શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય અંતર્ગત ગુજરાતમાં જીવનજરૂરી વસ્તુઓની કીટનું વિતરણ
કોરોના વાયરસ રાહતકાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન કુલ ૪૦૫૨ કિ. ચોખા, ૭૮૫ કિ. ઘઉં, ૨૭૩૭ કિ. લોટ, ૧૧૩૬ કિ. દાળ, ૯૩૬ લિટર ખાદ્યતેલ, ૧૭૬૨ કિ. બટેટા, ૯૦૮ કિ. ડુંગળી, ૭૩૬ કિ. ખાંડ, ૩૫૨ કિ. મરીમસાલા, ૧૫૨.૭૫ કિ. ચાની ભૂકી, ૬૧૧ કિ. મીઠું, ૫૭૯ પેકેટ બિસ્કીટ, ૯૭૯ નંગ સાબુની ગોટી જેવી આવશ્યક ચીજવસ્તુઓની કીટનું રાજકોટના પારેવાડા, શિવપરા ઝૂંપડપટ્ટી, રૈયા ચોકડી વિસ્તાર, કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર; અમદાવાદના વાડજ અને જમાલપુર વિસ્તાર, ભુજના રામદેવ નગર અને માંડવી પાસેના બિદડા ગામમાં રહેતા કુલ ૯૩૬ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સંદેશ ‘શિવજ્ઞાને જીવસેવા’ ને સાકાર કરવા સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સંસ્થાઓની સ્થાપના કરી હતી. વિશ્વમાં લગભગ ૨૨૦ શાખા-કેન્દ્રો અનેકવિધ સેવાપ્રવૃત્તિઓમાં રત છે. હાલમાં કોવીડ-૧૯ના કારણે ઉદ્ભવેલા વૈશ્વિક રોગચાળાને પરિણામે અનેક લોકો વિપત્તિગ્રસ્ત છે ત્યારે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં દેશ-વિદેશનાં વિવિધ કેન્દ્રો દ્વારા પરંપરા પ્રમાણે રાહતકાર્ય મોટાપાયે ચાલી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ આ કાર્યમાં સહયોગ આપવા ઇચ્છતા હોય તો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વેબ સાઈટ https://www.rkmrajkot.org/donations-ramakrishna-math-rajkot-math-donors-within-india.php પર કોરોના રીલીફ ફંડમાં પોતાનો ફાળો આપી શકે છે. વધુ વિગત માટે આશ્રમના વ્હોટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ પર સંપર્ક કરી શકાશે.
Your Content Goes Here





