧૭૨૬૦ લોકોમાં કરવામાં આવ્યું હતું.

ઇચ્છાપુર કેન્દ્ર દ્વારા હુગલી અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ખાનાકુલ-૧-૨, આરામબાગ અને ઘાટાલ વિસ્તારનાં ૫૫ ગામડાંના ૭૯૪૭૭ પૂરપીડિતોને ૩૭૦૯ થાળી રાંધેલું અનાજ, ૩૨૦૦ કિ. ચોખા, ૭૧૬૦૦ કિ. પૌઆ, ૫૭૦૦ કિ. ખાંડ, ૧૭૯ કિ. ગોળ, ૨૩૦૪૦ બિસ્કીટ પેકેટ, ૩૭૭ કિ. દૂધનો પાઉડર, ૨૮૦૦૦૦ હેલાઝોન ટેબ્લેટ, ૫૦૦૦ જીઓલાઈન વાયલ્સ, ૪૧૫૦ કિ. બ્લિચિંગ પાઉડર આપવામાં આવ્યાં હતાં.

કામારપુકુર કેન્દ્ર દ્વારા હુગલી જિલ્લાના ખાનાકુલ-૨ વિભાગનાં ૨૦ ગામડાંના ૬૩૯૧૮ પૂરપીડિતોમાં ૧૨૫૦૦ કિ. પૌઆ, ૩૧૪૦ કિ. ગોળ, ૫૨૮૦ પેકેટ બિસ્કીટ, ૧૧૦૦૦૦ હેલાઝોન ટેબ્લેટ, ૧૨૫૦ કિ. બ્લિચિંગ પાઉડર, ૯૮૦૦ કિ. કળી ચૂનાનું વિતરણ થયું હતું.

મેદિનીપુર કેન્દ્ર દ્વારા પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ઘાટાલ, નારાયણ ગઢ અને સાંકરેલ તાલુકાનાં વિસ્તારમાં ૧૫૯૮૯૭ પૂરપીડિતોને ૧૫૬૯૦૦ કિ. પૌઆ, ૩૯૨૦૦ કિ. ગોળ, ૨૪૦૦૦૦ હેલાઝોન ટેબ્લેટ, ૨૫૦ કિ. બ્લિચિંગ પાઉડરનું વિતરણ થયું હતું.

રામહરિપુર કેન્દ્ર દ્વારા ૧૨૫ પૂરપીડિતોને ૩ દિવસ સુધી રાંધેલું અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું.

શારદાપીઠ કેન્દ્ર દ્વારા હાવડા જિલ્લાના ઉદય નારાયણપુર તાલુકાનાં ૧૪ ગામના ૬૫૨૯ લોકોને ૫૩૦૦ કિ. ચોખા, ૧૨૦૦ કિ. દાળ અને ૨૨૫ કિ. બિસ્કીટ અપાયાં હતાં.

તમલૂક કેન્દ્ર દ્વારા ૯૫૯૦૦ થાળી રાંધેલું અનાજ ૧૧૦૦૦ કિ. પૌઆ, ૨૨૦૦ કિ. ખાંડ, ૧૨૦૦૦૦ હેલાઝોન ટેબ્લેટ, પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના સબંગ અને પીંગલા તાલુકાના ૧૧૦૦૦ પૂરપીડિતોને આપવામાં આવ્યાં હતાં.

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.