શ્રીશ્રી સરસ્વતી પૂજા મહોત્સવ
શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૮ મી ફેબ્રુઆરી, શનિવાર, વસંતપંચમીના શુભદિને સવારે શ્રીશ્રી સરસ્વતીદેવી પૂજા મહોત્સવ ઉજવાયો. સવારે ૫-૩૦ થી ૧૧-૩૦ સુધી વિશેષપૂજા, હવન, ભજન, શ્રીમાનામ સંકીર્તન, પુષ્પાંજલિ વગેરેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ભાવિકજનોએ આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત શ્રીશ્રી સરસ્વતીપૂજા મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમના વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓનો વ્યાયામ તેમજ ઈનામ વિતરણનો કાર્યક્રમ પણ ૯મી ફેબ્રુઆરી, રવિવારે રાજકોટ પોલીસ કમિશ્નર શ્રી સી. પી. સીંઘના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓમાં મેળવેલ કૌશલ્ય બદલ પ્રમાણપત્રો અને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મુખપાઠ, વક્તૃત્વસ્પર્ધા – ઈનામ વિતરણ
તા. ૮મી ફેબ્રુઆરી, શનિવારે સાંજે ૪-૩૦ વાગ્યે યોજાયેલ પારિતોષિક વિતરણ સમારંભમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ અને રાષ્ટ્રીય યુવદિનના ઉપલક્ષમાં યોજાયેલી વક્તૃત્વસ્પર્ધાનાં ૨૯૦ મુખપાઠ, વિજેતા ભાઈ-બહેનોને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં. દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે બાલમંદિરથી માંડીને કૉલેજ કક્ષા સુધીના ૧૫૮૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ફુલછાબના ડેપ્યુટી એડીટર શ્રી દિનેશભાઈ રાજ, ગુજરાત સમાચારના નિવાસી તંત્રી શ્રી મધુભાઈ બારભાયા, શ્રી ગિરીશભાઈ મારુ અને શ્રી મનસુખભાઈ મહેતાના વરદ્હસ્તે અપાયાં હતાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : આગામી કાર્યક્રમો
૧૧–૪–૯૨ (શનિવાર)
શ્રીરામનવમી પ્રસંગે સંધ્યા આરતીના એક કલાક પહેલાં શ્રીરામનામ સંકીર્તન અને સંધ્યા આરતી પછી પ્રવચન.
૧૫–૪–૯૨ (બુધવાર)
શ્રી મહાવીર જયંતી પ્રસંગે ‘ભગવાન મહાવીરના જીવન-સંદેશ’ વિષે સંધ્યા આરતી પછી પ્રવચન.
દર એકાદશીના દિવસે સંધ્યા આરતીના એક કલાક પહેલાં શ્રીરામનામ સંકીર્તન યોજાય છે.
દર મહિનાના છેલ્લા રવિવારે સવારે ૮-૩૦ થી ૧૦-૦૦ સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન થાય છે.
દર રવિવારે સંધ્યા આરતીના એક કલાક પહેલાં સામાન્યત: સ્વામી જિતાત્માનંદજીનું ‘કઠોપનિષદ’ પર પ્રવચન અને દર શનિવારે સંધ્યા આરતીના એક કલાક પહેલાં સામાન્યત: સ્વામી નિખિલેશ્વરાનંદજીનું ‘એકાગ્રતા અને ધ્યાન’ વિષય પર પ્રવચન યોજાય છે.
Your Content Goes Here




